પાછળ

ગુજરાતી

غوجاراتية

મહત્વપૂર્ણ પાઠ

1 વિડિયો
PDF

અબ્લુશન

3 વિડિયો
Description of Wudu
0:00 / 0:00
How to Perform Wudu
0:00 / 0:00
Wudu Affairs
0:00 / 0:00

નમાજ

3 વિડિયો
Description of Prayer
0:00 / 0:00
Salah with Duaa
0:00 / 0:00
How to Perform Prayer
0:00 / 0:00

મહત્વપૂર્ણ પ્રશ્નો

272 પ્રશ્નો
અકીદાના પ્રકાર42

સ: ૧ તમારો પાલનહાર કોણ છે ?

મારો પાલનહાર અલ્લાહ છે તે અલ્લાહ, જે પોતાની કૃપાથી સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે,
દલીલ :
અલ્લાહ તઆલા કહે છે : દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. ૨ (સૂરે ફાતિહા : ૨ )

સ. ૨ તમારો દીન (ધર્મ) કયો છે?

જ. મારો દીન ઇસ્લામ છે, અને તે એ કે અલ્લાહ માટે તોહીદનો સ્વીકાર કરવો અને તેની ઇતાઅત (અનુસરણ) કરવી અને શિર્કના દરેક માર્ગોનો ઇન્કાર કરવો.
અલ્લાહ તઆલા કહે છે :
ખરેખર અલ્લાહની નજીક માન્ય દીન ફક્ત એક જ છે, અને તે છે ઇસ્લામ..... (સૂરે આલિ ઇમરાન: ૧૯).

સ.૩ તમારા નબી (પયગંબર) કોણ છે ?

જ. મુહમ્મદ ﷺ .
અલ્લાહ તઆલા કહે છે :
(મુહમ્મદ અલ્લાહના રસૂલ છે.....) ( સૂરે ફતહ : ૨૯ )

સ. ૪ તોહીદ માટે જે કલિમો ઇસ્લામે શીખવાડયો છે, તેનું વર્ણન કરો અને તેનો અર્થ શું છે ?

તોહીદ માટે કલિમો 'લા ઇલાહ ઈલ્લલાહુ' અને તેનો અર્થ થાય છે કે સાચો ઇલાહ (માબૂદ) કોઈ નથી સિવાય અલ્લાહના (અલ્લાહ સિવાય સાચો ઇલાહ કોઈ નથી)
અલ્લાહ તઆલા કહે છે : (બસ ! તમે સારી રીતે જાણી લો કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી....) (સૂરે મુહમ્મદ : ૧૯)

સ. ૫ : અલ્લાહ તઆલા ક્યા છે ?

જ. અલ્લાહ તઆલા આકાશોમાં અર્શની ઉપર છે, દરેક સર્જન કરતા ઉપર, અલ્લાહ તઆલા કહે છે : (રહમાન અર્શ પર બીરાજમાના છે. ૫ ) સૂરે તાહા: ૫ અને કહ્યું : ( તે પોતાના બંદાઓ પર સપૂર્ણ અધિકાર ધરાવે છે, અને તે હિકમતવાળો અને દરેક વસ્તુની ખબર રાખવાવાળો છે. ૧૮ ) (સૂરે અનઆમ : ૧૮ )

સ. ૬ : શહાદતુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ નો અર્થ જણાવો?

જ. તેનો અર્થ થાય છે કે અલ્લાહ તઆલા મુહમ્મદને સમગ્ર સૃષ્ટિ માટે ખુશખબર આપનારા તેમજ ડરાવનારા બનાવી મોકલ્યા છે.
અને જરૂરી છે કે
૧. તે જે વસ્તુનો આદેશ આપે તેના પર અમલ કરવો જરૂરી છે.
૨. જે વસ્તુની જાણ આપે તેની પુષ્ટિ કરવી પણ જરૂરી છે.
૩. તેમની અવજ્ઞા કરવાથી બચવું પણ જરૂરી છે.
૪. શરીઅત પ્રમાણે અલ્લાહની બંદગી કરવી જરૂરી છે, અને તે સુન્નતનું અનુસરણ કરી અને બિદઅતને છોડીને થઇ શકે છે.
અલ્લાહ તઆલા કહે છે,
(જેણે રસૂલની ઇતાઅત કરી તેણે અલ્લાહની ઇતાઅત કરી...... ) (સૂરે નિસા : ૮૦)
અને અલ્લાહ તઆલા કહે છે : તે પોતાની ઈચ્છા પ્રમાણે કઈ પણ નથી કહેતા ૩ જે કઈ પણ તેઓ કહે છે તે તો વહી છે, જે તેમના પર ઉતારવામાં આવે છે. ૪ (સૂરે નજ્મ : ૩-૪ ). અને પ્રભુત્વશાળી અલ્લાહ કહે છે : (મુસલમાનો !) તમારા માટે અલ્લાહના રસૂલ (ની હસ્તીમાં) ઉત્તમ આદર્શ છે, જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસની આશા રાખતો હોય, અને જે અલ્લાહને વધુમાં વધુ યાદ કરતો હોય. ૨૧ (સૂરે અહઝાબ : ૨૧ )

સ. ૭ : અલ્લ્લાહ તઆલાએ આપણને પેદા કેમ કર્યા ?

જ. અલ્લાહ તઆલાએ આપણા સૌને એટલા માટે પેદા કર્યા કે તેની સાથે કોઈને શરીક કર્યા વગર ફક્ત તેને જ ઇબાદત કરીએ.
મનેચ્છા અને રમત-ગમત માટે નહિ,
અલ્લાહ તઆલા કહે છે:
મેં જીનો અને ઇન્સાનોને એટલા માટે પેદા કર્યા કે તેઓ ફક્ત મારી જ બંદગી કરે. ૫૬ સૂરે ઝારીયાત : ૫૬

સ. ૮ ઇબાદત શું છે? (ઈબાદતની વ્યાખ્યા શું છે?)

જ. ઇબાદત એક વ્યાપક શબ્દ છે, જેમાં તે દરેક કામ જેને અલ્લાહ પસંદ કરે અને તેનાથી તે ખુશ થતો હોય, તે કામ જબાન વડે પણ હોય અથવા જાહેર અને છુપી રીતે પણ હોય શકે છે.
જાહેર રીતે :
ઉદાહરણ તરીકે જબાન વડે અલ્લાહનો ઝિકર, જેમાં તેની તસ્બિહ, તેની પ્રશંસા અને તેની તકબીર અને નમાઝ તેમજ હજ વગેરે જેવી ઇબાદતો.
છુપા કાર્યો :
ઉદાહરણ તરીકે ભરોસો, ખોફ (ડર) અને આશા ,

સ. ૯ આપણી સૌથી મોટી ફરજ કઈ છે?

જ. આપણી સૌથી મોટી ફરજ: અલ્લાહ તઆલાની તોહીદ છે.

સ: ૧૦ તોહીદના પ્રકાર જણાવો ?

જ. ૧. તોહીદે રૂબૂબિય્યત : અને તે એ કે અલ્લાહ પર તેના સર્જનહાર, રોજી આપનાર, માલિક અને વ્યસ્થાપક હોવા પર ઈમાન લાવવું તે એકલો જ છે તેનો કોઈ ભાગીદાર નથી.
૨. તોહીદે ઉલુહિય્યત : અને એ કે ઈબાદત ફક્ત તેની જ કરવી, અને તેની ઈબાદત કરવામાં કોઈને પણ ભાગીદાર ન ઠહેરાવવું.
૩. તોહીદે અસ્માવ સિફાત : અને એ કે અલ્લાહના નામો અને તેના ગુણો પર ઈમાન લાવવું, તે નામો અને ગુણો જે અલ્લાહની કિતાબ કુરઆનમાં અને સુન્નતમાં વર્ણન થયા હોય, તેનું ઉદાહરણ અને ઉપમા આપ્યા વગર તેમજ કોઈ વિક્ષેપ કર્યા વગર.
અને તોહીદનાં ત્રણેય પ્રકારની દલીલ :
અલ્લાહ તઆલા કહે છે: તે આકાશો અને ધરતી તેમજ તે બન્નેની વચ્ચે જે કઈ પણ છે, તેનો માલિક છે, એટલા માટે તેની બંદગી કરો, અને તેની બંદગીમાં અડગ રહેશો, શું તમેં તેના જેવો (અન્યનું) નામ જાણો છો? ૬૫ (સૂરે મરયમ : ૬૫ )

સ.11 : સોથી મોટો ગુનોહ કયો છે ?

જ. અલ્લાહ સાથે શિર્ક કરવું.
અલ્લાહ તઆલા કહે છે. નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે, અને જે અલ્લાહ તઆલા સાથે શિર્ક કરશે, તો તેણે ઘણું જ મોટું પાપ અને જુઠાણું ઘડ્યું.૪૮ સૂરે નીસા : ૪૮

સ. ૧૨ : શિર્ક અને તેના પ્રકાર જણાવો?

જ. શિર્ક અર્થાત ઈબાદતના પ્રકાર માંથી કોઈ પણ પ્રકારમાં અલ્લાહને છોડીને અન્યની બંદગી કરવી.
તેના પ્રકાર :

શિર્કે અકબર : ઉદાહરણ તરીકે અલ્લાહને છોડીને બીજાને પોકારાવા, અથવા અલ્લાહને છોડીને બીજા માટે સીજદો કરવો, અથવા અલ્લાહને છોડીને અન્ય માટે ઝબહ કરવું,
શિર્કે અસગર :
ઉદાહરણ તરીકે, અલ્લાહને છોડીને બીજાની કસમ ખાવી, અથવા તઅવીઝ પહેરવું, જે ફાયદો પહોચાડવા અથવા નુકસાનથી બચવા માટે લગાવેલા હોય, અથવા તો રીયાકારી (દેખાડો કરવો) જેવું કે લોકો તેની તરફ જુએ તો નમાઝ સારી રીતે પઢવી.

સ. ૧૩ શું અલ્લાહના સિવાય કોઈ ગેબનું ઇલ્મ જાણે છે?

જ. અલ્લાહના સિવાય બીજું કોઈ પણ ગેબનું ઇલ્મ નથી જાણતું.
અલ્લાહ તઆલા કહે છે. તમે તેમને કહી દો : કે અલ્લાહ સિવાય આકાશો અને ધરતીની છુપી વસ્તુઓને કોઈ નથી જાણતું, તેમને તો એ પણ ખબર નથી કે તેઓની ક્યારે ઉઠાવવામાં આવશે. ૬૫ (સૂરે નમલ : ૬૫ )

સ. ૧૪ ઈમાનના કેટલા સિદ્વાંતો છે ?

જ. ૧. અલ્લાહ પર ઈમાન
૨. ફરિશ્તાઓ પર ઈમાન
૩. તેની કિતાબો પર ઈમાન
૪. તેના રસૂલો પર ઈમાન
૫. આખિરતના દિવસ પર ઈમાન
૬. સારી અને ખરાબ તકદીર પર ઈમાન
દલીલ :
પ્રખ્યાત હદીષ જેને હદીસે જિબ્રઈલ કહેવામાં આવે છે, જિબ્રઈલે આપ
صَلَّىٰ اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
ને કહ્યું મને ઈમાન વિશે જણાવો, આપ صَلَّىٰ اللهُ عَلَيْهِ وَسَلَّمَ એ કહ્યું અલ્લાહ પર ઈમાન લાવવું, ફરિશ્તાઓ પર ઈમાન, કિતાબો પર ઈમાન, રસૂલો પર ઈમાન, આખિરતના દિવસ પર ઈમાન, સારી અને ખરાબ તકદીર પર ઈમાન લાવવું.

સ. : ૧૫ ઈમાનના સિધ્ધાંતોની સમજુતી જણાવો?

જ. અલ્લાહ પર ઈમાન :
ઈમાન લાવવું કે અલ્લાહ જ પેદા કરવાવાળો છે, તે જ રોજી આપનાર છે, તે સમગ્ર સૃષ્ટિનો એકલો જ માલિક અને વ્યવસ્થાપક છે.
અને તે જ ઇલાહ (માબૂદ) ઈબાદત કરવાને લાયક છે. તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી.
અને તે ખૂબ પ્રભુત્વશાળી અને મોટો છે, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તેના માટે જ છે, અને તેના માટે જ સારા સારા નામો અને પવિત્ર ગુનો છે. તેનો કોઈ શરિક નથી, તેના જેવી કોઈ વસ્તુ નથી, તે પવિત્ર છે.
ફરિશ્તાઓ પર ઈમાન
તેઓ પણ અલ્લાહની એક મખ્લુક (સર્જન) જ છે, અલ્લાહ તઆલાએ તેમને નૂરથી પેદા કર્યા, અને પોતાની ઈબાદત કરવા માટે અને તેના આદેશનો સપૂર્ણ રીતે અનુસરણ કરવા.
તેમાંથી જિબ્રઈલ અ.સ. જેઓ પયગંબરો પર અલ્લાહ તરફથી વહી લઈને આવતા હતા.
કિતાબો પર ઈમાન
તે દરેક કિતાબો જે રસૂલો પર અલ્લાહ તરફથી ઉતારવામાં આવી હોય.
જેવું કે કુરઆન મુહમ્મદ ﷺ
ઈન્જીલ :
ઈસા અ.સ. પર
તોરાત :
મૂસા અ.સ. પર
ઝબૂર :
દાવૂદ અ.સ. પર
ઇબ્રાહિમ અને મૂસાના સહિફા :
ઇબ્રાહિમ અ.સ. અને મૂસા અ.સ. પર
રસૂલો પર ઈમાન :

તે લોકો જેમને અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને શીખવાડવા માટે મોકલ્યા હતા, તેમજ ભલાઈ અને જન્નતની ખુશખબર આપવા અને બુરાઈ તેમજ જહન્નમથી સચેત કરવા મોકલ્યા હતા,
તેમના માંથી સોથી શ્રેષ્ઠ :
ઉલૂલ્ અઝમ : અને તે આ પ્રમાણે છે
નૂહ عَلَيْهِ السَّلَامُ
ઇબ્રાહીમ عَلَيْهِ السَّلَامُ
મૂસા عَلَيْهِ السَّلَامُ
ઈસા عَلَيْهِ السَّلَامُ
મુહમ્મદ ﷺ
આખિરતનાં દિવસ પર ઈમાન
મૃત્યુ પછી કબરની સ્થિતિ, કયામતનો દિવસ, જ્યારે ઉઠાવવામાં આવશે તે દિવસ પર અને હિસાબ કીતાબના દિવસ પર ઈમાન, જયારે જન્નતી લોકો પોતાના ઘરોમાં અને જહન્ન્મી લોકો પોતાની જગ્યાએ આબાદ હશે,
સારી અને ખરાબ તકદીર પર ઈમાન
તકદીર :
તે વાતનો સ્વીકાર કે સૃષ્ટિ માં જે કઈ પણ થઇ રહ્યું છે તેની સપૂર્ણ જાણ અલ્લાહ તઆલાને છે, અને એ પણ કે અલ્લાહ તઆલાએ પહેલાથી જ લોહે મહફૂઝમાં લખી રાખ્યું છે, અને સૃષ્ટિમાં થવું અને સર્જન થવું તે બધું જ તેની ઈચ્છા પ્રમાણે થાય છે.
અલ્લાહ તઆલા કહે છે :
(નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.૪૯) (સૂરે કમર : ૪૯)
આનાં ચાર દરજ્જા છે.
પહેલું :
અલ્લાહનું ઇલ્મ : જેમાં દરેક વસ્તુનું સપૂર્ણ જાણ, તેના અસ્તિત્વ થતા પહેલાની પણ જાણ અને અસ્તિત્વ થઈ ગયા પછીની પણ જાણ
દલીલ :
અલ્લાહ તઆલા કહે છે: નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે.૩૪) સૂરે લુકમાન : ૩૪
બીજું : એ કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ લોહે મહફૂઝ માં લખીને રાખ્યું છે, જેટલી પણ વસ્તુ થઇ ગઈ છે અને જેટલી પણ વસ્તુ થવાની છે તે બધું જ કિતાબમાં લખેલું છે.
દલીલ :
અલ્લાહ તઆલા કહે છે. અને ગેબની ચાવીઓ તો અલ્લાહ તઆલા પાસે જ છે, અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને ન તો ઝમીનના અંધકારમાં કોઇ દાણો એવો છે, જેને તે જાણતો ન હોય, અને જે કંઈ પણ ભીનું હોય અથવા સૂકું બધું જ ખુલ્લી કિતાબમાં લખેલુ છે.૫૯ સૂરે અનઆમ: ૫૯
ત્રીજું : એ કે દરેક વસ્તુ અલ્લાહની ઈચ્છા પ્રમાણે જ થતી હોય છે, કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ અને સર્જન થઇ શકતું માંથી જ્યાં સુધી કે અલ્લાહ તઆલાની ઈચ્છા ન હોય.
દલીલ :
અલ્લાહ તઆલા કહે છે : (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે. ૨૮ અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો.૨૯ સૂરે તકવીર; ૨૮-૨૯
ચોથું :
સમગ્ર સૃષ્ટિ તે અલ્લાહની મખ્લૂક છે, અલ્લાએ જ તેમનું સર્જન કર્યું છે, તેમનું અસ્તિત્વ, તેમની અંદરના ગુણો, તેમની હરકતો, અને તેમની અંદરની દરેક વસ્તુઓને અલ્લાહએ જ પેદા કરી.
દલીલ :
અલ્લાહ તઆલા કહે છે : જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.૯૬ સૂરે સોફફાત : ૯૬

સ ૧૬ : કુરઆનની વ્યાખ્યા જણાવો ?

જ: તે અલ્લાહનું કલામ છે, મખ્લૂક (સર્જન) નથી
અલ્લાહ તઆલા કહે છે : (જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, જેથી કરીને તે (શાંતિથી) અલ્લાહનો કલામ સાંભળી શકે..... ) (સૂરે તોબા : ૬ )

સ ૧૭ : સુન્નત શું છે?

જ : આપ ﷺ ની દરેક વાત અથવા કાર્ય અથવા જે કાર્ય આપની સમક્ષ થયું હોય અથવા નૈતિકગુણને સુન્નત કહે છે.

સ ૧૮ : બિદઅત શું છે ? અને શું તેને કબુલ કરવામાં આવશે ?

જ : તે દરેક વસ્તુ જે લોકોએ દીનમાં નવીનતા કરી હોય અને જે ﷺ ના સમયમાં તેમજ તેમના સહાબાઓના સમયે તે ન હતું .
તે કબૂલ કરવામાં નહિ આવે જો કે તેને રદ કરી દેવામાં આવશે,
આપ ﷺએ કહ્યું :
"દરેક નવું કાર્ય (દિનમાં) ગુમારાહી છે." અબૂ દાવૂદ
તેનું ઉદાહરણ :
ઇબાદતમાં વધારો કરવો : વુઝુ કરતી વખતે અંગોને ધોવામાં ચોથી વખતનો વધારો કરવો, અને આપ ﷺ ના જન્મદિવસના નામ પર જલ્સો કરવો, જે આપ ﷺ અને આપના સહાબાઓએ ક્યારેય આવું નથી કર્યું.

સ૧૯ : વલા અને બરાઅનો જે અકિદો છે, તેનાં વિશે જણાવો ?

અલ્ વલાઅ : મોમીન સાથે મુહબ્બત કરવી અને તેની મદદ કરવી.
અલ્લાહ તઆલા કહે છે :
૭૧- ઈમાનવાળા પુરુષ અને ઈમાનવાળી સ્ત્રીઓ એક-બીજાના મિત્રો છે..... ) (સૂરે તોબા : ૭૧ )
અલ્ બરાઅ : કાફિરોથી નફરત અને તેમનાથી દુશ્મની કરવી
અલ્લાહ તઆલા કહે છે : (મુસલમાનો) તમારા માટે હઝરતે ઇબ્રાહીમ અને તેમના સાથીઓમાં ઉત્તમ આદર્શ છે, જ્યારે કે તેઓએ પોતાની કોમથી ખુલ્લુ કહીં દીધુ કે અમે તમારાથી અને જેમની પણ તમે અલ્લાહના સિવાય બંદગી કરી રહ્યા છો તે બધાથી તદ્દન અલિપ્ત છીએ, અમે તમારા (શ્રધ્ધાઓના) ઇન્કારી છે, જ્યાં સુધી તમે એકેશ્ર્વરવાદ પર ઇમાન ન લાવો, અમારા અને તમારામાં હંમેશા માટે વેર અને દુશ્મની ઉભી થઇ ગઇ, (સૂરે મુમતહીના: ૪ )

સ ૨૦ : શું ઇસ્લામ વગર બીજો દીન કબુલ કરવામાં આવશે ?

જ: ઇસ્લામ વગર બીજો કોઈ દીન કબુલ કરવામાં નહિ આવે,
અલ્લાહ તઆલા કહે છે અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.૮૫ સૂરે આલિ ઇમરાન : ૮૫

સ ૨૧ : વાત વડે કુફરનું ઉદાહરણ, અમલ વડે કુફરનું ઉદાહરણ અને માન્યતા વડે કુફરનું ઉદાહરણ આપો ?

જ : વાત વડે કુફરનું ઉદાહરણ : અલ્લાહ તઆલા અને તેના રસૂલﷺ ને ગાળો આપવી.
અમલ વડે કુફરનું ઉદાહરણ :
કુરઆનનું અપમાન કરવું અને અલ્લાહને છોડીને અન્ય માટે સિજદો કરવું.
માન્યતા વડે કુફરનું ઉદાહરણ:
આવી માન્યતા ધરાવવી કે દુનિયામાં અલ્લાહ સિવાય બીજો કોઈ અધિકાર ધરાવે છે અથવા અલ્લાહ સિવાય બીજો પણ સર્જન કરવાવાળો છે,

સ ૨૨ : નિફાક શું છે ? અને તેના પ્રકાર જણાવો ?

જ :
૧. અન્ નિફાકુલ્ અકબર : (દિલમાં) કુફરને છુપાવીને રાખવું અને ઈમાન જાહેર કરવું
અને કુફરે અકબરનાં કારણે તે ઇસ્લામ માંથી નીકળી જશે.
અલ્લાહ તઆલા કહે છે. નિ:શંક, મુનાફિક લોકો તો જહન્નમના સૌથી નીચલા ભાગમાં જશે, તમે તેમની મદદ કરવાવાળા કોઈને નહિ જુઓ.૧૪૫ (સૂરે નિસા : ૧૪૫ )
૨. અન્ નિફાકુલ્ અસગર
ઉદાહરણ તરીકે :
જુઠ્ઠું બોલવું, વચનભંગ કરવું, અમાનતમાં ખિયાનત કરવી.
નિફાકે અસગરના કારણે તે ઇસ્લામ માંથી નીકળતો તો નથી પરંતુ તે ગુનોહ કરી રહ્યો છે અને એવો ગુનોહ જેના કારણે તેને સજા જરૂર મળશે .
આપ ﷺ એ કહ્યું :
મુનાફિકની ત્રણ નિશાનીઓ છે : જ્યારે વાત કરે તો જુઠ્ઠું બોલે, જ્યારે વચન આપે તો વચનભંગ કરે અને જ્યારે તેની પાસે અમાનત રાખવામાં આવે તો તે ખિયાનત કરે. આ હદીષને બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.

સ: ૨૩ છેલ્લા નબી અને પયગંબર કોણ છે ?

મુહમ્મદ ﷺ છેલ્લા નબી અને પયગંબર છે.
અલ્લાહ તઆલાએ કહ્યું :
(હે લોકો !) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે, અને દરેક પયગંબરમાંના છેલ્લા છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણે છે.૪૦ (સૂરે અહ્ઝાબ : ૪૦ ) અને આપ ﷺ એ કહ્યું : હું છેલ્લો નબી છું મારા પછી કોઈ નબી નહિ આવે. આ હદીષને અબૂદાવૂદ અને તિર્મિઝી તેમજ અન્ય આલીમોએએ રિવાયત કરી છે

સ ૨૪ : મુઅજિઝો શું છે ?

જ : મુઅજિઝો : તે દરેક વસ્તુઓ જે અલ્લાહ તરફથી પયગંબરોને આદત વિરુદ્ધ પોતાની સચ્ચાઈ માટે આપી હતી. જેમ કે
આપ ﷺ માટે ચંદ્રના બે ટુકડા થવા
મૂસા عَلَيْهِ السَّلَامُ માટે સમુન્દરને વિભાજીત કરી, તેમાં ફિરઓન અને તેના સૈનીકોનું ડૂબી જવું.

સ : ૨૫ સહાબા કોને કહેવાય અને શું આપણે તેમની સાથે મુહબ્બત કરવી જોઈએ ?

જ: સહાબી : જેમને ઈમાનની સ્થિતિમાં આપ ﷺ સાથે મુલાકાત કરી હોય અને ઇસ્લામ પર જ મૃત્યુ પામ્યા હોય.
અમે તેમનાથી મુહબ્બત કરીએ છીએ અને તેમનું અનુસરણ પણ કરીએ છીએ, અને તેઓ પયગંબરો પછી લોકો કરતા શ્રેષ્ઠ છે.
તેમના માંથી શ્રેષ્ઠ :
ચાર ખુલફા :
અબૂબકર رَضِيَ اللَّهُ عَنْهُ
ઉમર رَضِيَ اللَّهُ عَنْهُ
ઉષ્માન رَضِيَ اللَّهُ عَنْهُ
અલી رَضِيَ اللَّهُ عَنْهُ

સ : ૨૬ ઉમ્મહાતુલ્ મુઅમિનીન કોણ છે ?

જ: આપ ﷺ પવિત્ર પત્નીઓને કહે છે,
અલ્લાહ તઆલાએ કહ્યું :
પયગંબર, ઈમાનવાળાઓ કરતા વધારે અધિકાર ધરાવે છે અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતા છે સૂરે અહઝાબ : ૬

સ ૨૭ : આપણા પર નબી ﷺ ના આલે બેતના શું હકો છે?

જ :- અમે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમની સંભાળ રાખીએ છીએ અને તેમની સાથે નફરત કરીએ છીએ, જેઓ તેમને નફરત કરે છે અને તેમનાં વિષે હદ નથી વટાવતા, અને તેમાં તેમની તે પત્નીઓ, તેમના તે સંતાનો, બનૂ હાશિમના તે લોકો અને બનૂ અલ-મુત્તલિબનાં તે લોકોનો સમાવેશ થાય છે, જે લોકો મોમિન હોય.

સ ૨૮ : મુસલમાનોનાં આગેવાનો બાબતે આપણી ફરજ શું બને છે?

આપણી ફરજો : તેમની ઇઝ્ઝત, તેમની વાતોનો સ્વીકાર, તેમની અવજ્ઞા કર્યા વગર તેમનું અનુસરણ કરવું, તેમના વિરુદ્ધ બળવો ન કરવો જોઈએ, અને છુપી રીતે તેમને દુઆ અને શિખામણ આપતા રહેવું.

સ: ૨૯ મોમિનોનું ઘર કયું છે?

જ: જન્નત, અલ્લાહ તઆલા કહે છે. જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે ...... સૂરે મુહમ્મદ: ૧૨

સ: ૩૦ કાફિરોનું ઘર કયું છે ?

જ: જહન્નમ, અલ્લાહ તઆલા કહે છે : તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ૨૪ સૂરે બકરહ : ૨૪

સ: ૩૧ ખોફ કોને કહેવાય? અને રજાઅ પણ કોને કહેવાય? બન્નેની દલીલ પણ વર્ણન કરો.

જ: ખોફ : અલ્લાહથી અને તેના અઝાબથી ડરવું
રજાઅ : અલ્લાહથી સવાબ, માફી અને તેની રહેમતની આશા રાખવી.
દલીલ :
અલ્લાહ તઆલા કહે છે : જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોણ વધારે નજીક થઇ જાય, તે પોતે અલ્લાહની કૃપાની આશા રાખે છે અને તેની યાતનાથી ભયભીત રહે છે. (વાત આવી જ છે) કે તમારા પાલનહારની યાતના ભયભીત કરી દેનારી છે.૫૭ [સૂરે અલ્ ઈસ્રા: ૫૭]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું.૪૯ અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે. ૫૦} [સૂરે અલ્ હિજર: ૪૯-૫૦]

સ ૩૨: કેટલાક અલ્લાહ તઆલાના નામ અને તેના ગુણોનું વર્ણન કરો?

જ- અલ્લાહ, અર્ રબ, અર્ રહમાન, અસ્ સમીઅ, અલ્ બસીર, અલ્ અલીમ, અર્ રઝ્ઝાક, અલ્ હય્ય, અલ્ અઝીમ.... આ સિવાય પણ ઘણા પવિત્ર નામ અને ગુણો કુરઆન અને હદીષમાં વર્ણન થયા છે.

સ: ૩૩ આ નામોની સમજુતી વર્ણન કરો?

અલ્લાહ : જેનો અર્થ થાય છે, ઈલાહ, મઅબૂદ (ઈબાદતને લાયક) તે એકલો જ છે, તેનો કોઈ શરિક (ભાગીદાર) નથી.
અર્ રબ :
(પાલનહાર) અર્થાત પેદા કરનાર, માલિક, રોજી આપનાર, વ્યવસ્થા કરનાર, તે એકલો જ છે, તે પવિત્ર અને પાક છે.
અસ્ સમીઅ:
(બધું જ સાંભળવાવાળો) જેની સમાઅતે (સાભળવાની શક્તિ) દરેક વસ્તુનો ઘેરાવ કરી રાખ્યો છે, અને તે દરેક પ્રકારની વિવાદિત અને વિવિધ પ્રકારની અવાજ સાંભળે છે.
અલ્ બસીર:
જે દરેકને જોઈ રહ્યો છે, અને દરેક નાની અને મોટી વસ્તુઓને જોઈ રહ્યો છે,
અલ્ અલીમ:
(બધું જ જાણવાવાળો) તેના ઈલ્મે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની દરેક વસ્તુઓને ઘેરાવમાં લઇ રાખી છે,
અર્ રહમાન:
અત્યંત દયાળુ, જેની રહમત દરેક જીવંત પ્રાણી પર વિસ્તરે છે, અને તમામ જીવો અને સર્જન તેની દયા હેઠળ છે.
અર્ રાઝિક:
રોજી આપનાર: જે મનુષ્યો, જીન અને તમામ પ્રાણીઓ સહિત તમામ જીવો ને રોજી આપે છે.
અલ્ હય્ય :
(જીવિત) જે મૃત્યુ નહીં પામે, તે જીવિત છે, અને દરેક સર્જન મૃત્યુ પામશે.
અલ્ અઝીમ:
મહાન, તે જેની પાસે તેના નામ, લક્ષણો અને ક્રિયાઓમાં સંપૂર્ણતા અને મહાનતા છે.

સ 34: મુસ્લિમ આલિમો પ્રત્યે આપણી ફરજ શું છે?

જ- અમે તેમનાથી મુહબ્બત કરીએ છીએ, અને અમે મસઅલા મસાઈલ અને શરીઅત બાબતેનું ઇલ્મ તેમનાથી જ મેળવીએ છીએ, અને અમે તેમને ભલાઈના કામોમાં જ યાદ કરીએ છીએ, અને જેઓ અન્યથા તેમનો ઉલ્લેખ કરે છે તેઓ ખરાબ છે, તેઓ ગેરમાર્ગે છે.
અલ્લાહ તઆલા કહે છે:
{જે લોકો તમારા માંથી ઈમાન લાવ્યા અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે, અલ્લાહ તેમના દરજ્જા બુલંદ કરશે, અને અલ્લાહ તમારા દરેક કામની ખબર રાખે છે. ૧૧} [સૂરે અલ્ મુજાદિલહ: ૧૧].

સ ૩૫: અલ્લાહના વલીઓ કોણ છે?

જ- જે પરહેજગાર મોમિનો છે.
અલ્લાહ તઆલા કહે છે :
{યાદ રાખો ! અલ્લાહના મિત્રો માટે ન કોઈ આપત્તિ છે અને ન તો તેઓ નિરાશ થશે. ૬૨ આ તે લોકો છે જેઓ ઇમાન લાવ્યા અને પરહેજગાર બનીને રહ્યા.૬૩} [સૂરે યૂનુસ: ૬૨-૬૩].

સ ૩૬: શું ઈમાન કોલ (જબાન વડે કહેવું ) અને અમલનું નામ છે?

જ- ઈમાન કોલ, અમલ અને એઅતિકાદનું નામ છે. (જબના વડે કહેવું, અમલ કરીને બતાવવું અને માન્યતા પણ રાખવી.)

સ ૩૭: શું ઈમાનમાં વધ ઘટ થાય છે?

જ- આજ્ઞાપાલન કરવાથી ઈમાનમાં વધારો થાય છે અને ગુનાહનાં કામ કરવાથી ઈમાનમાં ઘટાડો થાય છે.
અલ્લાહ તઆલા કહે છે :
{સાચા મોમિન તો એ લોકો છે કે જ્યારે તેમની સામે અલ્લાહ તઆલાના નામનો ઝિકર કરવામાં આવે તો તેઓના હૃદય ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો તેઓના ઈમાન વધી જાય છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.૨} [સૂરે અલ્ અન્ફાલ: ૨].

સ ૩૮: એહસાન શું છે?

જ- તમે બંદગી એવી રીતે કરો, જેવું કે અલ્લાહને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા તો તે તો તમને જોઈ જ રહ્યો છે.

સ ૩૯- અલ્લાહ પાસે અમલ ક્યારે કબૂલ કરવામાં આવે છે?

જ- તેની બે શરતો છે:
૧- તે અમલ ફક્ત અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે કર્યો હોય.
૨- તે અમલ નબી ﷺ ની સુન્નત પ્રમાણે હોય.

સ ૪૦: અલ્લાહ પર ભરોસો કરવો એટલે ?

જ- સ્ત્રોત અપનાવતા ફાયદો પહોચવામાં અને નુકસાન દુર કરવામાં અલ્લાહ પર ભરોસો હોવો જોઈએ.
અલ્લાહ તઆલા કહે છે:
{અને જે અલ્લાહ પર ભરોસો કરશે તો તે તેના માટે પુરતો છે...} [સૂરે અત્ તલાક: ૩].
{હસ્બુહુ} : અર્થાત્ કાફી, પુરતો થઇ જશે.

સ ૪૧: ભલાઈનો આદેશ અને બુરાઈથી મનાઈ કરવાની ફરજ શું છે?

જ- અલ્ મઅરૂફ: અલ્લાહના અનુસરણ દરેક કાર્ય,
અલ્ મુન્કર:
અલ્લાહની અવજ્ઞાનાં દરેક કાર્ય.
અલ્લાહ તઆલા કહે છે:
{(મુસલમાનો) તમે જ ઉત્તમ જૂથ છો, જેને લોકોના (સુધારા અને હિદાયત માટે) બનાવવામાં આવી છે, તમે સદકાર્યનો આદેશ આપો છો અને ખરાબ વાતોથી રોકો છો અને અલ્લાહ તઆલા પર ઇમાન રાખો છો....} [સૂરે આલિ ઇમરાન: ૧૧૦].

સ ૪૨: અહલે સુન્નત વલ્ જમાઅત કોણ લોકો છે?

જ- આ તે લોકો છે, જે જબનાથી, અમલ કરવામાં અને જેમનો અકીદો અલ્લાહના રસૂલ ﷺ એ અને સહાબાઓનાં તરીકા પ્રમાણે હોય.
અહલે સુન્નત તે લોકોને કહેવામાં આવે છે:
જેઓ અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નત પ્રમાણે અનુસરણ કરે અને બિદઅતને છોડી દે.
વલ્ જમાઅત:
જે લોકો હક પર ભેગા થઇ જાય અને તેમાં વિવાદ ન કરે.

ફિકહનો વિભાગ47

સ ૧: તહારતની વ્યાખ્યા જણાવો ?

જ- અત્ તહારતુ: તે અશુદ્ધતાને દૂર કરવા તેમજ દુષ્ટતાને દૂર કરવાનું નામ છે.
તહારતુલ્ ખુબુષ:
મુસ્લિમ માટે તેના શરીર પર, તેના કપડા પર અથવા તે સ્થળ અને જગ્યા, જ્યાં તેને નમાઝ પઢવાની હોય, તે સ્થાન પરથી ગંદકીને દૂર કરવી.
તહારતુલ્ હદષ:
પાણી વડે અથવા જ્યારે પાણી ન મળે ત્યારે અને જ્યારે પાણીનાં ઉપયોગથી કોઈ વાંધો આવતો હોય ત્યારે માટી વડે વઝૂ અને ગુસલ કરવું.

સ ૨: જે વસ્તુ નાપાક થઇ ગઈ હોય તેને કઈ રીતે પાક કરીશું ?

જ- પાણી વડે ધોઈશું જ્યાં સુધી તે પાક ન થઇ જાય.
અને જો કુતરું કોઈ વાસણમાં મોઢું નાખી દે તો તે વાસણને સાત વખત ધોઈશું અને પ્રથમ વખત માટી વડે ધોઈશું.

સ ૩: વઝૂની ફઝીલત શું છે?

જ: નબી ﷺ એ કહ્યું: જ્યારે બંદો મુસલમાન અથવા મોમિન વઝુ કરે, અને મોઢું ધોવે તો તેના મોઢા માંથી તે બધા (સગીરહ) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હોય, પાણી સાથે અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે, પછી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે નીકળી જાય છે, પછી જ્યારે પગ ધોવે છે તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હોય તો તે પાણી સાથે અથવા તો પાણીનાં છેલ્લા ટીપાં સાથે નીકળી જાય છે, અહી સુધી કે દરેક ગુનાહ થી પાક સાફ થઇ જાય છે. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.

સ: ૪ વુઝુ કઈ રીતે કરીશું?

જ: ત્રણ વખત કાંડા સુધી હાથ ધોવા.
ત્રણ વખત કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવી તેને સારી રીતે સાફ કરવું.
કોગળા :
મોઢામાં પાણી નાખવું, કોગળા કરી તેને બહાર કાઢવું.
નાકમાં પાણી ચઢાવું :
જમણી બાજુથી નાકમાં પાણી ખેચવું
અને ડાબી બાજુથી શ્વાસ લીધા પછી પાણી પાછું બહાર કાઢવુ,
પછી ત્રણ વખત ચેહરો ધોવો
પછી ત્રણ વખત કોળી સુધી હાથ ધોવા
પછી માથાના મસહ કરવો, એવી રીતે કે કપાળના ભાગેથી શરૂ કરી પાછળ સુધી લઇ જવું અને પછી કાનનો મસહ કરવ.
પછી ઘૂંટી સુધી ત્રણ વખત પગ ધોવ.
આ સંપૂર્ણ વઝુ થઇ ગયું, અને આ રીત આપ ﷺ થી બુખારી અને મુસ્લિમમાં વર્ણન મળે છે, હદીષ રિવાયત કરનાર ઉષ્માન અને અબ્દુલ્લાહ બિન ઝેદ વગેરે સહાબાઓ છે. અને બુખારીની હદીષમાં આ શબ્દોનો પણ વધારો છે કે આપે વુઝુ કરતી વખતે અંગોને એક એક વખત ધોયા, અને બે બે વખત પણ ધોવાનું વર્ણન મળે છે, અર્થાત : વુઝુ કરતી વખતે એક એક વખત અથવા બે બે વખત પણ અંગોને ધોવું સાબિત છે,

સ: ૫ વઝુમાં ક્યાં અને કેટલા અંગોને ધોવા ફરજીયાત છે?

જ: જો કોઈ મુસલમાન વુઝુ કરતી વખતે આ અંગો માંથી કોઈ એક પણ અંગ ધોવાનું ભૂલી જાય તો તેનું વુઝુ ગણવામાં નહિ આવે.
૧. ચહેરો ધોવો, અને કોગળો અને નાકમાં પાણી ચઢાવવું.
૨. બન્ને હાથોને કોળીસુધી ધોવા.
૩. માથા અને કાનનો મસહ
૪. બન્ને પગને ઘૂંટી સુધી ધોવા
૫. અંગોને ધોવામાં ક્રમનો ખાસ ખ્યાલ રાખવો, પહેલા ચહરો, પછી માથાનો મસહ પછી પગ ધોવા.
૬. અલ-મુવાલાત: વુઝુ કરતી વખતે સમયના અંતર વિના સતત વુઝુ કરવું જોઈએ,
જેવી રીતે કે હમણા અડધું વુઝું કર્યું અને થોડીક વાર પછી અડધું વુઝુ કર્યું, તો આ પ્રમાણે વુઝુ નહિ ગણાય.

સ: ૬ વુઝુમાં ક્યા અને કેટલા અંગોને ધોવા સુન્ન્ત છે?

વુઝુમાં સુન્નત : અર્થાત જો તે અંગો ધોશો તો તમારા સવાબ અને નેકીમાં વધારો થશે અને જો તમે તેને છોડી દેશો તો કોઈ ગુનોહ નહિ થાય અને વુઝુ પણ સહિહ થઈ જશે.
૧. અત્ તસ્મિયતુ : બિસ્મિલ્લાહ કહેવું.
૨. મિસ્વાક કરવું
૩. બન્ને કાંડા ધોવા
૪. આંગળીઓ વચ્ચે ખિલાલ કરવો.
૫. અંગોને બે વખત અથવા ત્રણ વખત ધોવા
૬. જમણી બાજુથી શરૂ કરવું.
૭. વુઝુ પછી પઢવાની દુઆ: أشهد أن لا إله إلا الله، وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله
૮. વુઝુ કર્યા પછી બે રકઅત નમાઝ પઢવી.

૭. જે વસ્તુઓથી વુઝુ તૂટી જાય તે જણાવો ?

જ: સંડાસની જગ્યા અથવા પેશાબ કરવાની જગ્યા પરથી કઈ પણ નીકળવું, પેશાબ, ગંદકી અને હવા
ઊંઘ, પાગલપણું અને બેભાન થવું
ઊંટનું માસ ખાવું
કોઈ પરદા વગર શરમગાહ અથવા થાપાને સ્પર્શ કરવું.

સ: ૮ તયમ્મુમ શું છે ?

જ : તયમ્મુમ : પાક માટીનો ઊપયોગ કરવો, જ્યારે પાણી ન મળે અને જ્યારે પાણીનો ઉપયોગ કરવાથી નુકસાન થતું હોય ત્યારે.

સ: ૯ તયમ્મુમ કઈ રીતે કરી શકાય ?

જ: એક વખત માટી પર હાથ મારવા અને એક વાર ચેહરો અને કાંડા સુધી મહ કરવો.

સ: ૧૦ તય્યમ્મુમ ક્યારે તૂટી જાય છે?

જ: જે કારણો થી વુઝુ તૂટી જાય તે જ કારણોથી તયમ્મુમ પણ તૂટી જાય છે.
જ્યારે પાણી મળી જાય,

સ: ૧૧ ખફ્ફ્યન અને જવરબ (મોઝાના પ્રકાર) પર મસહ કરી શકાય ?

જ: અલ્ ખફ્ફેય્યન : પગના ચામડાના મોજા
અલ્લ જવરબ : ચામડા સિવાયના બીજા મોજા
બન્ને પ્રકારના મોજા પર પગ ધોવાના બદલે મસહ કરવો જાઈઝ છે,

સ: ૧૨ મોજા પર મસહ કરવાની કોઈ હિકમત જણાવો ?

જ: બંદાઓ પર નરમી અને છૂટ : ખાસ કરીને ઠંડીના સમયે અને સફર કરતી વખતે, જયારે પગ ધોવામાં પરેશાની થતી હોય છે.

સ: ૧૩ મોજા પર મસહ કરવાની શરત શું છે ?

જ: ૧ એ કે મોજા પાકીની હાલતમાં પહેર્યા હોય. અર્થાત વુઝુ કર્યા પછી.
૨. મોજો પાક હોવો જોઈએ. ગંદા મોજા પર મસહ કરવો યોગ્ય નથી.
૩. જે અંગ જ્યાં સુધી ધોવા ફરજીયાત છે, તેટલો ભાગ મોજા વડે છુપાયેલો હોવો જરૂરી છે.
૪. નક્કી કરેલ સમય સુધી જ મોજા પર મસહ કરી શકાય છે, મુકીમ : અર્થાત જે મુસાફિર ના હોય તેના માટે એક દિવસ અને એક રાત સુધી. અને મુસાફિર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી.

સ: ૧૪ મોજા પર મસહ કરવાની રીત જણાવો ?

જ: મસહ કરવાની પ્રકિયા આ પ્રમાણે છે : પોતાની હાથની આંગળીઓને પાણીમાં દુબાડી તેને પગના શરૂનાં ભાગેથી શરૂ કરી પિંડલી સુધી હાથ ફેરવવો જોઈએ, જમણા હાથથી જમણા પગે અને ડાબા હાથથી ડાબા પગ પર, અને મસહ કરતી વખતે આંગળીઓને ફેલાયલી રાખવી જોઈએ, ફરીવાર કરવાની જરૂર નથી.

સ ૧૫ : મોજા પર મસહ કરવાનું ક્યારે તૂટી શકે છે?

જ: જ્યારે મોજા પર મસહ કરવાની મુદ્દત પૂરી થઇ જાય, મુદ્દત પૂરી થઇ ગયા પછી મોજાં પર મસહ કરવો જાઈઝ નથી, મુકીમ માટે એક રાત અને એક દિવસ, મુસાફિર માટે ત્રણ રાત અને ત્રણ દિવસ.
૨. જો કોઈ વ્યક્તિ એક મોજો અથવા બન્ને મોજાને ઉતારી દે, તો પછી તેના પર મસહ કરવું જાઈઝ નથી.

સ: ૧૬ અસ્સ સલાતુ નો અર્થ જણાવો ?

જ: અસ્સ સલાતુ : પોતાની જબાન અને પોતાના અમલ વડે અલ્લાહ માટે કરવામાં આવતી ખાસ ઈબાદત, જે તકબીરથી શરૂ થઇ અને સલામ પર પૂર્ણ થાય છે.

સ: ૧૭ નમાઝનો હુકમ શું છે?

જ: દરેક મુસલમાન પર નમાઝ પઢવી ફરજીયાત છે.
અલ્લાહ તઆલા કહે છે:
ખરેખર દરેક મોમિનો પર નમાઝ તેના સમયસર પઢવી ફરજીયાત છે. ૧૦૩ સૂરે નિસા : ૧૦૩

સ: ૧૮ નમાઝ છોડનારનો હુકમ શું છે?

જ: નમાઝ છોડનાર વ્યક્તિ કાફિર બની જશે, નબી عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું :
અમારી અને તેમની (કાફિરો) વચ્ચે એક વચન છે અને તે છે, નમાઝ, જે કોઈ નમાઝ છોડી દેશે તો તેણે કુફર કર્યું.
આ હદીષને ઈમામ અહમદ, ઈમામ તીર્મીઝી વગેરે લોકોએ વર્ણન કરી છે.

સ: ૧૯ દિવસ અને રાતમાં એક મુસલમાન માટે કેટલી નમાઝો ફર્ઝ છે? અને દરેક નમાઝની રકઅતોની સંખ્યા જણાવો ?

જ: દિવસ અને રાતમાં પાંચ વખતની નમાઝ ફર્ઝ છે, ફજરની નમાઝ, બે રકઅત, ઝોહરની ચાર રકઅત, અસરની ચાર રકઅત, મગરિબની ત્રણ રકઅત, અને ઇશાની ચાર રકઅત નમાઝ ફર્ઝ છે.

સ: ૨૦ નમાઝ માટેની કેટલી શરતો છે?

જ: અલ્ ઇસ્લામ : કાફિર માટે નમાઝ જાઈઝ નથી.
અલ્ અકલુ :
પાગલ વ્યક્તિ પર નમાઝ ફર્ઝ નથી.
તમીઝ :
નાના બાળક પર જેને તમીઝ ના હોય તેના ઉપર પણ નમાઝ ફર્ઝ નથી.
૪. નિયત
૫. નમાઝનો સમય થવો
૬. પાકી સફાઈ
૭. સંપૂર્ણ પાકી
૮. સતર : પરદો
૯. કિબલા તરફ ઉભા રહેવું

સ: ૨૧ નમાઝના કેટલા પિલર છે?

જ: નમાઝના ચાર પિલર છે, જે નીચે વર્ણન કરવામાં આવે છે.
પહેલું :
કિયામ : ઉભા રહેવું
તકબીરે ઉલા : પ્રથમ તકબીર અને તે "અલ્લાહુ અકબર"
સૂરે ફાતિહા પઢવી
રૂકુઅ કરવો : ઘૂંટણ પર ટેક લગાવી, કમર સીધી રાખી અને તેના બરાબર માથાનો ભાગ હોવો જોઈએ.
ઉભા થવું
મધ્યસ્થ ઉભા રહેવું
સિજદો કરવો :
કપાળ જમીન પર ટેકવું તેમજ નાક અને બન્ને પંજા અને બન્ને ઘૂંટણ સીજદાની જગ્યાએ બન્ની પગની આંગળીઓને ઉભી કરવી.
સિજદો કરી ઉભા થવું
બન્ને સિજદાની વચ્ચે બેસવું
અને સુન્નત એ કે ડાબા પગ ને ફેલાવી તેના પર બેસી જવું અને જમણા પગને ઉભો રાખવો અને આંગળીઓને કિબલા તરફ રાખવી.
દરેક રકઅત શાંતિપૂર્વક પઢવી.
છેલ્લે તશહ્હુદ
અને તેની બેઠક.
બે સલામ , અને તે બે વાર કહેવામાં આવે છે, "السَّلام عليكم ورحمة الله" અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.
ઉપરોકત વર્ણન કરવામાં આવેલ અરકાનની તરતીબ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, ઉદાહારણ તરીકે કોઈ વ્યક્તિ રૂકુઅ પહેલા જાણી જોઇને સિજદો કરી લે, તો તેની નમાઝ બાતેલ ગણવામાં આવશે, અથવા તો તેણે ભૂલ કરી તેમ માનવામાં આવશે, તેણે ફરીવાર નમાઝ પઢી અને પહેલા રૂકુઅ અને પછી સિજદો કરવો જરૂરી રહેશે.

સ : ૨૨ નમાઝનાં વાજિબ કાર્યો જણાવો ?

જ: નમાઝનાં વાજિબ કાર્યો, તે આઠ છે, જે નીચે પ્રમાણે છે:
૧. પ્રથમ તકબીરે તહરીમા સિવાયની અન્ય તકબીરો
૨. «سمع الله لمن حمده» સમિઅલ્લાહુ લિમન હમિદહ ઈમામ અને જો કોઈ એકલો વ્યક્તિ નમાઝ પઢતો હોય તે બન્ને માટે કહેવું જરૂરી છે.
૩. ربنا ولك الحمد રબ્બના વલકલ્ હમ્દ કહેવું
૪. سبحان ربي العظيم» રૂકુઅમાં એક વખત સુબ્હાન રબ્બિયલ્ અઝીમ કહેવું
૫ . سبحان ربي الأعلى»સિજદામાં એક વખત સુબ્હાન રબ્બિયલ્ અઅલા કહેવું
૬. બન્ને સિજદાની વચ્ચે રબ્બિગ્ ફિર્ લી કહેવું
૭. પ્રથમ તશહ્હુદ
૮. પ્રથમ તશહ્હુદમાં બેસવું

સ: ૨૩ નમાઝની સુન્નતો વિશે જણાવો ?

જ: નમાઝમાં અગિયાર સુન્નતો છે, જે નીચે પ્રમાણે છે:
૧. તકબીરે તહરીમા પછી આ દુઆ પઢવી سبحانك اللهم وبحمدك، وتبارك اسمك، وتَعَالَىٰ جدك، ولا إله غيرك" સુબ્હાનકલ્લાહુમ્મ વ્ બિહમ્દિક, વ તબારકસ્મુક, વ્ તઆલા જદ્દુક, વલા ઇલાહ ગય્રૃક અને આ દુઆ દુઆઉલ્ ઇસ્તિફતાહના નામથી ઓળખાય છે.
૨. અત્ત તઅવ્વુઝ : અર્થાત અઉઝુબિલ્લાહિ પઢવું.
૩. અલ્લ બસ્મલતિ : બિસ્મિલ્લાહ પઢવું
૪. આમીન કહેવું
૫. સૂરે ફાતિહા પઢયા પછી બીજી કોઈ સૂરત પઢવી.
૬. ઈમામનું ઊચા અવાજે કિરઅત કરવી.
૭. તહમીદ પછી આ દુઆ પઢવી: "ملء السَّمٰوات، وملء الأرض، وملء ما شئت من شيء بعد".
૮. રૂકુઅમાં તસ્બીહ એક વખતથી વધારે વાર પઢવી, અથવા બીજી ત્રીજા તસ્બીહ પઢવી. અને વધુ પણ પઢી શકો છો.
૯. સિજદામાં તસ્બીહ એક વખતથી વધારે વાર પઢવી,
૧૦.બન્ને સિજદાની વચ્ચે એક વખત આ દુઆ પઢવી, રબ્બિગ્ ફિરલી.
૧૧. છેલ્લી તશહ્હુદ ની બેઠકમાં આપ પર અને આપના ખાનદાનનાં લોકો પર દરૂદ પઢવું અને તેમના માટે બરકત ની દુઆઓ કરવી, અને ત્યારપછી દુઆઓ કરવી.
ચોથું :
કરવાની સુન્નતો : જેને અલ્ હયઆતિ નામ આપવામાં આવે છે:
૧. પ્રથમ તકબીર સાથે રફઉલ્ યદેન કરવું.
૨. રૂકુઅ કરતી વખતે રફઉલ્ યદેન કરવું.
૩. જ્યારે રૂકુઅ થી ઉઠીએ ત્યારે રફઉલ્ યદેન કરવું.
૪. ત્યારપછી બન્ને હાથને નીચે દેવું જોઈએ,
૫. જમણા હાથને ડાબી હાથ પર મૂકવા
૬. નજર સિજદાની જગ્યા પર હોવી જોઈએ.
૭. બન્ને પગને સહેજ ફેલાવીને ઉભા રહેવું
૮. બન્ને હાથોના પંજા વડે મજબૂતી સાથે ઘૂટણને પકડી લેવા, હાથની આગળીઓને ફેલાવીને રાખવી, પીઠ સીધી રાખવી અને માથું બરાબર ઝુકેલું હોવું જોઈએ.
૯. સિજદો કરવાના અંગોને ઝમીન પર રાખવા, અને તેને સિજદાની જગ્યા પર ભેગા રાખવા.
૧૦. બન્ને બાજુઓને (બગલાના ભાગથી) ખુલ્લા રાખવા, પેટને રાનના ભાગથી અલગ રાખવુ, રાનના ભાગને પીંડલીના ભાગથી અલગ રાખવુ, બન્ને ઘૂંટણને અલગ રાખવા, બન્ને પગને (કદમને) ઉભા રાખવા, બન્ને હાથોનાં પંજાને ઝમીન પર અલગ અલગ રાખવા, અને બન્ને હાથને ખભાના ભાગ બરાબર રાખવા, આંગળીઓને ફેલાવીને રાખવી
૧૧. બે સિજદા વચ્ચે, પ્રથમ તશહહુદમાં અને તવર્રુકની એક ખાસ બેઠક
૧૨. બન્ને હાથોને બન્ને રાન પર ફેલાવીને મૂકી દેવા, બન્ને સિજદા વચ્ચે આંગળીઓને ભેગી રાખવી, અને તશહહુદની બેઠકમાં પણ આ પ્રમાણે જ થશે, ફક્ત જમણા હાથની છેલ્લી બન્ને આંગળીઓને મુકેલી રાખવી, અને વચ્ચે વાળી આંગળી તેમજ અંગુઠા વડે ગોળ સર્કલ બનાવવું, અને શહાદતની આંગળી વડે અલ્લાહના ઝિકર વખતે ઈશારો કરવો.
૧૩. જમણી અને ડાબી બાજુ સલામ ફેરવવું.

સ.૨૪ નમાઝને કેટલી વસ્તુઓ બાતેલ કરી નાખે છે?

૧. કોઈ પણ રુકનને અથવા નમાઝની શરતો માંથી કોઈ શરત છોડી દેવી.
૨. જાણી જોઈને વાતચીત કરવી
૩. ખાવું પીવું
૪. સતત કોઈ વ્યર્થ હરકત કરતા રહેવું.
૫. જાણી જોઈને નમાઝના વાજિબ કાર્યોને છોડવાથી

સ : ૨૫ એક મુસલમાન નમાઝ કઈ રીતે પઢશે?

જ. નમાઝ પઢવાની સંપૂર્ણ રીત :
૧. સંપૂર્ણ શરીરને કીબ્લા તરફ કરવું, આમ તેમ ફર્યા વગર.
૨. જે નમાઝ પઢી રહ્યા હોય તેની નિયત દિલમાં કરવી, નિયત જબાન વડે ન કરવી જોઈએ
૩. પછી પ્રથમ તકબીર જેને તકબીરે તહરિમા કહે છે, અલ્લાહુ અકબર કહેવું જોઈએ, અને પોતાના હાથ ખભા સુધી ઉંચા ઉઠાવવા જોઈએ.
૪. પછી જમણા હાથની હથેળીને ડાબા હાથની હથેળી પર છાતી પર મુકવા
૫. પછી દુઆએ ઇસ્તિફતાહ પઢવી જોઈએ. «હે અલ્લાહ ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરાથી ધોઈ નાખ».
અથવા તો આ દુઆ પણ પઢી શકાય છે:
«હે અલ્લાહ તું પાક છે અને દરેક પ્રકારના વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું બુઝુર્ગ અને ઉંચ્ચ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી»
૬. પછી તઅવવુઝ્ પઢવું જોઈએ. અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનિર્ રજીમ ૭. પછી બિસ્મિલ્લાહ પઢી સૂરે ફાતિહા પઢવી જોઈએ. (શરૂ કરું છું અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને મહેરબાન છે. ૧ દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. ૨ (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). ૩ બદલાના દિવસ (કયામત) નો માલિક છે. ૪ અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. ૫ અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. ૬ તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. ૭) [સૂરે અલ્ ફાતિહા: ૧-૭].
ત્યારપછી (આમીન) કહેવું અર્થાત્: હે અલ્લાહ તું કબૂલ કર.
૮. પછી કુરઆન મજીદ માંથી જે કઈ યાદ હોય તેની કિરાત કરવી, અને ફજરની નમાઝમાં કિરાત લાંબી કરવી.
૯. પછી રૂકુઅમાં જવું : અર્થાત પોતાની પીઠ અલ્લાહની મહાનતા સામે ઝુકાવી દેવી, અને રૂકુઅમાં અલ્લાહની મહાનતાનું વર્ણન કરવું, અને પછી ખભા સુધી હાથ ઉઠાવી રફઉલ્ યદેન કરવું.
અને સુન્નત તરીકો :
પોતાની પીઠ સીધી રાખવી, અને તેના બરાબર માથું હોવું જોઈએ, અને પોતાના બન્ને હાથ પોતાના ઘૂંટણ પર હોવા જોઈએ, અને આંગળીઓ અલગ હોવી જોઈએ.
૧૦. અને રૂકુઅમાં આ દુઆ ત્રણ વખત પઢવી જોઈએ : سبحان ربي العظيم અને જો હજુ વધુ પઢવાની ઈચ્છા હોય તો سبحانك اللهم وبحمدك، اللهم اغفر لي» પઢવું જોઈએ. અને એ સારી વાત છે.
૧૧. અને પછી આ દુઆ પઢતા રૂકુઅ માંથી માથું ઉઠાવવું જોઈએ, سمع الله لمن حمده અને ખભા સુધી હાથ ઉઠાવી રફઉલ્ યદેન કરવું જોઈએ, અને ઈમામની પાછળ ઉભેલા નમાઝીઓ سمع الله لمن حمده નહિ કહે પરંતુ તેના જવાબમાં તેઓ ربنا ولك الحمد કહેશે.
૧૨. પછી રૂકુઅ માંથી માથું ઉઠાવીને આ દુઆ પણ પઢવી જોઈએ.
ربنا ولك الحمد، ملء السماوات والأرض، وملء ما شئت من شيء بعد».
૧૩. પછી અલ્લાહુ અકબર કહી પહેલો સિજદો કરવો જોઈએ, અને સિજદો શરીરના સાત અંગો પર થવો જોઈએ, કપાળ, નાક, બન્ની હથેળીઓ, બન્ને ઘૂંટણ, પગનાં બન્ની પંજા, અને પોતાના બગલાના ભાગને બાજુઓથી અળગા રાખવા જોઈએ, અને પોતાના હાથ ઝ્મીના પપર ફેલાયેલા ન રાખવા જોઈએ, અમે પોતાની આગળીઓ કિબ્લા તરફ હોવી જોઈએ.
૧૪. અને સિજદામાં ત્રણ વખત આ દુઆ પઢવી જોઈએ, سبحان ربي الأعلى
જો હજુ વધુ પઢવાની ઈચ્છા હોય તો سبحانك اللهم وبحمدك، اللهم اغفر لي» પઢવું જોઈએ. અને એ સારી વાત છે.
૧૫. પછી અલ્લાહુ અકબર કહી સિજદાથી માથું ઉઠાવવું જોઈએ.
૧૬. પછી ડાબા પગ ઉપર બન્ને સિજદાની વચ્ચે બેસવું જોઈએ અને જમણા પગને ઉભા રાખાવ જોઈએ, અને જમણો હાથ પોતાની ડાબી ઘૂંટણ તરફ રાન પર મુકવા જોઈએ, અને છેલ્લી અને વચ્ચેની આગળીઓને ફેલાવી દેવી જોઈએ, અને શહાદતની આગળીથી દુઆનાં સમયે હરકત કરવી જોઈએ, અને વચ્ચેની આગળી તેમજ અગુઠાં વડે ગોરા સર્કલ બનાવી લેવું જોઈએ, અને ડાબો હાથને અને આગળીઓને ફેલાવી પોતાની ડાબી ઘૂંટણ તરફ રાન પર મુકવા જોઈએ,
૧૭. અને બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢવી જોઈએ, «رب اغفر لي، وارحمني، واهدني، وارزقني، واجبرني، وعافني».
૧૮. ફરી બીજો સિજદો પહેલા સિજદાની જેમ જ કરવો જોઈએ. તે જ દુઆ પઢવી જોઈએ, અને એવી જ રીતે કરવો જોઈએ. અને અલ્લાહુ અકબર કહી સિજદો કરવો જોઈએ.
૧૯. પછી અલ્લાહુ અકબર કહી બીજા સિજદા માંથી ઉભા થઇ જઈશું, અને બીજી રકઅત પઢીશું, જેવી રીતે પહેલી રકઅત પઢી, એવી જ રીતે બીજી રકઅત પણ પઢીશું, બીજી રકઅતમાં દુઆએ ઇસ્તિફતાહ પઢવામાં નહિ આવે.
પછી બીજી રકઅત પઢી લીધા પછી અલ્લાહુ અકબર કહી, જે પ્રમાણે બે સિજદાની વચ્ચે બેસવામાં આવે છે, એવી જ રીતે બીજી રકઅત પઢી લીધા પછી બેસવામાં આવશે.
૨૧. અને આ બેઠકમાં તશહહુદ પઢીશું, અને કહીશું. «التحيات لله والصلوات والطيبات، السلام عليك أيها النبي ورحمة الله وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين، أشهد أن لا إله إلا الله، وأشهد أن محمداً عبده ورسوله، اللهم صلِّ على محمد وعلى آل محمد، كما صليت على إبراهيم وعلى آل إبراهيم، إنك حميد مجيد، وبارك على محمد وعلى آل محمد، كما باركت على إبراهيم وعلى آل إبراهيم، إنك حميد مجيد. أعوذ بالله من عذاب جهنم، ومن عذاب القبر، ومن فتنة المحيا والممات، ومن فتنة المسيح الدجال»، અને પછી દુનિયા અને આખિરતની ભલાઈ માટે દુઆ કરીશું.
૨૨. પછી અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ કહીને જમણી બાજુ સલામ ફેરવીશું, અને એવી જ રીતે ડાબી બાજુ પણ.
૨૩. અને જ્યારે ત્રીજી તેમજ ચોથી રકઅત પઢતા હોય તો પહેલા તશહહુદમાં ફક્ત આટલું જ પઢી રુકી જઈશું,
૨૪. પછી અલ્લાહુ અકબર કહી ખભા સુધી હાથ ઉઠાવી ત્રીજી રકઅત માટે ઉભા થઈશું
૨૫. પછી ત્રીજી અને ચોથી રકઅત પહેલી રકઅતની જેમ જ પઢીશું, પરંતુ ફક્ત સૂરે ફાતિહા જ પઢીશું.
૨૬. પછી તવર્રુકની બેઠકમાં બેસીશું, પછી જમણા પગને ઉભો કરી, અને જમણા પિંડલીના ભાગથી ડાબો પગ બહાર કાઢીશું, અને નીચે ઝમીન પર બેસવામાં આવશે, અને પહેલા તશહહુદની જેમ જ હાથ રાન પર મુકીશું.
૨૭. અને પછી સંપૂર્ણ તશહહુદની દુઆઓ પઢીશું.
૨૮. અને પછી અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ કહી જમણી બાજુ સલામ ફેરવીશું અને એ પ્રમાણે જ ડાબી બાજુ ફેરવીશું.

સ: ૨૬ નમાઝમાં સલામ ફેરવી લીધા પછી ક્યાં ઝિકર પઢવા જોઈએ?

أَسْـتَغْفِرُ الله» ત્રણ વખત
- «اللّهُـمَّ أَنْـتَ السَّلامُ، وَمِـنْكَ السَّلام، تَبارَكْتَ يا ذا الجَـلالِ وَالإِكْـرام».
- «હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું, (ત્રણ વખત) હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને સલામતી તારા થી જ છે, હે બુઝુર્ગ અને ઇઝ્ઝતવાળા ! તું ઘણો જ બરકતવાળો છે».
- «અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી,તે એકલો છે,તેનો કોઈ ભાગીદાર નથી,તેની જ બાદશાહી છે,અને તેના માટે જ પ્રશંસા છે,અને તે જ દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે, અલ્લાહ ની મદદ સિવાય કોઈ વસ્તુ થી બચવાની ક્ષમતા નથી અને ન તો કોઈ વસ્તુ કરવાની તાકાત છે,અલ્લાહ નાં સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી,તેના માટે જ નેઅમતો છે,અને તેના માટે જ ફઝલ છે,અને તેના માટે જ બધી પ્રશંસા છે,અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી,અમે અમારી ઈબાદત તેના માટે જ ખાલિસ કરવા વાળા છે,ભલે કાફિરોને ખરાબ લાગે.».
سُـبْحانَ اللهِ ત્રેતીસ વખત
لحَمْـدُ لله ત્રેતીસ વખત
અલ્લાહુ અકબર ત્રેતીસ વખત
અને પછી સો ની ગણતરી પૂરી કરવામાં આ દુઆ પઢવી જોઈએ «અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».
અને સૂરે ઇખ્લાસ અને મુઅવ્વઝતેન (સૂરે ફલક અને સૂરે નાસ) ફજર અને મગરિબની નમાઝ પછી ત્રણ વખત અને બીજી ફર્ઝ નમાઝ પછી એક એક વખત પઢવી જોઈએ.
અને એક વખત આયતુલ્ કુર્સી પઢવી જોઈએ.

સ. ૨૭ સુનને રવાતિબ શું છે અને તેની ફઝીલત વિષે જણાવો ?

જ. ફજર પહેલા બે રકઅત
ઝોહર પહેલા ચાર રકઅત
ઝોહર પછી બે રકઅત
મગરિબ પછી બે રકઅત
ઇશા પછી બે રકઅત
તેને મહત્વતા વિશે, આપ ﷺ કહ્યું : જે વ્યક્તિ દિવસ અને રાતમાં બાર સુન્નત નમાઝ પઢશે તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં એક ઘર બનાવશે. આ હદીષને ઈમામ મુસ્લિમ અને અહમદ અને અન્ય હદીષની કિતાબોમાં રીવાયત કરવામાં આવી છે.

સ. ૨૮ અઠવાડિયામાં સૌથી મહત્વનો દિવસ કયો છે?

જ. શુક્રવારનો દિવસ આપ ﷺ એ કહ્યું : તમારા દિવસોમાં સૌથી વધારે મહત્વનો દિવસ શુક્રવારનો દિવસ છે, તે જ દિવસે આદમને પેદા કરવામાં આવ્યા, તે જ દિવસે તેમનું મૃત્યુ થયું અને તે જ દિવસે સૂરમાં ફૂકવામાં આવશે, તે જ દિવસે તમને બેહોશ કરવામાં આવશે, તમે વધારે મારાં પર દરૂદ પઢતા રહો એટલા માટે કે તમારૂ દરૂદ મારિ સ્મ્ક્ષ હાજર કરવામાં આવે છે. કહ્યું હે અલ્લાહના રસૂલ ﷺ ! તમારી સમક્ષ કઈ રીતે દરૂદ હાજર કરવામાં આવે છે, જ્યારે કે તમે માટી બની ગયા હશો? આપ ﷺ એ કહ્યું : નિશંક અલ્લાહ તઆલાએ પયગબંરોનાં શરીરને માટી પર હરામ કર્યું છે. આ હદીષને અબૂ દાવૂદ વગેરે હદીષની કિતાબોમાં વર્ણન કરવામાં આવી છે.

સ. ૨૯ શુક્રવારની નમાઝનો હુકમ શું છે ?

જ. ફર્ઝ છે, જરૂરી છે, દરેક બાલીગ, બુદ્ધિશાળી અને રહેવાસી પર.
અલ્લાહ તઆલા કહે છે. હે ઈમાનવાળાઓ ! શુક્રવારનાં દિવસે જ્યારે નમાઝ માટે અઝાન કહેવામાં આવે તો અલ્લાહના ઝિકર તરફ દોડીને આવો, અને લે-વેચ કરવાનું છોડું દો, જો તમે સમજતા હોવ તો આ જ વાત તમારા માટે ઉત્તમ છે. સૂરે જુમ્અહ : ૯

સ ૩૦. શુક્રવારની નમાઝની કેટલી રકઅત છે ?

જ. શુક્રવારની નમાઝની બે રકઅત ફર્ઝ છે, જેમાં ઈમામ બુલંદ અવાજથી કિરાઅત કરે છે, તે પહેલા બે ખુત્બા કરવામાં આવે છે,

સ. ૩૧ શું શુક્રવારની નમાઝ છોડવી જાઈઝ છે?

જ. કોઈ શરઈ કારણ વગર શુક્રવારની નમાઝ છોડવી જાઈઝ નથી, આપ ﷺની એક હદીષ આ વિશે જાણવા મળે છે, જેમાં આપ ﷺ કહે છે: જે વ્યક્તિ આળસ કરતા ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે. આ હદીષને અબૂ દાવૂદ વગેરે હદીષની કિતાબોમાં વર્ણન કરવામાં આવી છે.

સ. ૩૨ શુક્રવારના દિવસની સુન્નતો જણાવો?

જ.
૧. સ્નાન કરવું
૨. ખુશ્બુ લગાવવી
૩. સારા કપડા પહેરવા
૪. મસ્જિદ તરફ અલ્લાહુ અકબર કહી જવું
૫. વધારેમાં વધારે આપ ﷺ પર દરૂદ પઢવું
૬. સૂરે કહ્ફ પઢવી.
૭. મસ્જિદ તરફ ચાલતા જવું
૮. દુઆ કબુલ થવાનો જે સમય છે, તે સમય શોધવાનો પ્રયત્ન કરવો.

સ. ૩૩ જમાઅત સાથે નમાઝ પઢવાની મહત્વતા વર્ણન કરો?

જ. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. કહે છે રસૂલ ﷺ એ કહ્યું : જમાઅત સાથે પઢનારની નમાઝનો સવાબ એકલા નમાઝ પઢનારનાં સવાબ કરતા ૨૭ ગણો વધારે સવાબ મળે છે. આ હદીષને મુસ્લિમ શરીફે રીવાયત કરી છે.

સ. ૩૪ નમાઝમાં ખુશુઅ નો અર્થ જણાવો?

જ. દિલની હાજરી સાથે નમાઝ પઢવી તેમજ શાંતિપૂર્વક નમાઝ અદા કરવી
અલ્લાહ તઆલા કહે છે. ઈમાનવાળાઓ સફળ થઇ ગયા. જેઓ પોતાની નમાઝ દિલનીએ આજીજી સાથે પઢે છે. સૂરે મુઅમિનૂન : ૧-૨

સ. ૩૫ ઝકાતની વ્યાખ્યા શું છે?

જ. માલમાં જરૂરી હક, જે ચોક્કસ સમયે એક ખાસ જૂથ તરફથી કાઢવામાં આવે છે.
અને તે ઇસ્લામના અગત્યના પાંચ પિલર માંથી એક છે, જરૂરી સદકો જે સમાજના માલદાર તબક્કા પાસેથી ઉઘરાવી ત્યાના ફકીર તબક્કાને આપવામાં આવે છે.
અલ્લાહ તઆલા કહે છે. અને ઝકાત આપતા રહો. સૂરે બકરહ : ૪૩

સ. ૩૬ મુસ્તહબ સદકા ક્યા છે ?

જ. ઝકાત વગર કાઢવામાં આવતી રકમને કહે છે, ઉદાહરણ તરીકે કોઈ પણ ભલાઈના કાર્યમાં સદકો આપવો, જે તે સમયમાં ઈચ્છા થયા આપી શકો છો.
અલ્લાહ તઆલા કહે છે. અને અલ્લાહનાં માર્ગમાં ખર્ચ કરતા રહો. સૂરે બકરહ : ૧૯૫

સ. ૩૭ સિયામ (રોઝાની)વ્યાખ્યા જણાવો ?

જ. નિયત કરી ફજરની નમાઝથી લઈ સૂર્યાસ્ત સુધી ખાવા પીવાથી અલ્લાહ માટે રૂકી જવું, આ ઈબાદતને સિયામ કહે છે, તેના બે પ્રકાર છે.
વાજિબ સિયામ :
જેવું કે રમઝાનના ફર્ઝ રોઝા, અને આ ઇસ્લામના પિલર માંથી એક છે.
અલ્લાહ તઆલા કહે છે. હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ. સૂરે બકરહ : ૧૮૩
અને એવા રોઝા જે વાજિબ નથી, ઉદાહરણ તરીકે અઠવાડિયામાં સોમવાર અને ગુરુવારનો રોઝો, દર મહિને અય્યામે બીઝ અર્થાત ઇસ્લામિક કેલેન્ડરની (૧૩,૧૪,૧૫) તારીખનાં ત્રણ રોઝા.

સ. ૩૮ રમઝાનના રોઝાની મહત્વતા વર્ણન કરો?

જ. અબૂ હુરેરહ રઝી. રિવાયત કરી કે રસૂલ ﷺ એ કહ્યું જે વ્યક્તિએ ઈમાન અને સવાબની આશા રાખતા રમઝાનના રોઝા રાખ્યા તેના ભૂતકાળના ગુનાહ માફ કરી દેવામાં આવે છે. બુખારી અને મુસ્લિમ

સ. ૩૯ નફીલ રોઝાની મહત્વતા જણાવો ?

અબૂ સઈદ ખુદરિ રઝી. વર્ણન કરે છે કે આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિએ પણ અલ્લાહના માર્ગમાં એક દિવસનો રોઝો રાખ્યો તેના બદલામાં અલ્લાહ તઆલા તેને જહન્નમતથી સિત્તેરવર્ષની દૂરી પર કરી દે છે. બુખારી/ મુસ્લિમ
સબઈન ખરીફન નો અર્થ થાય છે, સિત્તેર વર્ષ

સ. ૪૦ જે વસ્તુઓના કારણે રોઝો વ્યર્થ થઇ જાય, એવા કેટલાક કારણો જણાવો ?

જ. જાણી જોઇને ખાવા પીવાથી
૨. જાણીજોઇને ઉલ્ટી કરવાથી
૩. ઇસ્લામથી ફરી જવું

સ. ૪૧ રોઝાની સુન્નતો જણાવો ?

જ. ૧. ઇફ્તારીમાં ઉતાવળ કરવી.
૨. સહેરી ખાવી અને તેમાં વિલંબ કરવી.
૩. વધુમાં વધુ ભલાઈ અને ઈબાદતનાં કાર્ય કરવા
૪. જે ગાળો આપે તેને કહેવું કે હું રોઝાથી છું.
૫. ઇફતારીનાં સમયે દુઆ કરવી
૬. ખજુર વડે ઇફતારી કરવી, જો ખજુર ન મળે તો પાણી વડે ઇફતારી કરવી.

સ. ૪૨ હજની વ્યાખ્યા જણાવો ?

જ. હજ : ચોક્કસ સમયમાં બેતુલ્લાહ તરફ જઈ અલ્લાહ માટે ખાસ અમલ કરવાને હજ કહે છે
અલ્લાહ તઆલા કહે છે અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે. સૂરે આલિ ઇમરાન : ૯૭

સ. ૪૩ હજના અરકાન (મહત્વના કાર્યો) જણાવો ?

જ. ૧. એહરામ
૨. અરફામાં ઠહેરવું
૩, તવાફે ઇફાઝા
૪. સફા અને મરવાહ વચ્ચે સઈ

સ: ૪૪ હજની મહત્વતા દર્શાવો ?

જ. આવું હુરેરહ રઝી. કહે છે કે મેં આપ ﷺ ને કહેતા સાભળ્યા કે : જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખાતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે જેવું કે માતાના પેટ માંથી નીકળ્યો હોય. આ હદીષને બુખારી અને હદીષની બીજી કિતાબોમાં રિવાયત કરી છે
જે દિવસે તેની માતા તેને જન્મ આપે, તે દિવસની માફક, અર્થાત ગુનાહ કર્યા વગર.

સ. ૪૫ : ઉમરહની વ્યાખ્યા કરો ?

જ. ઉમરહ : કોઈ પણ સમયે અલ્લાહ માટે બેતુલ્લાહ જઈ કરવામાં આવતા ખાસ અમલ અને ઈબાદત.

સ. ઉમરહનાં રુકન કેટલા છે ?

જ. ૧. એહરામ
૨. બેતુલ્લાહનો તવાફ
૩. સફા અને મરવાહ વચ્ચે સઈ (દોડવું)

સ. ૪૭: જિહાદ ફી સબીલિલ્લાહ કોને કહે છે?

જ. ઇસ્લામનાં પ્રચાર પ્રસારણ માટે કરવામાં આવતી મહેનત, પોતાનો અને પોતાના ઘરવાળાઓ માટે જરૂરત પડવા પર કરવામાં આવતી મહેનત, અને ઇસ્લામના દુશ્મનો અને તેમના ઘરવાળાઓ સાથે કતલ.
અલ્લાહ તઆલા કહે છે:
નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ. સૂરે તોબા : ૪૧

નબી ﷺ નાં જીવનચરિત્ર વિશે32

સ. આપણા નબી મુહમ્મદ ﷺ નાં નસબ વિશિ જણાવો ?

જ. અબ્દુલ્લાહનાં દીકરા મુહમ્મદ, અબ્દુલ્ મુત્તલિબનાં દીકરા અબ્દુલ્લાહ, હાશિમના દીકરા અબ્દુલ્ મુત્તલિબ અને હાશિમ ખાનદાન કુરેશનાં ખાનદાન માંથી છે અને કુરેશ અરબના ખાનદાન માંથી છે, અને અરબનાં લોકો ઈસ્માઈલનાં સંતાન માંથી છે, અને ઈસ્માઈલ ઇબ્રાહિમ નબીનાં દીકરા, આપણા વ્હાલા નબી પર લાખો કરોડો દરૂદ અને સલામ.

સ. ૨ આપ ﷺ નાં માતાનું નામ જણાવો ?

જ. આમિનહ બિન્તે વહબ

સ. ૩ આપ ﷺ ના પિતાનું મૃત્યુ ક્યારે થયું ?

જ. આપ ﷺ નાં પિતાનું મુત્યુ મદીના શહેરમાં થયું, તે સમયે આપ ﷺ માતાના પેટમાં હતા, અને આપનો જન્મ નહતો થયો.

સ. ૪ આપ ﷺ નો જન્મ ક્યારે થયો?

જ. હાથીનાં વર્ષમાં (એક એતીહાસિક દિવસ) રબીઉલ મહિનામાં સોમવારના દિવસે.

સ. ૫ આપ ﷺ નો જન્મ ક્યા શહેરમાં થયો?

જ. મક્કા શહેરમાં

સ. ૬ આપની માતા સિવાય આમને દૂધ પીવડાવનાર અને આપની દેખરેખ કરનાર કોણ હતા?

આપના પિતાની દાસી ઉમ્મે અયમન
આપના કાકાની દાસી, શોબિયહ
હલીમા સઅદિયા

સ. ૭ આપની માતાનું મૃત્યુ ક્યારે થયું?

જ. જ્યારે આપ ﷺ છ વર્ષના હતા ત્યારે આપની માતાનું મૃત્યુ થયું, અને આપની દેખરેખની જવાબદારી આપના દાદા અબ્દુલ મુત્તલિબે સંભાળી.

સ, ૮ આપﷺ નાં દાદા અબ્દુલ મુત્તલિબનાં મૃત્યુ પછી આપ ﷺ ના ઉછેરની જવાબદારી કોણે લીધી?

જ. આપﷺ નાં દાદા અબ્દુલ મુત્તલિબનું મૃત્યુનાં સમયે આપની ઉમર આઠ વર્ષની હતી અને પછી આપ ﷺ ના ઉછેરની જવાબદારી આપના કાકા અબૂ તાલિબે લીધી.

સ. ૯ આપ ﷺ એ આપના કાકા સાથે શામ શહેર તરફ સફર ક્યારે કર્યો ?

જ. જ્યારે આપ ﷺની ઉમર બાર વર્ષની હતી ત્યારે આપ ﷺએ આપના કાકા સાથે શામ તરફ સફર કર્યો.

સ. ૧૦ આપ ﷺ એ બીજો સફર ક્યારે કર્યો?

જ. આપ ﷺએ બીજો સફર ખદીજા રઝી.નો વેપારનો માલ લઈ ગયા અને ત્યારબાદ તે સફર પછી આપ ﷺએ તેમની સાથે લગ્ન કરી લીધા અને તે સમયે આપ ﷺની ઉમર પચીસ વર્ષની હતી.

સ. ૧૧ કુરેશના લોકોએ બીજી વાર કઅબાની સમારકામ ક્યારે કર્યું?

જ. જ્યારે આપ ﷺની ઉમર પાત્રીસ વર્ષની હતી ત્યારે કુરેશના લોકોએ કઅબાનું સમારકામ કર્યું.
આપ ﷺ એ તેમની વચ્ચે નિર્ણય કર્યો જ્યારે હજરે અસવદને તેની જગ્યા પર મુકવાની વારી આવી તો તે લોકો અંદરો અંદર વિવાદ કરવા લાગ્યા, આપ ﷺએ એક કપડું પાથર્યું અને તેમાં હજરે અસ્વદ મુકી દરેક કબીલાના સરદારને આદેશ આપ્યો કે તેના કિનારા પરથી તેને પકડો, ચાર કબીલાના સરદારોએ કિનારા પરથી પકડયું અને આપ ﷺએ તેની જગ્યા પર પોતાના હાથ વડે ઉઠાવી મૂકી દીધો.

સ. જ્યારે આપને નુબુવ્વ્વ્તની જવાબદારી સોપવામાં આવી ત્યારે આ ﷺની ઉમર કેટલી હતી? અને કોની તરફ આપ ﷺ પયગંબર બનાવી મોકલવામાં આવ્યા?

જ. ત્યારે આપ ﷺની ઉમર ચાળીસ વર્ષની હતી અને સમગ્ર માનવ તરફ આપ ﷺ ખુશખબર અને સચેત કરનાર બનાવી મોકલવામાં આવ્યા,

સ. ૧૩ વહીની શરૂઆત કેવી રીતે કરવામાં આવી?

જ. સાચા સપના દ્વારા, આપ ﷺ જે કઇ રાત્રે સપનામાં જોતા, સવારે આપ ﷺ એવું જ નજર આવતું.

સ. ૧૪ વહી પહેલા આપ ﷺની સ્થિતિ કેવી હતી અને પહેલી વહી ક્યાં ઉતારવામાં આવી?

જ. આપ ﷺ ગારે હીરામાં અલ્લાહ માટે ઈબાદત કરતા હતા અને ત્યાં જ ખોરાક લઇ જતા રહેતા હતા.
અને આપ ﷺ ગારમાં ઈબાદત કરી રહ્યા હતા અને ત્યાં જ પહેલી વહી ઉતારવામાં આવી.

સ. કુરઆન મજીદની કઈ આયત સૌ પ્રથમ ઉતારવામાં આવી?

જ. અલ્લાહ તઆલા કહે છે. પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ.૧. જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ.૨. તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે.૩. જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું.૪. જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો.૫. સૂરે અલક ૧-૫

સ. ૧૬ આપ ﷺ પર પહેલા ઈમાન લાવનારના નામ જણાવો?

જ. પુરૂષો માંથી : અબૂ બકર સિદ્દીક, ઓરતો માંથી : ખદિજા બિન્તે ખુવેલિદ, બાળકો માંથી : અલી બિન અબી તાલિબ, દાસ માંથી : ઝેદ બિન હારિષહ અને ગુલામો માંથી : બિલાલ હબશી અલ્લાહ તેમનાથી ખુશ થયો. વગેરે અન્ય સહાબાઓ પણ ઈમાન લાવ્યા.

સ. ૧૭ ઇસ્લામનો પ્રચાર કઈ રીતે શરૂ કર્યો?

જ. ત્રણ વર્ષ સુધી છુપી રીતે ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા, પછી આપ ﷺ એ જાહેરમાં ઇસ્લામ તરફ લોકોને બોલાવતા રહ્યા.

સ. ૧૮ આપ ﷺ એ જ્યારે જાહેરમાં ઇસ્લામનો પ્રચાર કરવાનું શરૂ કર્યું તો આપ ﷺ અને આપ ﷺ પર જે ઈમાન લાવ્યા છે, તેમની સ્થિતિ શું હતી?

મુશરિક લોકોએ આપ ﷺ અને મુસલમાનોને ઘણી તકલીફો આપી, અહી સુધી કે આપ ﷺ એ મોમીન લોકોને હબશહ તરફ હિજરત કરવાની પરવાનગી આપી,
અને દરેક મુશરિક લોકો ભેગા થઇ આપ ﷺ ને તકલીફ આપવાનું નક્કી કર્યું અને આપ ﷺ ને કતલ કરવાની યોજના કરતા રહ્યા, પરંતુ અલ્લાહએ આપની મદદ કરી અને આપ ﷺ નાં કાકા અબૂ તાલિબ ને આપના જવાબદાર બનાવી દીધા.

સ. ૧૯ પયગંબરીના દસ વર્ષ પૂરા થઇ ગયા પછી કોનું મૃત્યુ થયું?

જ. અબૂ તાલિબ અને આપ ﷺ ની પવિત્ર પત્ની ખદિજા રઝી.મૃત્યુ પામ્યા.

સ. ૨૦ ઇસરા અને મેઅરાજનો સફર ક્યારે થયો ?

જ. જ્યારે આપ ﷺ પચાસ વર્ષના હતા, અને પાંચ વખતની નમાઝ ફર્ઝ કરવામાં આવી.
અલ્ ઇસ્રા :
મસ્જીદે હરામથી લઈ મસ્જીદે અક્સા સુધી
મેઅરાજ : મસ્જીદે અક્સાથી લઇ આકાશમાં સિદરતુલ્ મુન્તહા સુધી.

સ. ૨૧ આપ ﷺ એ મક્કાની બહાર લોકોને કેવી રીતે બોલાવ્યા?

જ. તાઈફ્ના લોકોને બોલાવ્યા, અને હજના સમયે તેમજ મક્કાના બજારોમાં આપ ﷺ લોકોને બોલાવતા હતા, અહી સુધી કે મદીના શહેરથી અન્સારનાં લોકો આવ્યા તેઓ આપ ﷺ પર ઈમાન લાવ્યા અને તેઓએ આપ ﷺ ની મદદ કરવાનું વચન આપ્યું .

સ. ૨૨ આપ ﷺ મક્કામાં કેટલો સમય લોકોને ઇસ્લામ તરફ બોલાવતા રહ્યા?

જ. ૧૩ વર્ષ સુધી

સ. ૨૩ આપ ﷺ એ ક્યા હિજરત કરી?

જ. મક્કા થી મદીના શહેર તરફ

સ. ૨૪ મદીના શહેરમાં કેટલા વર્ષ રહ્યા?

જ. દસ વર્ષ

સ. ૨૫ મદીના શહેરમાં ઇસ્લામના ક્યા આદેશો ઉતારવામાં આવ્યા ?

જ. ઝકાત, રોઝા, હજ, જિહાદ અઝાન અને અન્ય આદેશો ઉતારવામાં આવ્યા.

સ. ૨૬ અગત્યના ગઝ્વાત (યુદ્વ)નાં નામ જણાવો ?

જ. ગઝવએ બદદ કુબ્રા
ગઝ્વએ અહદ
ગઝવએ અહ્ઝાબ
ગઝવએ ફતહે મક્કા

સ. ૨૭ કુરઆનની છેલ્લી આયત વિશે જણાવો ?

જ. અલ્લાહ કહે છે અને તે દિવસથી ડરો જે દિવસે તમે સૌ અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશો, અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું પુરેપુરો બદલો આપવામાં આવશે, અને તેમના પર જુલ્મ કરવામાં નહી આવે. સૂરે બકરહ ૨૮૧

સ. ૨૮ આપ ﷺ નું મૃત્યુ ક્યારે થયું અને તે સમયે આપ ﷺ ની ઉમર કેટલી હતી?

જ. રબિઉલ્ અવ્વલ મહિનામાં આપ ﷺ નું મૃત્યુ થયું, હિજરતના અગિયાર વર્ષે તે સમયે આપ ﷺ ની ઉમર ત્રેસઠ વર્ષની હતી.

સ. ૨૯ આપ ﷺ ની પવિત્ર પત્નીઓનાં નામ જણાવો ?

જ. ૧ ખદિજા બિન્તે ખુવેલિદ રઝી.
૨. સવદહ બિન્તે ઝમઅહ રઝી.
૩. આયશા બિન્તે અબી બકર રઝી.
૪. હફસહ બિન્તે ઉમર રઝી.
૫. ઝેનબ બિન્તે ખુઝેમહ રઝી.
૬. ઉમ્મે સલમા હિન્દ બિન્તે અબી ઉમેય્યહ રઝી.
૭. ઉમ્મે હબિબહ રમલહ બિન્તે અબી સુફયાન રઝી.
૮. જુવેરીય્હ બિન્તે અલ્ હારીશ રઝી.
૯. મેમુનહ બિન્તે અલ્ હારિશ રઝી.
૧૦. સફીય્યહ બિન્તે હુયેય રઝી.
૧૧. ઝેનબ બિન્તે જહશ રઝી.

આપ ﷺ ની સંતાન વિશે જણાવો?

જ. ત્રણ બાળકો
અલ્ કાસિમ, તે જ આપ ﷺનું ઉપનામ હતું
અને અબ્દુલ્લાહ
અને ઈબ્રાહીમ
છોકરીઓ :

ફાતિમા
રૂકિય્યહ
ઉમ્મે કુલષુમ
ઝેનબ
ઉપરોક્ત દરેક સંતાન ખદીજા રઝી. ના પેટથી હતા, સિવાય ઈબ્રાહીમના અને દરેક આપ ﷺના હયાતમાં જ મૃત્યુ પામ્યા સિવાય ફાતિમાના, તેમનું મૃત્યુ આપ ﷺના મૃત્યુ પામ્યાના છ મહિના પછી થયું.

સ. ૩૧ આપ ﷺના કેટલાક શરીરના ગુણોનું વર્ણન કરો.

જ. આપ ﷺ મધ્યમ હતા, ના તો બટકા અને ન તો લાંબા, પરંતુ બન્નેની વચ્ચે હતા, અને આપ ﷺ લાલાશ પડતા સફેદીના હતા, આપ ﷺની ગાઢ દાઢી હતી , બન્ને આંખો પહોળી હતી, ભરાવદાર ચહેરો, કાળા વાળ, બન્ને ખભા પહોળા હતા, સુગંધિત શરીરવાળા, અન્ય ઘણી શારીરિક ખૂબીઓનાં માલિક હતા.

સ. આપﷺએ કઈ વસ્તુ પર પોતાની કોમને છોડી ?

જ. આપ ﷺપોતાની ઉમ્મતને એક એવા સ્પષ્ટ અને પ્રકાશિત માર્ગ પર છોડ્યા છે, જેની રાત પણ દિવસની જેમ પ્રકાશિત છે, આ માર્ગથી ફક્ત નષ્ટ થનાર જ મોઢું ફેરવી શકે છે, દરેક ભલાઈના માર્ગ તરફ માર્ગદર્શન આપ્યું છે અને દરેક બુરાઈના માર્ગથી દુર રાખ્યા છે.

તફસીર વિભાગ17

સ. સૂરે ફાતિહા પઢો અને તેની તફસીર કરો?

જ. સૂરે ફાતિહા અને તેની તફસીર:
(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. ૨ (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે).* બદલાના દિવસ (કયામત) નો માલિક છે.* અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.* અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.* તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે.))[૧૫] (સૂરે ફાતિહા : ૧ થી ૭)
તફસીર
સૂરે ફાતિહાનું નામ એટલા માટે ફાતિહા પાડવામાં આવ્યું કે તેનાથી અલ્લાહની કિતાબની શરૂઆત થાય છે.
🎧 - ﴿بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
બિસ્મિલ્લાહથી કુરઆનની શરૂઆત કરવામાં આવે છે, બરકત રૂપે અલ્લાહનું નામ લઈ તેનું શરણ માગીએ છીએ.
(અલ્લાહુ) અર્થાત : સાચો મઅબૂદ, ઇલાહ, તે સિવાય તેનું અન્ય નામ નથી.
(અર્ રહમાન). અર્થાત ખૂબ જ રહમતવાળો, તેની રહેમતે દરેક વસ્તુને ઘેરાવમાં લઈ રાખી છે.
(અર્ રહીમ), મોમિનો માટે દયાળુ.
🎧 ૨. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બીલ આલમીન ૨. અર્થાત, દરેક પ્રકારના વખાણ અને કમાલ ફક્ત એક અલ્લાહ માટે જ છે.
🎧 3. (અર્ રહમાનિર્ રહીમ) (૩) અર્થાત ખૂબ જ રહમતવાળો, તેની રહેમતે દરેક વસ્તુને ઘેરાવમાં લઈ રાખી છે. અને મોમિનો માટે ખાસ રહેમતવાળો
🎧 4. (માલિકિ યવ્ મિદ્દિન) (૪) અર્થાત કયામતનો દિવસ
🎧 ઈય્યાકનઅબુદુ વઈય્યાકનસ્ તઈન (૫) અર્થાત અમે ફક્ત તારી જ બંદગી કરીએ છીએ અને ફક્ત તારી પાસે જ મદદ માગીએ છીએ.
🎧 ઈહ્દિનસ્ સિરોતલ્ મુસ્તકીમ (૬) અને તે ઇસ્લામ અને સુન્નત તરફ હિદાયતની દુઆ છે.
🎧 સિરોતલ્લઝીન અન્અમ્ત અલૈહિમ ગૈરિલ્ મગ્ઝુબિ અલૈહિમ વલઝ્ઝૉલીન (૭)}.
અર્થાત પયગંબરો અને તેમનું અનુસરણ કરનાર નેક બંદાઓનો માર્ગ. નસ્રાની અને યહૂદીનો માર્ગ.
અને સુન્નત એ છે કે આ સૂરહની આયત પઢયા પછી "આમીન" કહેવું જોઈએ, અર્થાત હે અલ્લાહ તું અમારી દુઆ કબૂલ કર.

સ. ૨ સૂરે ઝિલ્ઝાલ પઢો અને તેની તફસીર (સમજુતી) વર્ણન કરો?

જ. સૂરે ઝિલ્ઝાલ પઢો અને તેની તફસીર (સમજુતી) :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا 1
૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે. وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا 2
અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે. وَقَالَ الْإِنْسَانُ مَا لَهَا 3
માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે ? بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا
4
તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે. بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا 5
એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે. يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِيُرَوْا أَعْمَالَهُمْ 6
તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે. فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ 7
બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે. وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ 8
અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે. સૂરે ઝિલ્ઝાલ : ૧-૮
તફસીર (સમજુતી)
🎧 إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
જ્યારે સપૂર્ણ રીતે જમીન હલાવી દેવામાં આવશે, આવું કયામતના દિવસે થશે.
🎧 وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا
મૃતક અને અન્ય દરેક વસ્તુ જે તેની અંદર હશે, તે દરેકને જમીન કાઢી નાખશે.
🎧 وَقَالَ الْإِنْسَانُ مَا لَهَا
આશ્ચર્ય પામી માનવી કહેશે, આ જમીનને શું થઇ ગયું છે, તે હરકત કરી રહી છે, અને પરેશાન છે?
🎧 يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
તે મહાન દિવસે જમીન દરેક કાર્યોની ખબર આપશે, ભલેને તે કાર્ય ભલાઈ માંથી હોય કે બુરાઈ માંથી હોય
🎧 بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا
અલ્લાહ તઆલા તેને જાણતો હશે અને તેને આદેશ આપશે.
🎧 يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِيُرَوْا أَعْمَالَهُمْ
તે મહાન દિવસમાં, જે દિવસ જમીન હલાવી દેવામાં આવશે, લોકો જૂથ દર જૂથ બની હિસાબ લેવા માટે નીકળશે, જેથી તમે પોતાના તે અમલ જોઈ લો જે અમલ તમે દુનિયામાં કરતા હતા.
🎧 فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ 7
બસ ! જે વ્યક્તિએ નાની કીડી બરાબર પણ નેક અમલ કર્યો હશે તો તે તેને પોતાની સામે જોઈ લેશે.
🎧 وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
અને કણ બરાબર પણ બુરાઈ કરી હશે તો તે પણ તેની સામે જોઈ લેશો.

સ. ૩ સૂરે આદીયાત પઢો અને તેની તફસીર (સમજુતી) વર્ણન કરો?

જ. સૂરે આદીયાત અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿وَالْعَادِيَاتِ ضَبْحًا 1
કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય. فَالْمُورِيَاتِ قَدْحًا 2
પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે. فَالْمُغِيرَاتِ صُبْحًا 3
પછી વહેલી સવારે છાપા મારનારની કસમ ! فَأَثَرْنَ بِهِ نَقْعًا 4
૪) બસ ! તે વખતે ધુળ ઉડાવે છે. فَوَسَطْنَ بِهِ جَمْعًا 5
૫) પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે. إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ 6
૬) ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે. وَإِنَّهُ عَلَى ذَلِكَ لَشَهِيدٌ 7
૭) અને નિ:
સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે. وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ 8
૮) તે માલના મોંહમાં સખત પડ્યો છે. أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ 9
૯) શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે. وَحُصِّلَ مَا فِي الصُّدُورِ 10
૧૦) અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે. إِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَخَبِيرٌ 11﴾
૧૧) તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે. સૂરે આદિયાત : ૧-૧૧
સમજુતી :

🎧 وَالْعَادِيَاتِ ضَبْحًا 1
અલ્લાહ તે ઘોડાઓની કસમ ખાઈ રહ્યો છે, જે તેજ દોડતા હોય, અહી સુધી કે તેમના દોડતા વખતે એક તેજ અવાજ સંભળાતો હોય છે.
🎧 فَالْمُورِيَاتِ قَدْحًا તે અલાલાહ તે ઘોડાઓની કસમ ખાઈ રહ્યો છે, જેમની પોતાના ખળીઓ વડે ચિંગારી નીકળતી હોય જ્યારે તે કોઈ મજબુત પથ્થર સાથે ટકરાઈ જાય, તેના પર જોરથી તેના પગ પડવાના કારણે
🎧 فَالْمُغِيرَاتِ صُبْحًا અને તે ઘોડાઓની કસમ જે સવારના સમયે દુશ્મનો પર હુમલો કરે છે.
🎧 أَثَرْنَ بِهِ نَقْعًا તેમના તેજ દોડવાના કારણે ધૂળ ઉડતી હોય છે.
🎧 فَوَسَطْنَ بِهِ جَمْعًا તેથી તેઓએ તેમના ઘોડેસવારો સાથે દુશ્મનોના ટોળાની મધ્યસ્થી કરી.
🎧 إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ માનવી તે ભલાઈથી પોતાને રોકીને રાખે છે, જે ભલાઈ તેનો પાલનહાર તેનાથી ઈચ્છે છે.
🎧 وَإِنَّهُ عَلَى ذَلِكَ لَشَهِيدٌ અને તેનું ભલાઈથી દૂર રહેવું તેણે જાણી લેવું જોઈએ કે તેના પર એક સાક્ષી છે, તે તેની સ્પષ્ટતાનો ઇન્કાર નહિ કરી શકે.
🎧 وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ તે માલથી ઘણો પ્રેમ કરે છે, જેના કારણે તે કંજુસાઈ કરતો હોય છે.
🎧 أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ શું તે વ્યક્તિ જેને દુનિયાના જીવને ધોખો આપ્યો, તે જાણતો નથી કે જ્યારે મૃતકોને કબરોમાં અલ્લાહ તઆલા ઉઠાવશે અને તેમને જમીન માંથી હિસાબ અને બદલા માટે કાઢશે તો માનવી વિચારશે કે તે જે વિચારીને આવ્યો હતો મામલો તેના વિરુદ્ધ છે.
🎧 وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
અને દરેક વસ્તુ જાહેર થશે, જે તેના દિલમાં હતું અને જે તેનો અકીદો હતો અને તેના સિવાય પણ બધું જ જાહેર થશે.
🎧 إِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَخَبِيرٌ તેમનો પાલનહાર તે દિવસે બધું જ જાણતો રહેશે અને પોતાના બંદોની કોઈ પણ વસ્તુ તેનાથી છુપી નહિ હોય, અને ય્ર્મને પૂરેપૂરો બદલો આપશે.

સ. ૪ સૂરે કારીઅહ પઢો અને તેની તફસીર (સમજુતી) વર્ણન કરો?

જ. સૂરે કારીઅહ અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿الْقَارِعَةُ 1
૧) ખટખટાવી નાખનાર. مَا الْقَارِعَةُ 2
૨) શું છે તે ખટખટાવી નાખનાર. وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ 3
૩) તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે? يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ 4
૪) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે. وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ 5
૫) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે. فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ 6
૬) પછી જેના પલડું ભારે હશે. فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ 7
૭) તો તેઓ મનપસંદ જીવનમાં હશે. وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ 8
૮) અને જેનું પલડું હલકું હશે. فَأُمُّهُ هَاوِيَةٌ 9
૯) તેમનું ઠેકાણું હાવિયહ છે. وَمَا أَدْرَاكَ مَا هِيَهْ 10
૧૦) તમને શું ખબર કે તે શું છે ? نَارٌ حَامِيَةٌ 11
૧૧) ભડકે બળતી આગ (છે). સૂરે કારિઅહ ૧-૧૧
તફસીર :
સમજુતી
🎧 الْقَارِعَةُ : અર્થાત કયામત જેનાથી લોકોના દિલ કાંપી ઉઠશે, તેની મહાનતા અને ભયાનકતાના કારણે દિલ કાંપી ઉઠશે.
🎧 مَا الْقَارِعَةُ તે કયામત શું છે? જેનાથી લોકોના દિલ કાંપી ઉઠશે, તેની મહાનતા અને ભયાનકતાના કારણે દિલ કાંપી ઉઠશે.
🎧 وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ
અને તમે નથી જાણતા હે પયગંબર ! તે કયામત શું છે? જેનાથી લોકોના દિલ કાંપી ઉઠશે, તેની મહાનતા અને ભયાનકતાના કારણે
🎧 يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ તે દિવસે લોકોના દિલ ડરતા હશે, વિખરાયેલા પંતગિયાની જેમ થઇ જશે, વિવિધ જગ્યાઓ પર વિખેરાયેલા પડ્યા હશે
🎧 وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ અને પીંજાયેલા રૂ ની જેમ થઇ જશે, તેનું હરકત કરવું અને ચાલવું ખૂબ જ હળવું થઇ જશે.
🎧 فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ તે લોકો, જેમની નેકીઓ બુરાઈ કરતા વધારે હશે.
🎧 فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ તો તે સુખી જીવનમાં હશે, જન્નતમાં દરેક વસ્તુ તેમને મળશે.
🎧 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ અને જે લોકોની બુરાઈ તેમના નેક કાર્યો કરતા ઓછી હશે.
🎧 فَأُمُّهُ هَاوِيَةٌ કયામતના દિવસે તેમનું કાયમી ઠેકાણું જહન્નમ હશે.
🎧 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ અને તમે નથી જાણતા હે પયગંબર ! કે તે શું છે?
🎧 نَارٌ حَامِيَةٌ તે એક ભળકે બળતી આગ છે

સ: ૫ સૂરે તકાષુર પઢો અને તેની તફસીર કરો.

જ. સૂરે તકાષુર અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
أَلْهَاكُمُ التَّكَاثُرُ 1
વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે. حَتَّى زُرْتُمُ الْمَقَابِرَ 2
૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા. كَلَّا سَوْفَ تَعْلَمُونَ 3
૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો. ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ 4
૪) કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો. كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ 5
૫) કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા. لَتَرَوُنَّ الْجَحِيمَ 6
૬) યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો. ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ 7
૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો. ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ﴾
૮) ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે. સૂરે તાકાષુર : ૧-૮
તફસીર, સમજુતી :
🎧 أَلْهَاكُمُ التَّكَاثُرُ હે લોકો ! તમારી વ્યવસ્તા તેમજ તમારો માલ અને તમારા સંતાન પર અલ્લાહની ઇતાઅત વિરૂદ્વ ઈતરાવ્વું.
🎧 حَتَّى زُرْتُمُ الْمَقَابِرَ અહી સુધી કે તમે મૃત્યુ પામો અને કબરોમાં દાખલ થઇ જાવ.
🎧 كَلَّا سَوْفَ تَعْلَمُونَ આ પ્રમાણે તમારે અલ્લાહનાં અનુસરણ વિરૂદ્વ ઈતરાવવું ન જોઈએ, નજીક માંજ તમને તેનું પરિણામ ખબર પડી જશે.
🎧 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ નજીક માંજ તેનું પરિણામ તમે જાણી લેશો.
🎧 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ જો તમે ખરેખર જાણી લેતા કે તમારે અલ્લાહ તરફ પાછા ફરવાનું છે અને તે તમારા અમલનો બદલો જરૂર આપશે તો ક્યારેય આ પ્રમાણે પોતાનો માલ અને પોતાના સંતાન પર ન ઇતરાવતા.
🎧 لَتَرَوُنَّ الْجَحِيمَ અલ્લાહની કસમ ! કયામતના દિવસે જરૂર તમે જહન્નમ જોશો.
🎧 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ ફરી તમે જરૂર પોતાની નરી આખે જહન્નમ જોશો જેમાં કોઈ શંકા નથી.
🎧 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ﴾ અને પછી ત્યારે અલ્લાહ તઆલા જરૂર તમને તમને આપેલી નેઅમતો જેવી કે તંદુરસ્તી, માલદારી વગેરે વિશે સવાલ કરશે.

સ. ૬ સૂર અસ્ર પઢો અને તેને તફસીર વર્ણન કરો ?

જ. સૂરે અસ્ર અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
وَالْعَصْرِ ૧) જમાનાની કસમ ! إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ 2
૨) ખરેખર માનવી નુકસાનમાં છે. إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ 3﴾
૩) સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા. સૂરે અસ્ર ૧-૩
તફસીર :

🎧 وَالْعَصْرِ અલ્લાહ તઆલા જમાનાની કસમ ખાઈ રહ્યો છે.
🎧 إِنَّ الْإِنْسَانَ لَفِي خُسْرٍ અર્થાત દરેક માનવી નુકસાન અને નુક્સાનમાં છે.
🎧 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ સિવાય જે લોકો ઈમાન લાવ્યા, નેક અમલ કર્યા, અને તેની સાથે સાથે સત્ય તરફ બોલાવતા રહ્યા અને સબર કરવા પર જોર આપતા રહ્યા, તો આ લોકો સફળ અને નુકસાનમાં નથી.

સ. ૭ સૂરે હુમઝહ પઢો અને તેની તફસીર વર્ણન કરો?

જ : સૂરે હુમઝહ અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَة1
૧) દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે. الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ 2
૨) જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું. يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ 3
૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે. كَلَّا لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ 4
૪) કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે. وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ 5
૫) અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ? نَارُ اللَّهِ الْمُوقَدَةُ 6
૬) અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે. الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ 7
૭) જે હૃદયો પર ચઢતી જશે. إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ 8
૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે. فِي عَمَدٍ مُمَدَّدَةٍ 9
૯) મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે) સૂરે હુમઝહ : ૧-૯
તફસીર :

🎧 وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَةٍ વિનાશ અને ખૂબ જ સખત અઝાબની ચેતવણી તે દરેક વ્યક્તિ માટે જે લોકોની ગીબત કરતો હોય અને લોકોને મહેણાં ટોણાં મારતો હોય.
🎧 الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ જે વ્યક્તિને રૂપિયા ભેગા કરવાની ચિંતા હોય તેને બીજી કોઈ ચિંતા નથી હોતી.
🎧 يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ તે અનુમાન કરે છે કે જે માલ તેણે ભેગો કરીને રાખ્યો છે તે તેને મૌતથી બચાવી લેશે, અને તે હંમેશા માટે દુનિયામાં બાકી રહી જશે.
🎧 كَلَّا لَيُنْبَذَنَّ فِي الْحُطَمَةِ આવું નથી જેવું કે આ જાહિલ લોકો અનુમાન લગાવી રહ્યા છે, તે લોકોને એવી જહન્નમની આગમાં નાખવામાં આવશે, જે તેની ભયાનકતાનાં કારણે જેને પણ તેમાં નાખવામાં આવશે તેને ભષ્મ કરી દેશે અને તોડી નાખશે.
🎧 وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ અને તમે નથી જાણતા હે પયગંબર ! કે તે આગ કેવી હશે, જે કંઈ તેમાં નાખવામાં આવશે તેની દશા શું થશે?
🎧 نَارُ اللَّهِ الْمُوقَدَةُ તે અલ્લાહની તૈયાર કરેલી આગ છે,
🎧 الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ જે લોકોના શરીર થી લઈ તેમના દિલ સુધી પહોચી જશે.
🎧 إِنَّهَا عَلَيْهِمْ مُؤْصَدَةٌ જેને અઝાબ આપવામાં આવશે તેમના માટે તે બંધ કરી દેવામાં આવશે.
🎧 فِي عَمَدٍ مُمَدَّدَةٍ લાંબા સમય સુધી, જેથી તે લોકો બહાર ન આવી શકે.

સ. ૮ સૂરે ફીલ પઢો અને તેને તફસીર કરો?

જ. સૂરે ફીલ અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ
૧) શું તમેજોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ? أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ 2
૨) શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી ? وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ 3
૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા. تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ 4
૪) જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા. فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ 5
૫) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા. સૂરે ફીલ ૧-૫
તફસીર :

🎧 أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ શું તમે જાણતા નથી હે પયગંબર ! તમારા પાલનહારે અબરહા બાદશાહની અને તેના લશ્કરની તેમજ હાથીઓ વાળાઓની શું દશા કરી? જ્યારે કે તેઓ કઅબાને નષ્ટ કરવાના ઈરાદા સાથે આવ્યા
🎧 أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ કઅબાને નષ્ટ કરવાની તેમની નાપાક યુક્તિને અલ્લાહ તઆલાએ બેકાર કરી દીધી અને તે લોકોની ઈચ્છા હતી કે લોકોનું ધ્યાન કઅબા તરફથી હટી જાય, પરતું તે લોકો આવું ન કરી શક્યા.
🎧 وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ તેમના પર અબાબિલનાં જૂથનાં જૂથ મોકલ્યા.
🎧 تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ જેમની સાથે માટીથી બનેલી કાંકરા જેવા નાના નાના પથ્થર હતા, જે તેમના પર નાખતા હતા.
🎧 جَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ અલ્લાહ તઆલાએ તેમને તે ઘાસ જેવા કરી દીધા, જેને ઢોર અને પાલતું જાનવર ખાતા હોય છે.

સ. ૯ સૂરે કુરેશ પઢો અને તેની તફસીર કરો?

જ. સૂરે કુરેશ અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿لِإِيلَافِ قُرَيْش1૧) કારણકે કુરૈશના લોકો આદી હતા. إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ 2
૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા. فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ 3
૩) બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ. الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ 4﴾
૪) જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી. સૂરે કુરેશ : ૧-૪
તફસીર :

🎧 لِإِيلَافِ قُرَيْشٍ અર્થાત તેઓ ગરમી અને ઠંડીના મોસમમાં વેપાર માટે સફર કરવાના આદી બની ગયા છે.
🎧 إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ઠંડીના મોસમમાં યમન શહેર તરફ અને ગરમીના મૌસમમાં શામ શહેર તરફ.
🎧 فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ બસ ! તમે બૈતે હરામના એક અલ્લાહની ઈબાદત કરો, જે તમને સફરથી તમને ખુશ કરી દે છે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરવો.
🎧 الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ જેણે તમને ભૂખના સમયે ખવડાવ્યું અને ભયના સમયે શાંતિ ઉતારી, અરબના લોકોના દિલમાં બૈતે હરામની પ્રતિષ્ઠા અને ત્યાંના રહેવાસીઓની પ્રીતિષ્ઠતાના કારણે.

સ.૧૦ સૂરે માઉન પઢો અને તેની તફસીર કરો?

જ. સૂરે માઉન અને તેની તફસીર
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ 1
૧) શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ? فَذَلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ 2
૨) તે તો છે, જે અનાથને ધક્કા મારે છે, وَلَا يَحُضُّ عَلَى طَعَامِ الْمِسْكِينِ 3
૩) અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો. فَوَيْلٌ لِلْمُصَلِّينَ 4
૪) પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે. الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ 5
૫) જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે. الَّذِينَ هُمْ يُرَاءُونَ 6
૬) જેઓ દેખાડો કરે છે, وَيَمْنَعُونَ الْمَاعُونَ 7﴾
૭) અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે. સૂરે માઉન ૧-૭
તફસીર :

🎧 أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ શું તમે જાણો છો તે વ્યક્તિને જે બદલાનો દિવસ એટલે કે કયામતને જુઠલાવે છે?
🎧 فَذَلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ : તે જ વ્યક્તિ, જે અનાથને તેની જરૂરતના સમયે સખ્તી સાથે આપે છે.
🎧 وَلَا يَحُضُّ عَلَى طَعَامِ الْمِسْكِينِ :
અને તે પોતાને ખર્ચ કરવા બાબતે ઉભારતો નથી તેમજ લાચારોને ખાવાનું ખવડાવવા બાબતે પણ પ્રોત્સાહન નથી આપતો.
🎧 فَوَيْلٌ لِلْمُصَلِّينَ :
તેના માટે વિનાશ છે અને એવા નમાઝીઓ માટે અઝાબ છે.
🎧 الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ :
જેઓ પોતાની નમાઝને કોઈ પરવા નથી, તેઓને નમાઝના સમયનો ખ્યાલ નથી રહેતો અહી સુધી કે તે સમય પસાર થઇ જાય છે.
🎧 الَّذِينَ هُمْ يُرَاءُونَ :
તમે તેમને જોશો કે તેમની નમાઝોમાં તેમજ અન્ય દરેક અમલમાં તેમાં અલ્લાહ માટે ઇખ્લાસ નજર નહી આવે.
🎧 وَيَمْنَعُونَ الْمَاعُونَ :
બીજાને તે વસ્તુની મદદ કરવાથી રોકે છે, જે વસ્તુની મદદ કરવાથી કઈ નુકસાન નથી થતું.

સ : ૧૧ સૂરે કોષર પઢો અને તેની તફસીર કરો ?

જ. સૂરે કોષર અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ 1
૧) અમે તમને કૌષર આપ્યું છે. فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ 2
૨) બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો. إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ 3﴾

૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે. સૂરે કોષર : ૧-૩
તફસીર :

🎧 إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ : અમે તમને આપ્યું - હે પયગંબર ! ઘણી ભલાઈ અને તેમાંથી જન્નતમાં કોષર નામની નહેર.
🎧 فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ :
તો તમે આ નેઅમત પર અલ્લાહનો શુક્ર કરતા રહો, કે તમે ફક્ત તેના માટે નમાઝ પઢો અને કુરબાની કરો, તેની વિરૂદ્વ જેઓ મુશરીક લોકો પોતાના પૂજ્યોનાં નિકટતા માટે ઝબહ કરતા હોય છે.
🎧 إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ :
તારાથી તે વ્યક્તિ નફરત કરે છે, જે વ્યક્તિ દરેક પ્રકારની ભલાઈથી વંચિત કરી દેવામાં આવ્યો છે, અને જ્યારે તેનું નામ લેવામાં આવે છે, તો તેને ખરાબ નામથી જ લોકો યાદ કરતા હોય છે.

સ. ૧૩ સૂરે કાફીરૂન પઢો અને તેની તફસીર કરો ?

જ: સૂરે કાફીરૂન અને તેની તફસીર
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ 1
૧) તમે કહી દો કે હે કાફિરો ! لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ 2
૨) જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો. وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ 3
૩) અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું. وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ 4
૪) અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે. وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ 5
૫) અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું. لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ 6﴾
૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે. સૂરે કાફીરૂન : ૧-૬
તફસીર :

🎧 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ : કહો હે પયગંબર ! હે અલ્લાહ સાથે કુફ્ર કરવાવાળા !
🎧 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ : હું અત્યાર અને ભવિષ્યમાં ક્યારેય તમારા પુજ્યોની ઈબાદત કરવાવાળો નથી.
🎧 وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ :
અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો તેની જેની હું ઈબાદત કરું છું, અને તે એક અલ્લાહની.
🎧 وَلَا أَنَا عَابِدٌ مَا عَبَدْتُمْ અને હું તેની ઈબાદત કરવાવાળો છું તેની, જેની તમે ઈબાદત કરી રહ્યા છો.
🎧 وَلَا أَنْتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ :
અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો તેની જેની હું ઈબાદત કરું છું, અને તે એક અલ્લાહની.
🎧 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ :
તમારો તે દીન તમારા માટે, જેને તમે પોતે બનાવ્યો છે અને મારો તે દીન મારા માટે, જેને અલ્લાહ તઆલાએ સાચો બનાવી ઉતાર્યો છે.

સ: ૧૪ સૂરે નસ્ર પઢો અને તેની તફસીર કરો ?

જ : સૂરે નસ્ર અને તેની તફસીર
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ 1
૧) જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો. وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا 2
૨) અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે. فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا 3﴾

૩) તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે. સૂરે નસ્ર ૧-૩
તફસીર :

🎧 إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ : અને જ્યારે તમારા દીન માટે અલ્લાહની મદદ આવી ગઈ, હે પયગંબર ! અને તે નેઅમત પૂરી થઇ ગઈ, અને મક્કા વિજય થઇ ગયું.
🎧 وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا :
અને ત્યારબાદ જૂથના જુથ ઇસ્લામનો સ્વીકાર કરવા લાગ્યા.
🎧 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ إِنَّهُ كَانَ تَوَّابًا :
અને તમે જાણી લો કે પયગંબરીના જે મિશન સાથે તમને મોકલવામાં આવ્યા છે, તે પૂરું થવાની નજીક છે, માટે તમે પોતાના પાલનહારને તસ્બીહ કરતા રહો વિજય પર તેનો આભાર અને શુકર કરતા રહો, અને માફી માંગતા રહો, કારણકે તે પોતાના બંદાઓની તૌબા કબુલ કરવાવાળો છે, અને માફ કરવાવાળો છે.

સ: ૧૪ સૂરે મસદ પઢો અને તેની તફસીર કરો ?

જ : સૂરે મસદ અને તેની તફસીર
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ 1
૧) અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય. مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ 2
૨) ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી. سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ 3
૩) તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે. وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ 4
૪) અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે, فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ 5﴾
૫) તેના ગળામાં કાથીનું દોરડું હશે. સૂરે મસદ : ૧-૪
તફસીર ;
🎧 تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ :
આપ ﷺ ના કાકાનાં બન્ને હાથ તેમના કાર્યોના કારણે અલ્લાહએ નષ્ટ કર્યા, અબૂ લહબ બિન અબ્દુલ મુત્તલિબ, કારણકે તેઓ આપને તકલીફ આપી રહ્યા હતા, તેમનો પ્રયત્ન વ્યર્થ થઇ ગયો.
🎧 مَا أَغْنَى عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ :

તેના સંતાન અને તેનો માલ તેની કઈ મદદ ન કરી શક્યુ, તેના વડે પોતાનાથી અઝાબ દૂર ન કરી શક્યો અને ન તો અલ્લાહની રહમત લાવી ચુક્યા.
🎧 سَيَصْلَى نَارًا ذَاتَ لَهَبٍ :
નજીક માં જ તે કયામતના દિવસે એવી આગમાં દાખલ થશે, જે ચિંગારી વાળી હશે, તેની સખતીની ઉપમા આપી છે.
🎧 وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ :
અને તેની સાથે તેની પત્ની ઉમ્મે જમીલ પણ દાખલ થશે, જે આપ ﷺ નાં માર્ગ વચ્ચે કાંટા નાખી દેતી હતી.
🎧 فِي جِيدِهَا حَبْلٌ مِنْ مَسَدٍ :
તેના ગળામાં ઠોસ પટ્ટો હશે, જે તેને આગ સુધી ખેચી લાવશે.

સ: ૧૫ સૂરે ઇખ્લાસ પઢો અને તેની તફસીર કરો ?

જ. સૂરે ઇખ્લાસ અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿قُلْ هُوَ اللَّهُ أَحَدٌ 1
૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે. اللَّهُ الصَّمَدُ 2
૨) અલ્લાહ બેનિયાઝ છે. لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ 3
૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન. وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ 4﴾

૪) અને તેના બરાબર કોઈ નથી. સૂરે ઇખ્લાસ : ૧-૪
તફસીર :

🎧 قُلْ هُوَ اللَّهُ أَحَدٌ : કહો હે પયગંબર ! અલ્લાહ જ છે જે સાચો ઇલાહ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી.
🎧 للَّهُ الصَّمَدُ :
અર્થાત સર્જનીઓને જે જરૂરત હોય છે, તે તેને નથી પડતી.
🎧 لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ :
અને તેની કોઈ સંતાન છે અને ન તો તેનો કોઈ પિતા, તે પવિત્ર છે.
🎧 وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ :
તેના સર્જનમાં તેના જેવો કોઈ જ નથી.

સ: ૧૬ સૂરે ફલક પઢો અને તેની તફસીર વર્ણન કરો ?

જ: સૂરે ફલક અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ 1
૧) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું. مِنْ شَرِّ مَا خَلَقَ 2
૨) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી. وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ 3
૩) અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય. وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ 4
૪) અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ). وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ 5﴾
૫) અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે. સૂરે ફલક : ૧-૫
તફસીર :

🎧 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ : કહો હે પયગંબર ! હું સવારના પાલનહારની પનાહમાં આવું છે અને હું તેના શરણમાં આવું છું.
🎧 مِنْ شَرِّ مَا خَلَقَ :
સર્જનીઓ માંથી જે પણ તકલીફ પહોચાડે, તેના બુરાઈથી
🎧 وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ :
અને જે કઈ જંગલી જાનવર અને ચોરોની તકલીફથી, હું તારા શરણમાં આવ છું, જે રાતમાં પહોંચે છે.
🎧 وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ :
અને ગાંઠો બાંધી ફૂક મારનાર જાદુગરોની બુરાઈથી હું તારા શરણમાં આવું છું.
🎧 وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ :
લોકો માંથી મારા પ્રત્યે નફરત કરનાર અંને હસદ કરનારની બુરાઈથી, જ્યારે તે લોકો મને અલ્લાહએ આપેલ નેઅમતોને જોઇને હસદ કરે, તે લોકો ઈચ્છતા હોય કે તે નેઅમત ખત્મ થઇ જાય, અને તેમનાથી મને તકલીફ પહોચે.

સ: ૧૭ સૂરે નાસ પઢો અને તેની તફસીર કરો ?

જ: સૂરે નાસ અને તેની તફસીર :
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ
﴿قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ 1
૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું. مَلِكِ النَّاسِ 2
૨) જે લોકોનો બાદશાહ છે. إِلَهِ النَّاسِ 3
૩) જે લોકોનો મઅબૂદ છે. مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ 4
૪) તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે. الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ 5
૫) જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે. مِنَ الْجِنَّةِ وَالنَّاسِ 6﴾
૬) (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી. સૂરે નાસ : ૧-૬
તફસીર :

🎧 قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ : કહો ! હે પયગંબર ! હું લોકોના પાલનહારનાં શરણમાં આવું છું, અને તેની પાસે જ પનાહ માગું છું.
🎧 مَلِكِ النَّاسِ :
તે જેવી રીતે ઈચ્છે, વ્યવસ્થા કરે છે, તેના સિવાય બીજો કોઈ માલિક નથી.
🎧 إِلَهِ النَّاسِ :
તે જ સાચો મઅબૂદ છે. તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી.
🎧 مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ :
શેતાનની બુરાઈથી, જે લોકોના દિલમાં વસ્વસો નાખતો હોય છે.
🎧 الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ :
જે લોકોના દિલોમાં વસ્વસો નાખતો હોય છે.
🎧 مِنَ الْجِنَّةِ وَالنَّاسِ :
અર્થાત વસ્વસો નાખનાર જિન્નાતો માંથી પણ હોઈ શકે છે અને માનવીઓ માંથી પણ.

હદીષ વિભાગ14

સ: ૧ હદીષ પૂર્ણ કરો, «إنما الأعمال بالنيات ...»، અને તેના કેટલાક ફાયદા વર્ણન કરો?

જ : - ઉમર બિન ખત્તાબ કહે છે કે મેં નબીએ કરીમ ﷺને કહેતા સાંભળ્યા : "કાર્યોનો આધાર નીયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે.” આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. દરેક અમલ માટે નિયત કરવી જરૂરી છે, નમાઝ, રોઝા, હજ દરેક અમલ માટે નિયત કરવી જરૂરી છે.
૨. નિયત ફક્ત અલ્લાહ માટે જ કરવી જરૂરી છે.
બીજી હદીષ :

સ. ૨ હદીષ પૂર્ણ કરો من أحدث في أمرنا هذا અને હદીષથી મળતા ફાયદા વર્ણન કરો?

જ. ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે અબ્દુલ્લાહ આયશા રઝી. કહે છે કે રસૂલ ﷺ એ કહ્યું : જે કોઈ વ્યક્તિ દીન બાબતે કોઈ નવી વાત કહેશે, જે તેમાં નથી, તો તેની તે વાત માન્ય નહિ ગણાય. આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. દીનમાં નવી વાત કહેવી મનાઈ છે.
૨. અને એ કે દીનમાં કોઈ પણ નવું કાર્ય રદ છે, તે માન્ય ગણવામાં નહી આવે.
ત્રીજી હદીષ :

સ. ૨ હદીષ પૂર્ણ કરો (بينما نحن جلوس عند رسول الله ﷺ ...)، અને હદીષથી મળતા ફાયદા વર્ણન કરો?

60/1 - ઉમર બિન ખત્તાબ રિવાયત કરે છે કે એક દિવસે અમે આપﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા)પર સફરની નિશાનીઓ ન હતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપﷺના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાના હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી,(અર્થાત અત્યંત વિનમ્રતાથી બેસી ગયો) અને કહ્યું કે હે મુહમ્મદﷺ ! મને ઇસ્લામ વિશે જણાવો આપﷺ એ કહ્યું, ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહની હજ કરો, તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, અમને તેની આ વાત પર આશ્ચર્ય થયુ કે તે તેમને સવાલ પણ કરે છે અને જવાબની પુષ્ટિ પણ પોતે જ કરે છે, તેણે (ફરીથી) કહ્યું, મને ઈમાન વિશે જણાવો. આપﷺએ કહ્યું, ઈમાન એ છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની (અવતરિત) કિતાબો પર, તેના રસૂલો પર, આખિરતના દિવસ પર અને સારી અને ખરાબ તકદીર પર ઈમાન રાખો, તેણે ફરીથી કહ્યું કે તમે સાચું કહ્યું, પછી તેણે (ત્રીજો) સવાલ કર્યો, મને એહસાન વિશે જણાવો. આપﷺએ જવાબ આપ્યો કે એહસાન એ છે કે તમે અલ્લાહની એ રીતે ઇબાદત કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તમને જોઇ જ રહ્યો છે, તેણે કહ્યું કે મને કયામત વિશે જણાવો. (કે તે ક્યારે આવશે), આપ ﷺ એ જણાવ્યું કે આ વિશે જેને સવાલ કરવામાં આવ્યો છે તે આ સવાલ કરવાવાળા કરતા વધારે નથી જાણતો (અર્થાત હું આ વિશે નથી જાણતો), તેણે કહ્યું, (સારું) કયામતની મોટી મોટી નિશાનીઓનું વર્ણન કરો, આપﷺએ કહ્યું કે દાસી પોતાના માલિકને જન્મ આપશે અને એ કે તમે એવા લોકોને જોશો જેમના શરીર પર કપડાં, પગમાં ચપ્પલ અને ખાવા માટે ખોરાક નહિ હોય, (પરંતુ આવા ફકીરો પાસે એટલો માલ આવી જશે કે તેઓ) મકાન બનાવવામાં એકબીજા ઉપર ગર્વ કરશે, પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, (હદીષ રિવાયત કરનાર સહાબી-ઉમર કહે છે કે) હું ઘણી વાર સુધી (આપﷺ પાસે) ઊભો રહ્યો, આપ ﷺ એ મને પૂછ્યું, ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો? ઉમર રઝી.એ કહ્યું કે અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, કહ્યું કે આ જિબ્રઇલ હતા, જેઓ તમને દીન શીખવાડવા માટે આવ્યા હતા. (મુસ્લિમ) આ હદીષ મુસ્લિમમાં છે.
હદીષથી મળતા ફાયદા :

૧. ઇસ્લામના પાંચ રૂકનનું વર્ણન: અને તે આ પ્રમાણે છે.
ગવાહી આપવી કે અલાલાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે.
નમાઝ કાયમ કરવી
ઝકાત આપવી
રોઝા રાખવા
બૈતે હરામનો હજ કરવો
૨. ઈમાનનાં અરકાન વર્ણન કરવામાં આવ્યા છે અને તે આ પ્રમાણે છે.
અલ્લાહ પર ઈમાન
ફરિશ્તા પર ઈમાન
કિતાબો પર ઈમાન
રસૂલો પર ઈમાન
આખિરતનાં દિવસ પર ઈમાન
સારી અને ખરાબ તકદીર પર ઈમાન
૩. એહસાનનું વર્ણન : તે એક જ રુકન છે, એ કે તું અલ્લાહની ઈબાદત એવી રીતે કર કે જાણે કે તું તેને જોઈ રહ્યો છે અને જો તું તે ન જોઈ શકે તો તે તો તને જોઈ રહ્યો છે.
૪. કયામત કાયમ થવાનો સમય જે અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી.
ચોથી હદીષ :

સ ૪ : હદીષ પૂર્ણ કરો «أكمل المؤمنين إيماناً .. અને હદીષથી મળતા ફાયદા વર્ણન કરો?

જ : અબુ હુરૈરહ રઝી કહે છે કે આપ ﷺ એ કહ્યું : સંપૂર્ણ મોમિન તે છે, જેના અખલાક સૌથી સારા હોય. આ હદીષ તિરમિઝી રહ. વર્ણન કરી અને કહ્યું કે આ હદીષ હસન દરજ્જાની છે .
હદીષથી મળતા ફાયદા :

૧ સારા અખલાક અપનાવવા પર પ્રોત્સાહન
૨. સારા અખલાક હોવા સંપૂર્ણ ઈમાનની દલીલ છે.
૩. ઈમાનમાં વધારો ઘટાડો થઇ શકે છે.
પાંચમી હદીષ :

સ: ૫ સ ૪ : હદીષ પૂર્ણ કરો من حلف بغير الله ... .. અને હદીષથી મળતા ફાયદા વર્ણન કરો?

જ : ઇબ્ને ઉમર રઝી. રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું કે : જે વ્યક્તિ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાશે તો તે કાફિર બની ગયો અથવા તો મુશરિક બની ગયો. આ હદીષ તિરમિઝીમાં છે.
હદીષ થી મળતા ફાયદા :

અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી જાઈઝ નથી.
અલ્લાહને છોડીને અન્યની કસમ ખાઈ શિર્કે અસગર ગણવામાં આવશે.
છઠ્ઠી હદીષ :

હદીષ પૂર્ણ કરો لا يؤمن أحدكم حتى أكون أحب إليه .. ... .. અને હદીષથી મળતા ફાયદા વર્ણન કરો?

જ : અનસ રઝી, રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું : કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી થઇ શકતો જ્યાં સુધી તેની દ્રષ્ટિએ હું તેના પિતા, તેની સંતાન અને અન્ય દરેક લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં. બુખારી/ મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

દરેક લોકો કરતા વધારે મુહબ્બત અલ્લાહના રસૂલ ﷺ થી કરવી જરૂરી છે.
એ કે તે સંપૂર્ણ ઈમાનની દલીલ છે.
સાતમી હદીષ :

સ : ૭ હદીષ પૂરી કરો, لا يؤمن أحدكم حتى يحب لأخيه .. અને તેના કેટલાક ફાયદા વર્ણન કરો.

જ : અનસ રઝી. વર્ણન કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું : તમે ત્યાં સુધી મોમિન નથી બની શકતા જ્યાં સુધી તમે પોતાના ભાઈ માટે તે વસ્તુ પસંદ ન કરો જે વસ્તુ તમે પોતાના માટે પસંદ કરતા હોય. બુખારી/ મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

૧. દરેક મોમિન માટે જરૂરી છે કે તે પોતાના મોમિન ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે પોતાના માટે પસંદ કરતા હોય.
અને આ સંપૂર્ણ ઈમાનની નિશાની છે.
આઠમી હદીષ :

જ : હદીષ પૂરી કરો والذي نفسي بيده! .. અને તેના કેટલાક ફાયદા વર્ણન કરો.

જ : અબુ સઈદ ખુદરી રઝી. વર્ણન કરે છે કે આપ ﷺ એ કહ્યું તે ઝાતની કસમ ! જેના હાથમાં મારી જાન છે, સૂરે ઇખ્લાસ કુરઆન મજીદના એક તૃત્યાંશ બરાબર છે. બુખારી
હદીષથી મળતા ફાયદા :

૧. સૂરે ઇખ્લાસનું મહત્વ
૨. તે એક તૃત્યાંશ બરાબર છે.
નવમી હદીષ :

સ : ૯ હદીષ પૂરી કરો.... لا حول ولا قوة إلا بالله અને તેના કેટલાક ફાયદા વર્ણન કરો?

જજ : અબૂ મૂસા રઝી. વર્ણન કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું : لا حول ولا قوة إلا بالله આ ઝિકર જન્નતના ખજાનાઓ માંથી એક ખજાનો છે. બુખારી / મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

૧. આ ઝિકરની મહત્વતા, અને તે એ કે જન્નતના ખજાનાઓ માંથી એક ખજાનો છે.
૨. બંદો પોતાની પાસે શક્તિથી અળગો છે,અને તે એક અલ્લાહ પર ભરોસો કરે છે.
દસમી હદીષ :

સ : ૧૦ હદીષ પૂરી કરો, ...ألا إن في الجسد مضغة તેના કેટલાક ફાયદા વર્ણન કરો.

જ : નોમાન બિન બશીર રઝી. રિવાયત કરે છે કે મેં આપ ﷺ ને કહેતા સાભળ્યા, સાંભળો ! શરીરમાં એક ટુકડો છે, જો તે સીધો રહ્યો તો સંપૂર્ણ શરીર સીધું રહેશે અને જો તે ખરાબ થઇ જશે તો સપૂર્ણ શરીર ખરાબ થઇ જશે, અને સાંભળો! તે ભાગ દિલ છે. બુખારી/ મુસ્લિમ
હદીષથી મળતા ફાયદા :

૧. દિલની ઈસ્લાહ માટે જાહેર અને બાતેન બન્નેની ઈસ્લાહ જરૂરી છે,
૨. દિલનાં સુધારા માટે પ્રયત્ન કરવા જોઈએ કારણકે તેનાથી સંપૂર્ણ માનવીની ઈસ્લાહ થતી હોય છે.
અગિયારમી હદીષ :

સ. ૧૧ હદીષ પુરી કરો, من كان آخر كلامه من الدنيا: لا إله إلا الله અને તેના કેટલાક ફાયદા પણ વર્ણન કરો?

જ. જાબિર બિન અબ્દુલ્લાહ રઝી. રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું, જે વ્યક્તિના છેલ્લા શબ્દ લા ઇલાહ ઇલ્લલ્લાહુ હશે, તે જન્નતમાં દાખલ થશે. અબૂદાઊદ
હદીષથી મળતા ફાયદા :

૧. લા ઇલાહ ઇલ્લલ્લાહુ ઝિકરની મહત્વતા, અને એ કે તેના દ્વારા બંદો જન્નતમાં દાખલ થઈ શકે છે.
૨. અને જે વ્યક્તિના છેલ્લા શબ્દ લા ઇલાહ ઇલ્લલ્લાહુ હશે તેની મહત્વતા
બારમી હદીષ :

સ. : ૧૨ હદીષ પુરી કરો ليس المؤمن بالطعان، ولا اللعان અને કેટલાક ફાયદા વર્ણન કરો?

જ. અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું : મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો , ન તો લઅનત કરવાવાળો અને ન તો તે ખરાબ જબાનવાળો મ અને ન તો તકલીફ આપનાર હોય છે. તિરમિઝી
હદીષથી મળતા ફાયદા :

૧. બકવાસ અને વ્યર્થ વાતો કરવાથી બચવું જોઈએ,
અને એ કે મોમિનની જબાન સ્પષ્ટ અને સારી હોવી જોઈએ.
તેરમી હદીષ :

સ. ૧૩ હદીષ પુરી કરો من حسن إسلام المرء અને કેટલાક ફાયદા વર્ણન કરો?

જ. અબૂ હુરેરહ રઝી. રિવાયત કરે છે કે આપ ﷺ એ કહ્યું : માનવીના ઉત્તમ મુસ્લિમ હોવાની દલીલ એ છે કે તે વ્યર્થ અને બેકાર વાતોને છોડી દે. આ હદીષને તિરમિઝી વગેરે કિતાબમાં રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. વ્યક્તિએ દીન અને દુનિયામાં જે વાતો વ્યર્થ હોય તેને છોડી દેવી જોઈએ.
૨. સંપૂર્ણ મુસલમાન હોવા માટે જરૂરી છે કે તે વ્યર્થ વાતોને છોડી દે.
ચૌદમી હદીષ :

સ. ૧૪ હદીષ પુરી કરો من قرأ حرفاً من كتاب الله અને કેટલાક ફાયદાઓ વર્ણન કરો?

જ. અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું : જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક હરફ (શબ્દ) ની તિલાવત કરશે, તો તેના માટે તેના જેટલો જ સવાબ મળશે, અને દરેક નેકી દસ નેકીઓ બરાબર ગણવામાં આવશે, હું એવું નથી કહેતો કે અલિફ લામ મિમ આ ત્રણેય એક જ શબ્દ છે, પરંતુ અલિફ એક શબ્દ, લામ એક શબ્દ અને મીમ ત્રીજો શબ્દ ગણવામાં આવશે. આ હદીષને તિરમિઝીએ રિવાયત કરી છે.
હદીષથી મળતા ફાયદા :

૧. કુરઆન મજીદની તિલાવત કરવાની મહત્વતા
૨. અને એ કે પ્રત્યેક. શબ્દ પર નેકીઓ લખવામાં આવશે.

ઇસ્લામી અદબ વિભાગ26

સ.૧ અલ્લાહ તઆલા સાથે ક્યાં અદબ હોઈ શકે છે ?

જ. અલ્લાહ તઆલાની મહાનતા અને તેની ઉચ્ચત્તાનું વર્ણન
૨. ફક્ત તેની જ બંદગી કરવી જોઈએ, તેની સાથે શિર્ક કરવાથી બચવું જોઈએ.
૩. તેની ઇતાઅત કરવી.
૪. ગુનાહના કાર્યોથી બચવું જોઈએ.
૫. તેની કૃપા અને નેઅમત પર શુકર અદા કરવો જોઈએ અને તેની પ્રશંસા કરવી જોઈએ, જેની નેઅમતોને આપણે ગણી શકતા નથી.
૬. તેણે આપેલ (તકલીફ) પર સબર

૨. આપ ﷺ સાથેના ક્યાં અદબ હોઈ શકે છે?

૧. તેમની આજ્ઞાનું પાલન અને અનુસરણ કરવું
૨. તેમની ઇતાઅત
૩. તેમની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ
૪. જે વાતો તેમણે વર્ણવી છે, તેની પુષ્ટિ
૫. સુન્નત વિરુદ્ધ કઈ પણ વધારે કરવાથી બચવું જોઈએ.
૬. પોતાના કરતા અને દરેક લોકો કરતા વધારે તેમનાથી મુહબ્બત હોવી જોઈએ.
૭. તેમની ઇઝઝત, તેમની મદદ અને તેમની સુન્નતની મદદ કરવી જોઈએ.

સ ૩ માતાપિતા સાથેના અદબ ક્યાં ક્યાં હોઈ શકે છે?

જ. જે ગુનાહના કામ ન હોય તેમાં માતાપિતાની આજ્ઞાનું પાલન જરૂર કરવું
૨. માતાપિતાની સેવા
૩. માતાપિતાની મદદ કરવી જોઈએ.
૪. માતાપિતાની જરૂરતો પુરી કરવી
૫. માતાપિતા માટે દુઆ
૬. તેમની સાથે વાતચીત કરવામાં તેમનો અદબ કરવો જોઈએ, તેમને ઉફ પણ ન કહેવું જોઈએ, તેમની વાતોને રોકવી ન જોઈએ.
૭. માતાપિતા સામે હસમુખ ચહેરા સાથે મુલાકાત કરવી જોઈએ અને મોં ચઢાઈને વાત ન કરવી જોઈએ.
૮. માતાપિતાના અવાજથી પોતાનો અવાજ ઉંચો ન કરવો જોઈએ, તેમની વાત કાન લગાવી સાંભળવી જોઈએ, તેમની વાત કાપવી ન જોઈએ, અને તેમને બેકાર શબ્દો વડે બોલાવવા ન જોઈએ પરંતુ તેમને માતા પિતા અથવા મારી માતા કહી પોકારવા જોઈએ.
૯. જ્યારે માતાપિતા કમરામાં હોય તો તેમની પરવાનગી લઈ અંદર દાખલ થવું જોઈએ.
૧૦. માતાપિતાના હાથ અને માથાને બોસો આપવો જોઈએ.

સ.૪ સિલા રહેમી કરવાના અદબ ક્યાં છે?

જ. સંબંધી લોકોની મુલાકાત કરવી જોઈએ, જેવા કે ભાઈ, બહેન, કાકા કાકી, માસા માસી વગેરે બાકી સંબંધીઓ.
૨. તેમની સાથે એહસાન કરવો જોઈએ, વાતચીત કરી, કઈ કામ કરતી વખતે અને તેમની મદદ પણ કરવી જોઈએ.
૩. તેમની સાથે સંબંધ રાખવો જોઈએ અને તેમની જરૂરીયાતો પુરી કરવી જોઈએ.

સ. : હું મારા ભાઈ અને દોસ્તો સાથે કઈ રીતે રહું?

જ.૧ હું તેમને પ્રેમ કરું છું અને સારો સાથી બનીને રહું
૨. હું દુરાચારી સાથીઓથી બચુ છું અને તેમનાથી દૂર રહું છું
૩. હું તેમને સલામ કરું છું અને તેમની સાથે મુસાફહો (હાથ ભેગા કરી સલામ) કરું છું
૪. જ્યારે તેઓ બીમાર પડે તો તેમની ખબર અંતર પૂછવા જાઉં છું અને તેમના માટે શિફા તેમજ તંદુરસ્તી ની દુઆ કરું છું
૫. છીંકનો જવાબ આપું છું
૬. હું તેમની દાવત કબૂલ કરું છું જ્યારે તેઓ મને તેની મુલાકાત કરવા માટે બોલાવે.
૭. હું તેને નસીહત પણ કરું છું
૮. જ્યારે તેના પર ઝુલ્મ કરવામાં આવે તો હું તેની મદદ કરું છું અને તેને ઝુલ્મ કરવાથી રોકુ છું
૧૦. હું મારા ભાઈ માટે તે જ પસંદ કરું છું જે હું મારા માટે પસંદ કરું છું
૧૧. જ્યારે તેને મારી મદદની જરૂર હોય ત્યારે હું તેની મદદ કરું છું
૧૨. હું ક્યારેય તેને મારી વાતો અને મારા વ્યવહાર વડે તકલીફ નથી આપતો.
૧૩. હું તેની રાજની વાતોની હિફાજત કરું છું
૧૪. હું તેને ગાળો નથી આપતો, ન તો હું તેની ગિબત કરું છું, ન તો હું તેને તુચ્છ સમજુ છું, ન તો તેનાથી હસદ કરું છું, ન તો હું તેની જાસૂસી કરું છું,અને ન તો હું તેના પ્રત્યે દ્વેષ રાખું છું.

સ. ૬ પડોશીના આદાબ જણાવો?

જ. પડોશી સાથે સારો વ્યવહાર કરો, પોતાની વાતો અને પોતાના કામોથી, અને જ્યારે તેમને મદદની જરૂર હોય ત્યારે તેમની મદદ કરો.
૨. તેમને ઇદ, શાદી અથવા ખુશીના સમયે તેમને મુબારકબાદી આપો.
૩. જ્યારે તેઓ બીમાર પડે તો તેમની ખબર અંતર કાઢો અને જ્યારે તેઓ મુસીબતમાં હોય તો તેમને તસલ્લી આપો.
૪. તમે તેમને તમારી શક્તિ પ્રમાણે ખોરાક પહોંચાડતા રહો.
૫. પોતાની વાતો અને કાર્યો વડે તેમને તકલીફ ન પહોંચાડો.
૬. હું તેમની સાથે ઉંચા અવાજે વાત નથી કરતો, ન તો તેમની જાસૂસી કરું છું. અને હું તેમની સાથે સબરથી કામ લઉં છું.

સ. ૭ : મહેમાન અને મહેમાન નવાજીના આદાબ જણાવો?

જ. જ્યારે તે મને મહેમાન નવાજી માટે બોલાવે ત્યારે હું તેમની દાવત કબૂલ કરું
૨. જ્યારે તમે તેમની સાથે મુલાકાત કરવાનો ઈરાદો કરો તો પહેલા તેમની પરવાનગી લઈ લો અને સમય પણ નક્કી કરી લો.
૩. પ્રવેશ પહેલા પરવાનગી લો
૪. તેમની મુલાકાત કરવામાં વાર ન કરવી જોઈએ.
૫.ઘરના લોકોથી નજર નીચી રાખવી જોઈએ.
૬. મહેમાનોનો આવકાર કરો અને ઉત્તમ રીતે તેમનું સ્વાગત કરો, હસતા ચહેરા સાથે અને સારા શબ્દો વડે.
૭. મહેમાનોને સારી જગ્યાએ બેસાડો.
૮. મહેમાનોનું ભોજન અને પીણાં વડે મહેમાન નવાજી કરો.

સ. ૮ બીમારીના અદબ તેમજ બિમારપુરસીના અદબ વર્ણન કરો.

જ. જ્યારે પણ તમને શરીરના કોઈ ભાગમાં તકલીફ થાય તો ત્યાં પોતાનો જમણો હાથ મુકો, ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો અને સાત વખત આ દુઆ પઢો,
أعوذ بعزة الله وقدرته من شر ما أجد وأحاذر
અર્થ :
હે અલ્લાહ ! હું તારી કુદરતના શરણમાં આવું છું, તે દરેક તકલીફ થી જે મને પહોંચી છે અથવા જે પહોંચવાની છે.
૨. જે કઈ અલ્લાહ તઆલાએ તમારા ભાગ્યમાં લખ્યું છે, તેના પર ખુશ થાઓ અને સબર કરો
૩. પોતાના બીમાર ભાઈની ખબર અંતર માટે ઉતાવળ કરો, તેના માટે દુઆ કરો અને લાંબો સમય તેની પાસે ન બેસો.
૪. મારી શક્તિ પ્રમાણે તેના પર સુન્નતથી સાબિત દમ કરવો જોઈએ
૫. દુઆ અને સબરની વસિયત કરવી, તેમજ પોતાની શક્તિ પ્રમાણે નમાઝ અને પાકી સફાઈની વસિયત કરવી જોઈએ
૬. બીમાર માટે સાત વખત આ દુઆ પઢવી જોઈએ:
أسأل الله العظيم رب العرش العظيم أن يشفيك»

સ : ૯ ઇલ્મ પ્રાપ્ત કરવાના અદબ જણાવો?

જ.અલ્લાહ માટે ઇખલાસની સાથે ઇલ્મ પ્રાપ્ત કરવું જોઈએ.
૨. તમે જેટલું ઇલ્મ શીખ્યું હોય તે પ્રમાણે અમલ કરવો જોઈએ.
૩. પોતાના શિક્ષકની ઇઝઝત અને તેમનું માન સન્માન કરવું જોઈએ, તેમની હાજરીમાં પણ અને તેમનો ગેરહાજરીમાં પણ
૪. તેમની સામે અદબથી બેસવું જોઈએ.
૫. તેમના સબક ધ્યાન પૂર્વક સાંભળવા જોઈએ અને તેમના દરસમાં વંચિત ન રહેવું જોઈએ.
૬.પ્રશ્ન પૂછવામાં વિનમ્રતા હોવી જોઈએ.
૭. તેમને તેમના નામ વડે ન પોકારવા જોઈએ.

સ. ૧૦ મજલીસના અદબ જણાવો?

જ. ૧ મજલીસમાં લોકોને સલામ કરવું જોઈએ.
૨. મજલીસમાં જ્યાં જગ્યા પૂરી થતી હોય ત્યાં બેસી જવું જોઈએ, કોઈને ઉભા કરી બેસવું અથવા બે વ્યક્તિની વચ્ચે તેમની પરવાનગી વગર બેસવું યોગ્ય નથી.
૩. મજલીસમાં વિશાળતા હોવી જોઈએ, જેથી કરીને અન્ય લોકો બેસી શકે.
૪. મજલીસમાં કોઈની વાત કાપવી ન જોઈએ.
૫. જ્યારે મજલીસથી પાછા ફરો તો પરવાનગી લઈ લેવી જોઈએ અને સલામ કરી જવું જોઈએ.
૬. જ્યારે મજલીસ પૂર્ણ થાય તો મજલીસના કફફારા માટે દુઆ કરવી જોઈએ. سبحانك اللهم وبحمدك، أشهد أن لا إله إلا أنت، أستغفرك وأتوب إليك»

સ.૧૧ સૂવાના અદબ વર્ણન કરો?

જ. હું જલ્દી સૂવું છું
૨. હું પાક સાફ થઈ (વુઝુ કરી) સૂઈ જવું છું
૩. હું પેટના બળે નથી સૂતો
૪. હું જમણી બાજુ, જમણા પડખે ગરદન નીચે હાથ મૂકીને સૂવું છું
૫. હું મારી પથારી ખેંખેરી દઉં છું
૬. હું સૂતા પહેલા ઝિકર કરું છું, જેમાંથી આયતુલ્ કુરસી, સૂરે ઇખલાસ, અને ત્રણ વખત મુઅવ્વઝતૈન પઢું છું باسمك اللهم أموت وأحيا
હું અલ્લાહના નામથી સૂવું છું અને જાગુ છું
૭. ફજરની નમાઝ માટે ઉઠું છું
૮. અને ઉઠ્યા પછી હું આ દુઆ પઢું છું الحمد لله الذي أحيانا بعدما أماتنا وإليه النشور
દરેક પ્રકારના વખાણ તે હસ્તી માટે છે, જેણે મને મૃત્યુ પચી ફરી વાર ઉઠાવ્યો અને તેની જ તરફ પાછા ફરવાનું છે.

સ : ૧૨ ખાવાપીવાના અદબ ક્યાં છે?

જ.
૧. હું ખાવાપીવાની નિયત કરું છું તેનો તકવો અપનાવતા અને તેની ઇતાઅત કરતા
૨. ખાતા પહેલા બન્ને હાથ ધોવા જોઈએ.
૩. હું બિસ્મિલ્લાહ પઢી ખાઉં છું, જમણા હાથથી ખાઉં છું અને હું મારી વચ્ચે અને બીજાની બાજુથી નથી ખાતો.
૪. જ્યારે હું બિસ્મિલલાહ પઢવાનું ભૂલી જાઉં તો
بسم الله أوله وآخره
પઢી લઉં છું.
૫.ખાવા માટે જે હાજર હોય ખાઈ લઉં છું, ખાવાની ખામી બયાન નથી કરતો, જો મને મનગમતું ખાવાનું હોય તો ખાઈ લઉં છું અને જો મને ગમતું ન હોય તો તેને છોડી દઉં છું.
૬. નાના લુકમાં લઈ ખાઉં છું અને મોટા મોટા લુકમા લઈ નથી ખાતો.
૭. હું ખાવાપીવામાં ફૂંક નથી મારતો, અને તેં ઠડું થાય ત્યાં સુધી હું તેને છોડી દઉં છું
હું ઘરવાળાઓ અને મહેમાન સાથે ભેગા થઈ ખાઉં છું
૯. હું મારા કરતાં મોટા વ્યક્તિ સામે ખાવાનું શરૂ નથી કરતો.
૧૦. જ્યારે પણ હું પીઉં છું અલ્લાહનું નામ લઉ છું અને બેઠા બેઠા પીવું છું અને ત્રણ શ્વાસમાં પીઉં છું.
૧૧. જ્યારે હું ખાઈ લઉં તો અલ્લાહની હમદ બયાન કરે છે.

સ : ૧૩ કેટલાક લિબાસના અદબ જણાવો.

જ. ૧ હું મારા કપડાં જમણી બાજુથી પહેરુ છું, અને અલ્લાહના વખાણ કરતા પહેરુ છું
૨. હું ઘૂંટણથી નીચે કપડાં નથી પહેરતો.
૩. છોકરાઓએ છોકરીઓના કપડાં અને છોકરીઓએ છોકરાઓના કપડાં ન પહેરવા જોઈએ.
૪. લિબાસ કાફિરો અને વિદ્રોહીઓનો લિબાસ ન પહેરવો જોઈએ.
૫. કપડાં ઉતરતી વખતે બિસ્મિલ્લાહ પઢવું જોઈએ.
ચપ્પલ પહેરતી વખતે જમણી બાજુથી પહેરવા જોઈએ અને ઉતારતી વખતે ડાબી બાજુથી ઉતારવા જોઈએ.

સ : ૧૪ મુસાફરીના કેટલાક અદબ જણાવો?

જ. બિસ્મિલ્લાહિ અલ્ હમ્દુ લિલ્લાહ પઢવું જોઈએ. سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ
અર્થ :
પાક છે તે હસ્તી જેણે આપણા માટે આને આધીન કર્યા અને અમે તેના માટે સક્ષમ ન હતા. અર્થ : અને ખરેખર અમે તારી તરફ જ પાછા ફરવાનું છે. સૂરે ઝુખ્રુફ : ૧૩-૧૪
૨. જ્યારે કોઈ મુસ્લિમ પરથી પસાર થાઉં છું તો તેને સલામ કરવો જોઈએ.

સ. ૧૫ રસ્તાના અદબ જણાવો

જ. ૧ હું મધ્યમતા અને વિનમ્રતાથી ચાલુ છું,હું રસ્તાની જમણી બાજુ ચાલુ છું.
૨. જે પણ મુસલમાન સાથે મુલાકાત થાય હું તેને સલામ કરું છું
૩. મારી નજર નીચી રાખું છું, અને કોઈને તકલીફ નથી આપતો.
૪. ભલાઈનો આદેશ આપું છું અને બુરાઈથી રોકુ છું
૫. રસ્તા વચ્ચેથી તકલીફ આપનારી વસ્તુને દૂર કરું છું

સ. : ૧૬ ઘરમાં દાખલ થવાના તેમજ નીકળવાના અદબ જણાવો?

જ. હું નીકળતી વખતે ડાબો પગ મુકું છું અને આ દુઆ પઢું છું અલ્લાહના નામથી, હું અલ્લાહ પર જ ભરોસો કરતા ઘર માંથી બહાર નીકળું છું, અલ્લાહની તોફિક વગર હું કોઈ પણ નેકી નથી કરી શકતો તેમજ કોઈ ગુનાહથી નથી બચી શકતો, હે અલ્લાહ ! હું તારી પનાહમાં આવું છું એ વાતથી કે હું ગુમરાહ થઈ જાઉં અથવા ગુમરાહ કરવામાં આવું, હું પથભ્રષ્ટ થાઉં અથવા કરવામાં આવું, હું ઝુલ્મ કરું અથવા મારા ઓર ઝુલ્મ કરવામાં આવે, હું અજ્ઞાની બનું અથવા અજ્ઞાની બનાવી દેવામાં આવું. ૨. જ્યારે હું ઘરમાં દાખલ થાઉં તો જમણો પગ મૂકી આ દુઆ પઢું છું અલ્લાહના નામથી, અમે ઘર માં દાખલ થઈએ છીએ અને ઘર માંથી નીકળીએ છીએ, અને અમારો ભરોસો અલ્લાહ પર જ હોય છે.
૩. હું મિસવાકથી શરૂઆત કરું છું અને પછી ઘરવાળાઓને સલામ કરું છું

સ : ૧૭ પેશાબ પાખાના અદબ જણાવો?

જ. ૧ ડાબો પગ મૂકી હું દાખલ થાઉં છું
૨. અને દાખલ થતાં પહેલા આ દુઆ પઢું છું અલ્લાહના નામથી, હું તારી પનાહમાં આવું છું નાપાક પુરૂષ જિન અને નાપાક સ્ત્રી જિનથી
૩. અલ્લાહના ઝિકરની કંઈ પણ વસ્તુ લઈ દાખલ થતો નથી.
૪. હું પેશાબ પાખાના કરતી વખતે પરદો કરું છું
૫. પેશાબ પાખાનાની જગ્યા પર હું વાતો કરતો નથી.
૬. કિબલા તરફ મોઢું અને પીઠ કરી ટોઇલેટ ન કરવું જોઈએ.
૭. ગંદકી સાફ કરવા માટે ડાબા હાથનો ઉપયોગ કરવો જોઈએ, અને જમણા હાથનો ઉપયોગ ન કરવો જોઈએ.
૮. લોકોની બેસવાની જગ્યા પર તેમજ છાંયડાની જગ્યાએ ટોઇલેટ ન કરવો જોઈએ.
૯. ટોઇલેટ કરી લીધા પછી હાથ જરૂર ધોવા જોઈએ.
૧૦. નીકળતી વખતે ડાબો પગ મુકવો અને આ દુઆ પઢવી જોઈએ, غفرانك હે અલ્લાહ ! તું મને માફ કરી દે.

સ.૧૮ મસ્જિદના અદબ જણાવો?

જ. મસ્જિદમાં દાખલ થતી વખતે જમણો પગ મૂકી હું આ દુઆ પઢું છું بسم الله، اللهم افتح لي أبواب رحمتك
અલ્લાહના નામથી, હર અલ્લાહ તું મારા માટે તારા રહેમતના દરવાજા ખોલી નાખ.
૨. બે રકઅત પઢયા વગર મસ્જિદમાં ન બેસવું જોઈએ.
૩. હું મસ્જિદમાં બે નમાઝીઓની વચ્ચે કોઈ આદેશ આપતો નથી, અને ન તો હું ગુમરાહ કવિતાઓ પઢું છું, અને ન તો હું લે-વેચ કરું છું.
૪. જ્યારે હું મસ્જિદ માંથી નીકળું છું તો ડાબો પગ મૂકી આ દુઆ પઢું છું. اللهم إني أسألك من فضلك».
હે અલ્લાહ ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું.

સ : ૧૯ સલામના અદબ જણાવો?

જ. ૧ જ્યારે હું કોઈ મુસલમાન સાથે મુલાકત કરું છું તો સલામથી શરૂઆત કરું છું, "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ" સલામ વગર અને હાથના ઈશારાથી સલામ ન કરવું જોઈએ.
૨. જેને હું સલામ કરું તો હસતા મોઢે સલામ કરું છું.
૩. અને હું જમણા હાથ વડે મુસાફહો કરું છું
૪. જયારે મને કોઈ સલામ કરે તો હું તેને તેના કરતાં ઉત્તમ શબ્દ વડે સલામ કરું છું, અથવા કમસે કમ તે જ શબ્દો વડે હું તેને સલામ કરું છું.
૫. કાફિરોને સલામ કરવામાં પહેલ ન કરવી જોઈએ અને જ્યારે તે સલામ કરે તો તેના જ જેવા શબ્દો કહેવા જોઈએ.
૬. નાનો વ્યક્તિ મોટા વ્યક્તિને સલામ કરે, સવાર ચાલતા વ્યક્તિને સલામ કરે, ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરે, અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે.

સ. : ૨૦ પરવાનગી લેવાના કેટલાક અદબ જણાવો?

જ. ૧ ઘરમાં દાખલ થતાં પહેલાં હું પરવાનગી લઉં છું.
૨. હું ત્રણ વખત પરવાનગી લઉં છું, જો કોઈ જવાબ ન આવે તો પાછો ફરી જાઉં છું
૩. ધીમેથી દરવાજો ખટખટાવુ છું, અને હું દરવાજાની સામે નથી ઉભો રહેતો પરંતુ તેની જમણી અથવા ડાબી બાજુ ઉભો રહું છું.
૪. હું મારા માતાપિતા અથવા કોઈના કમરામાં પરવાનગી વગર દાખલ થતો નથી, અને ખાસ કરીને ફજરના સમયે તેમજ ઝોહર માં કૈયલુલાહના સમયે. અને ઇશા નમાઝ પછી
૫. હું બિનવારસી જગ્યાઓ પર પરવાનગી વગર પ્રવેશ કરી શકું છું, ઉદાહરણ તરીકે હોસ્પિટલમા, દુકાન પર વગેરે..

સ. ૨૧ જાનવરો સાથે નરમી કરવાના કેટલાક અદબ જણાવો?

૧. હું જાનવરોને ખવડાવું અને પીવડાવુ છું
૨. જાનવરો પર હું રહેમ અને નરમી ભર્યો વર્તન કરું છું, અને સહન ન કરી શકે એટલો ભાર હું નાખતો નથી.
૩. હું જાનવરોને કોઈ પણ પ્રકારનું દુઃખ અને તકલીફ પહોંચાડતો નથી,

સ. ૨૨ રમતગમતના કેટલાક અદબ વર્ણન કરો?

જ. ૧ હું અલ્લાહનું અનુસરણ અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો ઈરાદો રાખું છું.
૨. અમે નમાઝના સમયે રમતા નથી.
૩. છોકરા અને છોકરીઓને સાથે રમતગમત નથી રમાડતા.
૪. હું એવા સ્પોર્ટ્સ કપડા પહેરુ છું, જે મારા સતરને છુપાવે છે.
૫. હું હરામ રમતગમતથી બચીને રહું છું, જેવું કે ચહેરા પર મારવું અને જેનાથી મારુ સતર ખુલ્લું થઈ જાય.

સ. ૨૩ મજાક કરવાના કેટલાક અદબ જણાવો?

જ. મજાક કરવામાં સાચું બોલવું જોઈએ અને જૂઠું બોલવાથી બચવું જોઈએ.
૨. મજાક, મહેણાં ટોણા, ગાળા ગાળી, તકલીફ અને ધમકીથી ખાલી હોવો જોઈએ.
૩. વધુ મજાક મસ્તી ન કરવી જોઈએ.

સ. ૨૪ છીંકના કેટલાક અદબ જણાવો?

જ. ૧ જ્યારે છીંક આવે ત્યારે મોઢા પર કપડું અથવા રૂમાલ અથવા હાથ મુકવો જોઈએ.
૨. છીંક ખાધા પછી છીંકનારે અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું જોઈએ.
૩. તેના ભાઈ અથવા સાથીએ તેના જવાબમાં યર્હમકુલ્લાહ, કહેવું જોઈએ.
ફરી છીંકનારે કહેવું જોઈએ યહદીકુમુલ્લાહુ યુસ્લિહ બા લકુમ

સ : ૨૫ બગાસા ખાવાના અદબ જણાવો?

જ. ૧ જેટલું બની શકે બગાસાને દબાવવાની કોશિશ કરવી જોઈએ.
૨. બગાસા ખાતી વખતે આહ આહ કરી અવાજ ન કરવો જોઈએ.
૨. મોઢા પર હાથ મુકવો જોઈએ.

સ : ૨૬ કુરઆન તિલાવત કરવાના કેટલાક અદબ જણાવો?

જ. : ૧ વુઝુ કર્યા પછી પાક થઈ તિલાવત કરવી જોઈએ.
૨. ઇઝઝત અને પ્રતિષ્ઠા સાથે બેસવું જોઈએ.
૩. કુરઆનની તિલાવત કરતા પહેલા શેતાન થી પનાહ માંગવી જોઈએ.
૪. તિલાવત કરતી વખતે ચિંતન મનન કરવું જોઈએ.

અખલાક નો વિભાગ30

સ : ૧ સારા અખલાકની મહત્વતા વર્ણન કરો?

જ: નબી عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : તમારા માંથી સંપૂર્ણ મોમિન તે છે, જેના અખલાક સૌથી સારા હોય. તિર્મિઝી અને અહમદ

સ : ૨ ઇસ્લામી અખલાક આપણા માટે જરૂરી કેમ છે?

જ. : ૧ કારણકે તે અલ્લાહની મુહબ્બતનું કારણ છે.
૨. અને સર્જનીઓથી મુહબ્બતનું એક કારણ
૩. અને તે ત્રાજવામાં સૌથી ભારે હશે.
૪. સારા અખલાકના કારણે સવાબ બમણો મળે છે.
૫. સંપૂર્ણ ઈમાનની નિશાની છે.

સ.૩ : આપણે અખલાક ક્યાંથી મેળવી શકીએ છીએ?

જ. કુરઆન મજીદ માંથી, અલ્લાહ તઆલા કહે છે. આ કુરઆન તે માર્ગ તરફ માર્ગદર્શન આપે છે, જે તદ્દન સાચો છે. સૂરે ઇસ્રા : ૯ આપ ﷺ ની સુન્નત માંથી, જેમાં આપ ﷺ કહે છે. મારી પયગંબરીનો એક મહત્વનો હેતુ લોકોને સારા અખલાક બતાવવાનો પણ છે. અહમદ

સ : ૪ સર્જનીઓ સાથે ઉપકાર એટલે શું અને તેની શું શું શકલ હોઈ શકે છે?

જ. અલ્ ઇહસાન : એ છે કે અલ્લાહ તરફ સંપૂર્ણ ધ્યાન ધરવું, સર્જનીઓ માટે ભલાઈ અને એહસાન ખર્ચ કરવું.
આપ ﷺ એ કહ્યું :
ખરેખર અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ સાથે એહસાન કરવું જરૂરી કર્યું છે. મુસ્લિમ
એહસાન કરવાની શકલ :

અલ્લાહ તઆલાની ઈબાદતમાં એહસાન એ છે કે નિખાલસતા સાથે તેની ઈબાદત કરવી જોઈએ.
પોતાની વાત અને વર્તનમાં માતાપિતા સાથે એહસાન
સગા; સંબંધી સાથે એહસાન
પાડોશી સાથે એહસાન
અનાથ અને લાચારો સાથે એહસાન
જે તમારી સાથે ખરાબ કરે તેની સાથે એહસાન
પોતાની વાતમાં એહસાન
લડાઈ ઝઘડામાં એહસાન
જાનવરો સાથે એહસાન

જ. અહેસાન શબ્દનો વિરોધી શબ્દ કયો છે?

જ. : એહસાન શબ્દનો વિરોધી શબ્દ દુર્વ્યવહાર છે.
તેમાંથી :
અલ્લાહની ઈબાદત નિખાલસતા સાથે ન કરવી.
માતાપિતાની નાફરમાની
રિશતેદારી તોડવી
પાડોશી સાથે દુર્વ્યવહાર
લાચારો અને ફકીરો વગેરે સાથે પોતાની વાત અને વર્તનમાં એહસાન ન કરવું

સ : અમાનતના પ્રકાર અને તેની શકલ જણાવો?

જ.
૧. અલ્લાહના હકની હિફાજત કરવી,
તેની શકલ :
નમાઝ, ઝકાત, રોઝા હજ અને અન્ય ફર્ઝ ઈબાદતો પાંબદી સાથે કરવી.
૨. લોકોના હકો ની હિફાજત કરવી અને તેને પુરા પાડવા
લોકોની ઇઝઝતની હિફાજત કરવી
તેમના માલની હિફાજત
તેમની જાનની હિફાજત
તેમના ભેદોની હિફાજત, અને તે દરેક વસ્તુ જે લોકોએ તમને આપ્યું છે.
સફળ થનાર લોકોના ગુણો વર્ણન કરતા અલ્લાહ તઆલા કહે છે :
તેઓ દરેકની અમાનતની હિફાજત કરે છે અને વચનની પણ હિફાજત કરે છે. સૂરે મોમિનૂન : ૮

સ : ૭ અમાનત શબ્દનો વીરોધાર્થી શબ્દ કયો છે?

જ. ખિયાનત , અલ્લાહના હક અને લોકોના હક પુરા ન પાડવા.
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું :
મુનાફિકની ત્રણ નિશાનીઓ છે, તેમાંથી આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ વર્ણન કરી કે જ્યારે તેની પાસે અમાનત મુકવામાં આવે તો તે તેમાં ખિયાનત કરે છે. બુખારી / મુસ્લિમ

સ: ૮ સચ્ચાઈ શુ છે?

જ. : જે કિસ્સો જે તે પ્રમાણે હોય અથવા જે તે વસ્તુ જે પ્રમાણે હોય તેને તે જ પ્રમાણે જણાવવી.
દાખલા તરીકે
લોકો સાથે વાતચીત કરવામાં સચ્ચાઈ
વચન કરવામાં સચ્ચાઈ
પોતાના કાર્યો અને વાતચીતમાં સચ્ચાઈ
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું :
ખરેખર સચ્ચાઈ નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી જન્નત તરફ માર્ગદર્શન આપે છે, અને એ કે વ્યક્તિ સાચું બોલતો રહે છે, અહીં સુધી કે તે અલ્લાહની પાસે સાચો લખી દેવામાં આવે છે. બુખારી/મુસ્લિમ

સ : ૯ સચ્ચાઈ શબ્દનો વીરોધાર્થી શબ્દ કયો છે?

જ. જૂઠ, અને એ કે સત્યતા વિરુદ્ધ કહેવું, દાખલા તરીકે લોકોથી જૂઠું બોલવું, વચનભંગ કરવો, અને જૂઠી ગવાહી આપવી.
આપ ﷺ એ કહ્યું :
ખરેખર જૂઠ ગુનાહ તરફ માર્ગદર્શન આપે છે, અને ગુનાહ જહન્નમ તરફ માર્ગદર્શન આપે છે, અને એ કે વ્યક્તિ જૂઠું બોલતો રહે છે, અહીં સુધી કે તે અલ્લાહની પાસે તે જૂઠો લખી દેવામાં આવે છે. બુખારી/મુસ્લિમ અને આપ النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મુનાફિકની ત્રણ નિશાનીઓ છે, તેમાંથી આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ વર્ણન કરી કે જ્યારે તે વાત કરે તો જૂઠું બોલે અને જ્યારે તે વચન આપે તો વચનભંગ કરે. બુખારી /મુસ્લિમ

સ. : સબરના પ્રકાર વર્ણન કરો ?

જ. અલ્લાહની ઇતાઅત કરતી વખતે વચ્ચે આવતી તકલીફો પર સબર
ગુનાહથી બચતા વચ્ચે આવતી તકલીફો પર સબર
જે આપણા ભાગ્યમાં તકલીફ લખેલી હોય તેના પર સબર અને દરેક પરિસ્થિતિમાં અલ્લાહના વખાણ કરવા.
અલ્લાહ તઆલા કહે છે :
અલ્લાહ સબર કરવાવાળાઓને પસંદ કરે છે. 146 સૂરે આલિ ઇમરાન : ૪૬ અને આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મોમિનની ઝબરદસ્ત હાલત હોય છે, તેના દરેક કામમાં ભલાઈ હોય છે, અને આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે તો તે તેના પર અલ્લાહનો શુકર કરે છે અને તે તેના માટે શ્રેષ્ઠ છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે. મુસ્લિમ

સ : ૧૧ સબરનું વીરોધાર્થી જણાવો?

અને એ કે અલ્લાહની ઇતાઅત કરતા સબરની કમી, ગુનાહોથી બચવામાં સબરની કમી, નસીબમાં આવનારી તકલીફો વિશે પોતાના કાર્ય અને વાતચીત વડે ફરિયાદો કરવી.
તેની કેટલીક હાલતો નીચે પ્રમાણે છે :

$ મૃત્યુની ઈચ્છા કરવી.
$ ગાલ પર મારવું,
$ કપડાં ફાડી નાખવા
$ વાળ ફેલાવવા
$ પોતાના માટે નષ્ટતાની દુઆ કરવી
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
એ કહ્યું બદલો મુસીબત પ્રમાણે હોય છે, અને ખરેખર જ્યારે અલ્લાહ તઆલા કોઇ કોમને પસંદ કરે તો તેને આઝમાયશમાં નાખી દે છે, અને જે તેની તકદીરમાં લખેલી મુસીબત પર ખુશ થઈ જાય તો અલ્લાહ પણ ખુશ થાય છે અને જે વ્યક્તિ નારાજ થાય તો અલ્લાહ પણ નારાજ થઈ જાય છે. તિરમિઝી / ઈબ્ને માજા

સ : ૧૨ મદદની રચનાનો ઉલ્લેખ કરો?

જ. સત્ય અને ભલાઈના કામોમાં લોકોનો સહકાર આપવો.
મદદ કરવાની કેટલીક સ્થિતઓ જણાવો :

હક પુરા પાડવામાં સહકાર
જાલિમનો રદ કરવામાં સહકાર
લોકો અને લાચારોની જરૂરત પુરી પાડવામાં સહકાર
ભલાઈના દરેક કામમાં સહકાર
ગુનાહ, તકલીફ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપવો
અલ્લાહ તઆલા કહે છે :
નેકી અને તકવાના કામોમાં લોકોનો સહકાર આપો અને ગુનાહ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપો, અલ્લાહથી ડરો, ખરેખર અલ્લાહ સખત અઝાબ આપનાર છે. સૂરે માઇદહ : ૨ આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : એક મોમિન બીજા મોમિન માટે દીવાલ માફક છે, જેનો એક ભાગ બીજા ભાગને મજબૂતી સાથે જકળી રાખે છે. બુખારી / મુસ્લિમ અને આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَا એ કહ્યું : એક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ છે, ન તો તે તેના પર ઝુલ્મ કરે અને ન તો તેને તકલીફ પહોંચાડે, અને જે વ્યક્તિ જ્યાં સુધી પોતાના ભાઈની જરૂરત પુરી પાડવામાં વ્યસ્ત રહે ત્યાં સુધી અલ્લાહ તેની જરૂરત પુરી કરતો રહે છે, અને જે વ્યક્તિ કોઈ મુસલમાનની એક તકલીફ દૂર કરે તો અલ્લાહ કયામતના દિવસની તકલીફો માંથી એક તકલીફ દૂર કરે છે, અને જે વ્યક્તિ એક મુસલમાનની ખામી પર પરદો કરે તો અલ્લાહ કયામતના દિવસે તેની ખામીઓ પર પરદો કરે છે. બુખારી /મુસ્લિમ

સ : ૧૩ હયા વિશે માહિતી જણાવો?

જ. ૧ અલ્લાહથી હયા હોવી જોઈએ, એવી રીતે કે તેની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ.
૨. લોકોથી હયા, અને એ રીતે કે તેમની સાથે વાતચીત કરતી વખતે ગાળા ગાળી ન કરવી જોઈએ, તેમને તકલીફ ન આપવી જોઈએ અને તેમની ખામીઓ જાહેર ન કરવી જોઈએ.
આપ ﷺ એ કહ્યું :
ઇમાનની સિત્તેર કરતા વધુ શાખાઓ છે, અથવા સાઈઠ કરતા વધારે, સૌથી ઉચ્ચ શાખા લા ઇલાહ ઇલ્લલ્લાહુ કહેવું અને સૌથી નીચી શાખા રસ્તા વચ્ચેથી તકલીફ આપનારી વસ્તુ હટાવવી અને હયા ઈમાનની શાખાઓ માંથી છે. મુસ્લિમ

સ : ૧૪ દયા કરવાની સ્થિતિઓ જણાવો?

જ. વૃદ્ધ લોકો પર દયા અને તેમની ઇઝઝત કરવી.
નાના બાળકો પર દયા કરવી
ફકીર અને લાચાર પર દયા
જાનવરો પર દયા, કે તેમને ખવડાવવું જોઈએ અને તકલીફ ન આપવી જોઈએ.
આ વિશે આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું :
મોમિન દયા કરવામાં, મુહબ્બત કરવામાં, અને સહાનુભૂતિ કરવામાં એક શરીર માફક છે, જ્યારે શરીરના કોઈ ભાગમાં તાવ અથવા તકલીફ હોય તો તેના કારણે આખું શરીર તકલીફમાં હોય છે. બુખારી / મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તેના પર રહેમ કરશે. અબૂ દાઉદ અને તિરમિઝી

સ : ૧૫ મુહબ્બત કોની કોની સાથે થઈ શકે છે?

જ. અલ્લાહથી મુહબ્બત
અલ્લાહ તઆલા કહે છે :
અને મોમિન અલ્લાહ સાથે ઝબરદસ્ત મુહબ્બત કરતા હોય છે. સૂરે બકરહ : ૧૬૫
રસૂલ ﷺ થી મુહબ્બત
કહ્યું : તે હસ્તીની કસમ, જેના હાથ માં મારી જાન છે, તમારા માંથી કોઈ વ્યક્તિ મોમિન હોઈ શકતો નથી જ્યાં સુધી તે તેના માતાપિતા અને સંતાન કરતા પણ વધારે મારાથી મુહબ્બત કરે. બુખારી
મોમિનથી મુહબ્બત, તે દરેક ભલાઈથી મુહબ્બત, જે તમે તમારા માટે પસંદ કરતાં હોય
આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُએ કહ્યું :
તમારા માંથી તે વ્યક્તિ ત્યાં સુધી મોમિન હોઈ શકતો નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ ન કરે જે વસ્તુ તે પોતે પસંદ કરતો હોય. બુખારી

સ : ૧૬ : બશાશહની વ્યાખ્યા કરો?

જ. : ચહેરાની એક સ્થિતિ જેમાં ખુશી, પ્રસન્નતા, વિનમ્રતા અને મુલાકાત કરતી વખતે ચેહરા પર જે ખુશી જાહેર થતી હોય છે, તેને બશાશહ કહે છે .
ગાલ ફુલાવવા અથવા આંખો ચઢાવવી તેનો વિરોધી શબ્દ છે, જેનાથી લોકો દૂર જતા રહે છે.
અને આ વિશેની મહત્વતા બાબતે હદીષ, અબુઝર રઝી. કહે છે કે આપ ﷺએ કહ્યું : કોઈ નેકીને તુચ્છ ન સમજશો, અને આ પણ કે તમે ખુશી સાથે પોતાના ભાઈ સાથે મુલાકાત કરો, મુસ્લિમ અને આપ ﷺએ કહ્યું : તમારું ખુશીના ચહેરા સાથે પોતાના ભાઈ સાથે મુલાકાત કરવી પણ સદકો ગણાશે. તિરમિઝી

સ : ૧૭ હસદ શુ છે?

જ. બીજા વ્યક્તિ પાસે નેઅમત જોઈ તેને નષ્ટ થવાની આશા અથવા તેની પાસે તે નેઅમત જોઈને નાખુશી જાહેર કરવી.
અલ્લાહ તઆલા કહે છે :
હે અલ્લાહ ! હસદ કરનારના હસદ કરવાથી પનાહ માગું છું, જ્યારે તે હસદ કરે. 5 (સૂરે ફલક:૫)
અનસ બિન માલીક રઝી. કહે છે, કે આપ ﷺ એ કહ્યું : તમે એક બીજા પ્રત્યે દ્વેષ ન રાખો, ન તો એક બીજા પ્રત્યે હસદ કરો, અને એકબીજાથી પીઠ પણ ન ફેરવો, અને અલ્લાહના બંદાઓ સાથે ભાઈ ભાઈ બનીને રહો. બુખારી / મુસ્લિમ

સ : ઠઠ્ઠા મશ્કરી શુ છે?

જ.પોતાના મુસ્લિમ ભાઈની મશ્કરી કરવી અથવા તેને તુચ્છ સમજવા, અને આ જાઈઝ નથી.
અલ્લાહ તઆલા આના પર રોક લગાવતા કહે છે :
હે ઇમાનવાળાઓ ! કોઇ જૂથ બીજા જૂથ સાથે ઠઠ્ઠા-મસ્કરી ન કરે, શકય છે કે તે ઠઠ્ઠા-મસ્કરી કરનાર કરતા ઉત્તમ હોય અને ન સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે, શકય છે તે તેણીઓ કરતા ઉત્તમ હોય અને એકબીજાને મેણા-ટોણા ન મારો અને ન કોઇને ખરાબ ઉપનામો વડે પોકારો, ઇમાન લાવ્યા પછી પાપનું નામ ખોટું છે અને જે લોકો આ વાતને છોડી ન દે, તો તેઓ જ જાલિમ છે. સૂરે હુજરાત

સ: ૧૯ તવાઝુઅની વ્યાખ્યા જણાવો?

જ. લોકો પર પોતાની બડાઈ બતાવતો નથી, અને ન તો લોકોને તુચ્છ સમજે છે અને ન તો સત્યને જુઠલાવે છે.
અલ્લાહ તઆલા કહે છે :
અને રહમાનના બંદા તે છે, જેઓ ધરતી પર આજીજી સાથે ચાલે છે. સૂરે ફુરકાન : ૬૩ અર્થાત : વિનમ્રતા સાથે ધરતી પર ચાલવું જોઇએ. અને આપ ﷺ એ કહ્યું : જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે તો અલ્લાહ તેના દરજ્જાને જરૂર બુલંદ કરે છે. મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે હું આજીજી અપનાવું, અને કોઈના પર મોટાઈ ન કરું તેમજ કોઈના પણ અત્યાચાર પણ ન કરું. મુસ્લિમ

સ : ૨૦ હરામ તકબ્બુરના પ્રકાર ક્યાં ક્યાં છે?

જ. : ૧ સત્યની સામે ઘમંડ, અને તે સત્યને જુઠલાવવું અને તેને કબૂલ ન કરવું.
૨. લોકો સામે ઘમંડ, અને એ કે લોકોને તુચ્છ જાણવા, અને તેમનું અપમાન કરવું.
આપ ﷺ એ કહ્યું :
જે વ્યક્તિના દિલમાં એક કણ બરાબર પણ ઘમંડ હશે તો તે જન્નતમાં દાખલ નહિ થાય. એક વ્યક્તિએ કહ્યું : માનવી એવું ઇચ્છતો હોય કે તેના કપડાં સુંદર હોવા જોઈએ, તેના ચપ્પલ શ્રેષ્ઠ હોવા જોઈએ, તો? આપ ﷺ એ કહ્યું, ખરેખર અલ્લાહ તઆલા ખુબસુરત છે અને તે ખૂબસૂરતીને પસંદ કરે છે, તકબ્બુર : સત્ય વાતને જુઠલાવવું અને લોકોને તુચ્છ સમજવા. મુસ્લિમ
સત્ય વાત જુઠલાવવી:
અર્થાત તેને રદ કરવી.
લોકોને તુચ્છ સમજવા :
લોકોનું અપમાન કરવું, મશ્કરી કરવી.
સુંદર કપડાં અને ચપ્પલ પહેરવા, તકબ્બુર નહિ ગણાય.

સ: ૨૧ હરામ ઘોખા વિશે કઈક જણાવો?

જ. વેપાર ધંધામાં ધોખા એટલે કે સોદાની ખામીઓ છુપાવવી.
ઇલ્મ પ્રાપ્ત કરવામાં ઘોખો એટલે કે પરીક્ષામાં બાળકોની ચોરી કરવી.
વાતચીતમાં ઘોખો એટલે કે જૂઠી ગવાહી અને વાત કરવી.
પોતાની વાતમાં વફાદારી ન કરવી અને લોકોની વાતો સાથે સમર્થન ન આપવું.
ધોખા વિશે સખત રોક લગાવી છે, આપ ﷺ અનાજના ઢેર પાસેથી પસાર થયા, તેમાં આપ ﷺ એ પોતાનો હાથ નાખ્યો, નીચેથી આપ ﷺએ અનાજ ભીનું જોયું, આપ ﷺએ કહ્યું કે હે વેપારી ! આ શું છે? તેણે કહ્યું, હે અલ્લાહના રસૂલ ! ગઈ કાલે રાત્રે વરસાદ પડ્યો હતો આપ ﷺએ કહ્યું, શું તને ખબર નથી કે લોકો અનાજને ઉપરથી જ જોઈ તારી પાસેથી ખરીદી કરે છે? યાદ રાખ ! જે ઘોખો આપે તે અમારા માંથી નથી. મુસ્લિમ
અસ્સુબ્રતુ :
અનાજનો ઢેર

સ : ૨૨ ગિબત શુ છે?

જ. એક ગાયબ મુસ્લિમ ભાઈ વિશે એવી વાત કહેવી, (જો તે વાત સાંભળી લેશે તો) તે તેને નાપસંદ કરશે.
અલ્લાહ તઆલા કહે છે :
હે ઇમાનવાળાઓ ! વધારે પડતા અનુમાનથી બચો, જાણી લો કે કેટલાક અનુમાનો ગુનાહ છે અને જાસૂસી ન કરો અને ન તો તમારા માંથી કોઇ કોઇની નિંદા કરે, શું તમારા માંથી કોઇ પણ પોતાના મૃત ભાઇનું માસ ખાવાનું પસંદ કરશે ? તમે તેને નાપસંદ કરશો અને અલ્લાહથી ડરતા રહો,નિ:શંક અલ્લાહ તૌબા કબૂલકરનાર, દયાળુ છે. સૂરે હુજુરાત : ૧૨

સ : ૨૩ નમીમહ કોને કહેવાય ?

જ. લોકો વચ્ચે ફસાદ ફેલાવવાના હેતુ થી વાત નકલ કરવી.
આપ ﷺ એ કહ્યું :
જન્નતમાં ચાડી કરનાર દાખલ નહિ થાય. આ હદીષને મુસ્લિમ શરીફે રિવાયત કરી છે.

સ : ૨૪ કસ્લ શુ છે?

જ. ભલાઈના કામોમાં સુસ્તી કરવી, અને તે કામ તેના પર જરૂરી હોય છે.
તેમાંથી જ જરૂરી કાર્યોમાં સુસ્તી કરવી.
અલ્લાહ તઆલા કહે છે :
આ મુનાફિકો અલ્લાહ સાથે ઘોકો કરી રહ્યા છે, જ્યારે કે અલ્લાહ તેમના ઘોખાને તેમના પર જ નાખી દે છે, અને જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે તો ઘણી જ સુસ્તી સાથે ઊભા થાય છે, ફકત લોકોને દેખાડો કરવા માટે નમાઝ પઢે છે અને અલ્લાહના નામનું સ્મરણ તો બસ થોડુંક જ કરે છે. સૂરે નિસા : ૧૪૨
એક મોમિન માટે જરૂરી છે કે તે સુસ્તી, આળસ, ને છોડી દે, અને દરેક કામમાં મહેનત, પ્રયત્ન, કોશિશ અને ચપળતા બતાવે જેના કારણે અલ્લાહ તેનાથી રાજી થઈ જાય.

સ. ૨૫ ગુસ્સાના પ્રકાર જણાવો?

જ. સારો ગુસ્સો : અને એવી રીતે કે કાફિરો, મુનાફીકોનો તેમજ અન્ય લોકોનો જેઓ અલ્લાહની પવિત્રતા ભંગ કરે છે, તેમના પર ગુસ્સો કરવો.
૨. એવો ગુસ્સો જે શરીઅતમાં નાપસંદ છે, એવી રીતે કે માનવી પોતાના કામ અને વાત વાતમાં બિન જરૂરી ગુસ્સો કર્યા કરે.
જે ગુસ્સો નાપસંદ સમજવામાં આવે છે તેનો ઈલાજ :

વુઝુ કરી લેવું જોઈએ.
જો તમે ઉભા હોય તો બેસી જવું.
આપ ﷺ એ એક સહાબીને વસિયત કરતા કહ્યું કે તું ગુસ્સો ન કર.
ગુસ્સાના સમયે પોતાને કાબુમાં રાખવા જોઈએ.
ધૃતકારેલા શેતાનથી અલ્લાહની પનાહ, અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનીર રજીમ પઢવું.
ચૂપ થઈ જવું.

સ : ૨૬ તજસ્સુસ એટલે?

જ. લોકોની ખામીઓ અને જે કંઈ લોકો છુપાવે છે, તેને જાહેર કરવું.
તેની હરામ સૂરતો :

લોકોના ઘરોમાં લોકોની અંગત વાતો અથવા બીજી અન્ય વસ્તુઓ જોવી.
કોઈ કોમની માહિતી તેમની જાણકારી વગર જાણવી.
અલ્લાહ તઆલા કહે છે :
જાસૂસી ન કરો... સૂરે હુજુરાત : ૧૨

સ : ૨૭ ઇસ્રાફ શુ છે? તેમજ કંજુસાઈ વિશે જણાવો, અને એવી જ રીતે પ્રતિષ્ઠા શુ છે?

જ. અલ્ ઇસ્રાફુ : બિન જરૂરી જગ્યાઓ પર અથવા મનેચ્છાઓ પુરી પાડવા માલ ખર્ચ કરવો.
તેનું વિરોધી :
કંજુસાઈ : જ્યાં માલ ખર્ચ કરવાનો હક બને છે ત્યાં પણ માલ ખર્ચ ન કરવો.
અને યોગ્ય વાત એ છે કે મધ્યસ્થ રસ્તો અપનાવી માલ ખર્ચ કરવામાં આવે, અને એ કે એક મુસલમાન કરીમ હોય છે. અર્થાત (માલ ખર્ચ કરવામાં મધ્યસ્થ માર્ગ પર ચાલે છે.
અલ્લાહ તઆલા કહે છે :
અને જેઓ ખર્ચ કરતી વખતે ઇસ્રાફ (ખોટો ખર્ચ)
નથી કરતા, ન કંજુસાઇ કરે છે, પરંતુ તે બન્ને વચ્ચે સુમેળતાભરી રીતે ખર્ચ કરે છે. સૂરે ફુરકાન : ૬૭

સ : ૨૮ કાયળતા અને બહાદુરી શુ છે?

જ. અલ્ જુબ્નુ : જે વસ્તુથી ડરવું ન જોઈએ તેનાથી પણ ડરવું.
ઉદાહરણ તરીકે સત્ય વાત કહેવાથી ડરવું, અને દુષ્ટતાને નકારવાનો ડર
અશ્ શુજાઅતુ :
સત્ય વાત તરફ આગળ વધવું, દાખલા તરીકે ઇસ્લામ અને મુસલમાનોની હિફાજત કરતા જિહાદ માટે તૈયાર રહેવું.
અને આપ ﷺએ દુઆ માગી છે:
હે અલ્લાહ ! હું કાયળતાથી તારી પનાહ માગું છું... આપ ﷺએ કહ્યું : અલ્લાહની નજીક શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ છે, અને તેના દરેક કામમાં ભલાઈ હોય છે. મુસ્લિમ

સ : ૨૯ કેટલાક એવા હરામ શબ્દ અથવા વાક્યો વર્ણન કરો?

જ. મહેણાં ટોણા મારવા અને ગાળો આપવી.
અથવા કોઈના આ પ્રમાણે કહેવું, તું જાનવર છે, અથવા આ પ્રમાણેના શબ્દો કહેવા
અથવા અશ્લીલતા અને તેના શબ્દોનો ઉલ્લેખ કરવો.
આ પ્રમાણે અલ્લાહના રસૂલે રોક્યા છે, અને કહ્યું : મોમિન મહેણાં ટોણા મારવાવાળો નથી હોતો, ન તો તે લઅનત કરવાવાળો હોય છે અને ન તો તે ખરાબ જબાનવાળો હોય છે અને ન તો તે તકલીફ આપનાર હોય છે. તિરમિઝી અને ઈબ્ને હિબ્બાને આ હદીષ રિવાયત કરી છે.

સ : ૩૦ મુસલમાન સારા અખલાક અપનાવે તેના કેટલાક કારણો જણાવો?

જ. દુઆ કરવી જોઈએ કે અલ્લાહ તમને સારા અખલાક આપે અને તેમાં તમારી મદદ કરે.
અલ્લાહ તઆલાની યાદ, અને એ કે તે દરેક વસ્તુ સાંભળી રહ્યો છે અને જોઈ રહ્યો છે.
૩. સારા અખલાકનો સવાબ ધ્યાનમાં રાખવો જોઈએ, અને એ કે તે જન્નતમાં જવાનો સ્ત્રોત છે.
૪. ખરાબ અખલાકની દુષ્ટતા યાદ રાખવી અને એ કે તે જહન્નમમા જવાનો સ્ત્રોત છે.
૫. અને એ કે સારા અખલાક અપનાવવાથી અલ્લાહની મુહબ્બત સાબિત થાય છે અને ખરાબ અખલાક અપનાવવાથી અલ્લાહની નારાજગી સાબિત થાય છે.
૬. આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ના જીવનચરિત્ર વિશે વાંચન કરવું અને તે પ્રમાણે અનુસરણ કરવું.
૭. સારા લોકો સાથે રહેવું અને દુરાચારી લોકોથી દૂર રહેવું જોઈએ.

દુઆઓ અને ઝિકરો અઝકાર નો વિભાગ43

સ : ૧ ઝિકરની મહત્વતા જણાવો?

જ. આપ ﷺએ કહ્યું : તે વ્યક્તિનું ઉદાહરણ જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે, બુખારી
માનવીના જીવનની કિંમત એટલા માટે છે કે તે અલ્લાહ તઆલાનો ઝિકર કરે છે.

સ : ૨ કેટલાક ઝિકર કરવાના ફાયદા જણાવો?

જ. ૧ રહમાન ખુશ થાય છે.
શેતાન દૂર ભાગે છે.
૩. એક મુસ્લિમ બુરાઈથી સુરક્ષિત રહે છે.
૪. તેને સવાબ અને નેકી મળે છે.

સ. ૩ ઉત્તમ ઝિકર કયો છે?

જ. લા ઇલાહ ઇલ્લલ્લાહુ તિરમિઝી અને ઈબ્ને માજા

સ : ૪ જ્યારે તમે સૂઈને ઉઠો તો કઈ દુઆ પઢવી જોઈએ?

જ. الحمد لله الذي أحيانا بعد ما أماتنا، وإليه النشور
દરેક પ્રકારની પ્રશંસા તેના માટે જ છે, જે મને જીવિત કરે છે અને જે મને મૃત્યુ આપે છે, અને તેની જ તરફ પાછા ફરવાનું છે. બુખારી/મુસ્લિમ

સ : ૫ જ્યારે તમે કપડાં પહેરો તો શું કહેવું જોઈએ?

જ. الحمد لله الذي كساني هذا الثوب ورزقنيه من غير حول مني ولا قوة»
દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને આ પોશાક પહેરાયો, મારી કોઈ શક્તિ અને તાકાત વગર મને આ રોજી આપી. અબૂ દાવુદ અને તિરમિઝી વગેરેએ આ હદીષ રિવાયત કરી છે,

સ: ૬ કપડાં ઉતારતી વખતે આપણે શું પઢવું જોઈએ?

જ. બિસ્મિલ્લાહ તિરમિઝી

સ : ૭ નવા કપડાં પહેરતી વખતે કઈ દુઆ પઢવી જોઈએ?

اللهم لك الحمد أنت كسوتنيه، أسألك خيره وخير ما صنع له، وأعوذ بك من شره وشر ما صنع له
દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે, તે જ મને પહેરાવ્યું, હું તારી પાસે તેની ભલાઈ અને જેના માટે આ કપડું બનાવવામાં આવ્યું છે, તે ભલાઈનો સવાલ કરું છું, અને તેની બુરાઈ અને જેના માટે આ બનાવ્યું છે, તેની બુરાઈથી હું તારી પનાહ માગું છું. અબૂ દાવુદ અને તિરમિઝી

સ : ૮ જ્યારે કોઈને નવા કપડાં પહેરતા જોઈએ તો તેને કઈ દુઆ પઢવી જોઈએ?

જ. જ્યારે તમે કોઈને નવું કપડું પહેરતા જોવો તો તમેં તેના માટે આ દુઆ પઢો, તને આ કપડું પહેરાવી જૂનું કરાવે અને તને આના બદલામાં નવું કપડું પહેરાવે. અબૂ દાવૂદ

સ : ૯ ટોયલેટમાં દાખલ થતી વખતે પઢવાની દુઆ જણાવો? અને તે જગ્યા ટોયલેટની હોવી જોઈએ?

اللهم إني أعوذ بك من الخبث والخبائث
હે અલ્લાહ ! હું નાપાક જિન્નાત અને નાપાક સ્ત્રી જિન્નાતથી હું તારી પનાહ માગું છું બુખારી -મુસ્લિમ

સ : ૧૦ ટોયલેટ માંથી નીકળતી વખતે પઢવાની દુઆ કઈ છે?

જ. غفرانك
હે અલ્લાહ ! તું મને માફ કરી દે. અબૂ દાવુદ અને તિરમિઝી

સ : ૧૧ વુઝુ કરતા પહેલા શુ કહેવું જોઈએ?

જ. બિસ્મિલ્લાહ અબૂ દાવુદ વગેરે આ હદીષ રિવાયત કરી છે.

સ : ૧૨ વુઝુ કરી લીધા પછી કઈ દુઆ પઢવી જોઈએ?

જ. أشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله
હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને તેનો કોઈ ભાગીદાર નથી, અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ તેના બંદા અને રસૂલ છે. મુસ્લિમ

સ : ૧૩ ઘર માંથી બહાર નીકળતી વખતે પઢવાની દુઆ કઈ છે?

જ. بسم الله، توكلت على الله، ولا حول ولا قوة إلا بالله»
અલ્લાહના નામથી શરૂ કરું છું, હું તેના પર જ ભરોસો કરું છું, તારી તોફિક વગર હું કોઈ પણ નેકી કરવાની શક્તિ નથી ધરાવતો અને કોઈ પણ ગુનાહથી નથી બચી શકતો. અબૂ દાવુદ અને તિરમિઝી

સ : ૪ ઘરમાં દાખલ થતી વખતે પઢવાની દુઆ કઈ છે?

بسم الله ولجنا، وبسم الله خرجنا، وعلى الله ربنا توكلنا"، ثم ليسلم على أهله
અલ્લાહના નામથી હું ઘરમાં દાખલ થાઉં છું, અને તેના નામથી જ બહાર નીકળું છું, અને હે અમારા પાલનહાર ! અમારો ભરોસો ફક્ત તારા પર જ હોય છે. અને પછી ઘરવાળાઓને સલામ કરી દાખલ થવું જોઇએ. અબૂ દાવુદ

સ : ૧૫ મસ્જિદમાં દાખલ થતી વખતે પઢવાની દુઆ કઈ છે?

જ. اللهم افتح لي أبواب رحمتك»
હે અલ્લાહ ! તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ. મુસ્લિમ

સ : ૧૬ મસ્જિદ માંથી નીકળતી વખતે પઢવાની દુઆ કઈ છે?

اللهم إني أسألك من فضلك
મુસ્લિમ

સ. ૧૭ અઝાન સાંભળી શું કહેવું જોઈએ?

હું અઝાન સાંભળી અઝાન આપનારની જેમ જ શબ્દો દોહરાવું છું, ફક્ત હ્યય અલસ્સ્લાહ અને હ્યય અલલ્ ફલાહના જવાબમાં લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહું છું. બુખારી/ મુસ્લિમ

સ : ૧૮ મુઅઝિન અઝાન આપી દે, ત્યારબાદ કઈ દુઆ પઢવી જોઈએ?

જ. આપ ﷺ પર દરુદ મોકલવું જોઈએ. મુસ્લિમ અને આ દુઆ પઢવી જોઈએ.
اللهم رب هذه الدعوة التامة، والصلاة القـائـمـة، آت محـمـدًا الـوسـيلة والفـضـيلـة، وابـعثه مقامًا محمودًا الذي وعدته
અર્થ :
હે અલ્લાહ ! તે સંપૂર્ણ દીન અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર ! મુહમ્મદ ને વસિલો અને મહ્ત્વતા નસીબ કર, અને તેમને મહમૂદ નામની જગ્યા પર ઉભા કર, જેનું વચન તે એમને આપ્યું છે. બુખારી
અને અઝાન અને ઈકામતની વચ્ચે દુઆ કરવી જોઈએ કારણકે તે દુઆ રદ નથી થતી.

સ : ૧૯ સવાર અને સાંજે ક્યા ઝિકર પઢવા જોઈએ?

જ : ૧ આય્તુલ કુરસી પઢવી , اللَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ 255
અર્થ :
અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે. સૂરે બકરહ : ૨૫૫ અને આ સુરતો પઢવી જોઈએ بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِيمِ قُلْ هُوَ اللَّهُ أَحَدٌ 1
અર્થ : તમે કહી દો કે અલ્લાહ એક જ છે. اللَّهُ الصَّمَدُ 2
અર્થ :
અલ્લાહ બેનિયાઝ છે. لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ 3
અર્થ :
ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન. وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ 4
અર્થ :
અને તેના બરાબર કોઈ નથી. ત્રણ વખત بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ 1
અર્થ :
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું. مِنْ شَرِّ مَا خَلَقَ 2
અર્થ :
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી. وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ 3
અર્થ :
અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય. وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ 4
અર્થ :
અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ). وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ 5﴾
૫) અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે. ત્રણ વખત بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ 1
અર્થ :
તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું. مَلِكِ النَّاسِ 2
અર્થ :
જે લોકોનો બાદશાહ છે. إِلَهِ النَّاسِ 3
અર્થ :
જે લોકોનો મઅબૂદ છે. مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ 4
અર્થ :
તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે. الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ 5
અર્થ :
જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે. مِنَ الْجِنَّةِ وَالنَّاسِ 6
અર્થ :
(પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી. ત્રણ વખત ૩. ٣- «اللهم أنت ربي لا إله إلا أنت، خلقتني وأنا عبدك، وأنا على عهدك ووعدك ما استطعت، أعوذ بك من شر ما صنعت، أبوء لك بنعمتك علي، وأبوء بذنبي، فاغفر لي، فإنه لا يغفر الذنوب إلا أنت»
અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું. બુખારી

સ: ૨૦ સૂતી વખતે કઈ દુઆ પઢવી જોઈએ ?

જ : باسمك اللهم أموت وأحيا
હું અલ્લાહના નામથી સૂવ છું અને જાગું છું. બુખારી/ મુસ્લિમ

સ : ૨૧ ખાતા પહેલા કઇ દુઆ પઢવી જોઈએ?

જ : બિસ્મિલ્લાહ
જો શરૂઆતમાં બિસ્મિલ્લાહ કહેવાનું ભૂલી ગયા હોય આ દુઆ પઢવી
«بسم الله في أوله وآخره»
હું પહેલા (લુકમા) અને છેલ્લા લુકમા સુધી હું તારા નામથી ખાઉ છું. અબૂ દાઉદ અને તિરમીઝી

સ : ૨૨ જ્યારે ખાઈ લઈએ તો કઈ દુઆ પઢવી જોઈએ ?

જ : الحمد لله الذي أطعمني هذا، ورزقنيه، من غير حول مني ولا قوة
અર્થ :
દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને ખવડાવ્યું અને મારી કોઈ તાકાત અને શક્તિ વગર મને આ રોજી આપી. અબૂદાવુદ, ઇબ્ને માજા વગેરેમાં આ હદીષ વર્ણન કરવામાં આવી છે.

સ : ૨૩ મહેમાનોએ દાવત આપનાર માટે શું દુઆ કરવી જોઈએ?

ج- «اللـهم بـارك لهـم فيما رزقتهـم، واغـفر لهم وارحمهم»
અલ્લાહ તમારી રોજીમાં બરકત કરે અને તમને માફ કરે અને તમારા પર રહમ કરે. મુસ્લિમ

સ : ૨૪ જ્યારે માનવીને છીંક આવે તો શું કહેવું જોઈએ?

જ : અલ્ હમ્દુ લિલ્લાહ
તેના ભાઈ અથવા સાથીએ કહેવું જોઈએ અલ્લાહ તારા પર રહેમ કરે, يرحمك الله
ફરી છીકનારે કહેવું જોઈએ કે يهديكم الله ويصلح بالكم અલ્લાહ તઆલા તને હિદાયત આપે અને તારા દરેક કામ સરળ બનાવે. બુખારી

સ : ૨૫ જ્યારે મજલિસ ખતમ થાય ત્યારે મજલિસના કફફારા માટેની દુઆ કઈ છે?

سبحانك اللهم وبحمدك، أشهد أن لا إله إلا أنت، أستغفرك وأتوب إليك»
અર્થ :
હે અલ્લાહ તારી ઝાત પવિત્ર છે, દરેક પ્રકારના વખાણ ફક્ત તારા માટે જ છે, હું ગવાહી આપું છું કે તારા સિવાય કોઈ ઇલાહ નથી, હું મારા ગુનાહની માફી માગું છું અને તારી તરફ જ તૌબા કરું છું. અબૂ દાઉદ અને તિરમિઝી અને આ સિવાય અન્ય હદીષની કિતાબમાં આ હદીષ વર્ણન થઈ છે.

સ : ૨૬ સવારી કરતી વખતે કઈ દુઆ પઢવી જોઈએ?

જ. بسم الله، والحمد لله ﴿سُبْحَانَ الَّذِي سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِينَ 13 وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ 14﴾، «الحمد لله، الحمد لله، الحمد لله، الله أكبر، الله أكبر، الله أكبر، سبحانك اللهم إني ظلمت نفسي فاغفر لي؛ فإنه لا يغفر الذنوب إلا أنت»
અર્થ : અલ્લાહના નામથી, દરેક પ્રકારના વખાણ ફકત અલ્લાહ માટે જ છે, તે ઝાત પવિત્ર છે, જેણે અમારા માટે આ સવારી આધીન કરી, જો કે ખરેખર તેને કાબુમાં કરવાની શક્તિ અમારામાં ન હતી, અને એ કે અમારે અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે, દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, હે અલ્લાહ તારી ઝાત પવિત્ર છે, મેં મારા નફસ પર ઝુલ્મ કર્યો છે, તું મારા ગુનાહ માફ કરી દે, એટલે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ કરનાર નથી. અબુ દાવુદ અને તિરમિઝી

સ : સફરની દુઆ વર્ણન કરો?

અર્થ : અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, 13
તે ઝાત પવિત્ર છે, જેણે અમારા માટે આ સવારી આધીન કરી, જો કે ખરેખર તેને કાબુમાં કરવાની શક્તિ અમારામાં ન હતી, અને એ કે અમારે અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે, 14 હે અલ્લાહ ! અમે આ સફરમાં તારી પાસે નેકી અને તકવાની તોફિક માગીએ છીએ, અને એવા અમલની જેના કારણે તું ખુશ થઈ જાવ, હે અલ્લાહ! તું અમારા માટે આ સફરને સરળ બનાવી દે અને તેના અંતરને સમેટી દે, હે અલ્લાહ ! તું જ સફરમાં અમારો સાથી અને ઘરમાં દેખરેખ રાખનાર છે, હે અલ્લાહ ! હું તારી પાસે સફરની તકલીફો, ચિંતા અને ગમથી અને પોતાના માલ અને ઘરવાળાઓ પાસે ખરાબ સ્થિતિમાં પાછા આવવાથી તારી પનાહ માંગીએ છીએ.
અને જ્યારે પાછા ફરતા તો આ શબ્દ પણ કહેતા હતા.
અમે પાછા ફરવાના છીએ, તૌબા કરવાવાળા છે, અલ્લાહની ઈબાદત કરવાવાળા છે અને અમારા પાલનહારના વખાણ કરવાવાળા છે. મુસ્લિમ

સ : ૨૮ મુકીમ (જે સફર કરતો નથી) તે મુસાફિર માટે કઈ દુઆ પઢશે?

أستودعكم الله الذي لا تضيع ودائعه»
અર્થ : હું તને અલ્લાહના હવાલે કરું છું, જેની અમાનત વ્યર્થ નથી જતી. અહમદ અને ઈબ્ને માજા

સ : ૨૯ મુસાફિર મુકીમ માટે કઈ દુઆ પઢશે?

જ : હું તમને તમારા દીન, તમારી અમાનત અને તમારા અંજામને અલ્લાહના હવાલા કરું છું. અહમદ / તિર્મિઝી.

સ : ૩૦ બજારમાં દાખલ થતી વખતે કઈ દુઆ પઢવી જોઈએ?

જ. لا إله إلا الله وحده لا شريك له، له الملك، وله الحمد، يحيي ويميت، وهو حي لا يموت، بيده الخير، وهو على كل شيء قدير
અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, તેની જ બાદશાહત છે, દરેક પ્રકારની પ્રસંશા તેના માટે જ છે, તે જ જીવિત કરે છે અને તે જ મૃત્યુ આપે છે, તે જીવિત છે, તેને મૃત્યુ જ નથી, સંપૂર્ણ ભલાઈ તેના હાથમાં છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. તિરમિઝી / ઈબ્ને માજા

સ : ૩૧ ગુસ્સા વખતે કઈ દુઆ પઢવી જોઈએ?

જ. أعوذ بالله من الشيطان الرجيم
હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી બુખારી / મુસ્લિમ

સ : ૩૨ જ્યારે તમારી સાથે કોઈ ભલાઈ કરે તો શું કહેવું જોઈએ?

જ. جزاك الله خيرا
અર્થ :
અલ્લાહ તમને બહેતર બદલો આપે. તિર્મિ ઝી.

સ : ૩૩ જ્યારે સવારી થાકી જાય ત્યારે શું કહેવું જોઈએ?

જ : બિસ્મિલ્લાહ અબૂ દાવુદ

સ : ૩૪ જ્યારે તમને કોઈ નેઅમત મળે તો તમારે શુ કહેવું જોઈએ?

જ. الحمد لله الذي بنعمته تتم الصالحات
અર્થ :
દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેની કૃપાથી દરેક નેક કામ પુરા થાય છે. આ હદીષને હાકિમ વગેરેએ રિવાયત કરી.

સ : ૩૫ જ્યારે તમને કોઈ એવી વસ્તુ પ્રાપ્ત થાય, જેને તમે નાપસંદ કરતા હોય તો તમારે શુ કહેવું જોઈએ?

જ. દરેક પ્રકારની પરિસ્થિતિમાં વખાણ ફક્ત તેના માટે જ છે. સહિહુલ્ જામીઅ

સ : ૩૬ સલામ કરવાની રીત અને તેના જવાબ આપવાની રીત કઈ છે?

જ. એક મુસલમાન કહેશે,
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
તમારા પર અલ્લાહની કૃપા રહેમતો અને બરકતો નાઝીલ થાય.
જેને સલામ કરવામાં આવે તે સલામનો જવાબ આ પ્રમાણે આપશે.
وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ»
અને તમારા પર અલ્લાહની કૃપા રહેમતો અને બરકતો નાઝીલ થાય આ હદીષ તિરમિઝી અને અબુદાવુદ વેગરેમાં છે.

સ : ૩૭ જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે શું કહેવું છે?

જ. اللهم صيباً نافعاً
હે અલ્લાહ તું આ વરસાદ ને અમારા માટે ફાયદાકારક બનાવ. બુખારી

સ : ૩૮ જ્યારે વરસાદ વરસી જાય ત્યારબાદ કઈ દુઆ પઢવી જોઈએ?

જ. مطرنا بفضل الله ورحمته
અલ્લાહની કૃપા અને તેના ફઝલથી અમારા પર વરસાદ વરસ્યો. બુખારી/મુસ્લિમ

સ : ૩૯ જ્યારે તેજ હવાઓ ચાલતી હોય ત્યારે કઈ દુઆ પઢવી જોઈએ?

જ. اللهم إني أسألك خيرها وأعوذ بك من شرها
હે અલ્લાહ ! હું તારી આ હવા દ્વારા ભલાઈ માંગુ છું અને તેની બુરાઈથી તારી પનાહ માગું છું. અબૂ દાવુદ અને ઈબ્ને માજા

સ : ૪૦ વીજળીના કડાકા વખત કઈ દુઆ પઢવી જોઈએ?

જ. سبحان الذي يسبح الرعد بحمده والملائكة من خيفته
અર્થ :
પાક છે તે ઝાત જેના ડરથી વીજળી તેની પ્રશંસા અને તસ્બીહ બયાન કરે છે અને ફરિશ્તાઓ પણ. મુઅત્તા માલિક

સ : ૪૧ જ્યારે તમે કોઈ વ્યક્તિને પરેશાન જુવો તો તમારે શુ કહેવું જોઈએ ?

الحمد لله الذي عافاني مما ابتلاك به، وفضلني على كثيراً ممن خلق تفضيلاً
દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને તે મુસીબતથી બચાવી લીધો, જેમાં આ વ્યક્તિ સપડાયેલો છે, અને મને પોતાના દરેક સર્જનીઓ પર શ્રેષ્ઠતા આપી. તિરમિઝી.

સ : ૪૨ કોઈ એવા વ્યક્તિ માટે દુઆ જણાવો, જે ડરતો હોય કે તેની સાથે કંઈક થઈ જશે?

જ. હદીષમાં છે, જો તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ તરફથી અથવા પોતાના તરફથી અથવા પોતાના માલમાં કોઈ સારી વાત જુએ તો તેના માટે (બરકતની દુઆ કરવી જોઈએ) એટલા માટે કે નજર લાગવી હક છે. અહમદ, ઈબ્ને માજા અને તે સિવાય અન્ય કિતાબમાં અ હદીષ વર્ણન કરી છે.

સ : ૪૩ આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ દરુદ કઈ રીતે પઢીશું.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ બુખારી / મુસ્લિમ

અન્ય વિભાગ21

સ : ૧ અહકામુત્ તકલીફી (કાયદાકીય શબ્દ છે) પાંચ ક્યાં ક્યાં છે?

જ.
૧. વાજિબ
૨. અલ્ મુસ્તહબ
૩. અલ્ મુહર્રમ
૪. અલ્ મુબાહ
૫. અલ્ મુબાહ

સ.૨ પાંચ અહકામે તકલીફીની સમજુતી વર્ણન કરો?

જ.
૧. અલ્ વાજિબ : દાખલા તરીકે પાંચ વખતની નમાઝ, રમઝાનના રોઝા, અને માતાપિતાની આજ્ઞા.
અલ્ વાજિબ :
જેના કરવાથી સવાબ મળશે, અને તે અમલ છોડવાવાળાને સજા મળશે.
૨. અલ્ મુસ્તહબ : દાખલા તરીકે સુન્નતે મુઅકકીદહ, તહજજુદની નમાઝ, ખાવાનું ખવડાવવું અને સલામ કરવુ, બીજું નામ સુન્નત અને મન્દુબ પણ કહે છે.
અલ્ મુસ્તહબ :
કામ કરવાવાળાને સવાબ મળશે અને તેને છોડવાવાળાને સજા નહિ મળે.
ખાસ નોંધ :

મુસલમાન પર જરૂરી છે કે જ્યારે પણ તે કોઈ સુન્નત અથવા મુસ્તહબ કાર્ય સાંભળે તો તે કાર્ય ચોક્કસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપ ﷺ નું અનુસરણ કરવું જોઈએ.
૩. અલ્ મુહરિમ : દાખલા તરીકે શરાબ પીવું, માતાપિતાની નાફરમાની, સંબંધ તોડવા.
અલ્ મુહરિમ :
જેને છોડવાથી સવાબ મળશે, અને તેને કામ કરવાવાળાને જરૂર સજા મળશે.
૪. અલ્ મકરૂહ : દાખલા તરીકે, ડાબા હાથથી લેવું અને આપવું, નમાઝમાં બોયો ઉપર ચઢાવવી.
અલ્ મકરૂહ :
જે તેને છોડસે તેને જરૂર સવાબ મળશે અને જે તેને કરશે તેને સજા નહિ થાય.
૫. અલ્ મુબાહ : દાખલા તરીકે સફરજન ખાવું, ચા પીવી, અને તેનું જ જાઈઝ અને હલાલ પણ કહે છે.
અલ્ મુબાહ :
તે કામ છોડનારને ન તો સવાબ મળશે અને તે કામ કરવાવાળાને ન તો સજા મળશે.

સ : ૩ વેપાર ધંધા અને લોકો સાથે વ્યવહાર કરવાનો હુકમ શું છે?

જ : દરેક પ્રકારનો વેપાર અને વ્યવહાર હલાલ છે, પરતું કેટલાક પ્રકાર છે, જેને અલ્લાહ તઆલાએ હરામ કર્યા છે.
અલ્લાહ તઆલા કહે છે :
અલ્લાહ તઆલા વેપારને હલાલ કરે છે અને વ્યાજને હરામ કરે છે. સૂરે બકરહ : ૨૮૫

સ: ૪ કેટલાક પ્રકારના વ્યવહાર અને હરામ વેપાર વર્ણન કરો ?

જ.
૧. ધોખો આપવો : તેમાંથી સોદાની ખામી છુપાવવી.
ધોખા વિશે સખત રોક લગાવી છે, આપ ﷺ અનાજના ઢેર પાસેથી પસાર થયા, તેમાં આપ ﷺ એ પોતાનો હાથ નાખ્યો, નીચેથી આપ ﷺએ અનાજ ભીનું જોયું, આપ ﷺએ કહ્યું કે હે વેપારી ! આ શું છે? તેણે કહ્યું, હે અલ્લાહના રસૂલ ! ગઈ કાલ રાત્રે વરસાદ પડ્યો હતો આપ ﷺએ કહ્યું, શું તને ખબર નથી કે લોકો અનાજને ઉપરથી જ જોઈ તારી પાસેથી ખરીદી કરે છે? યાદ રાખ ! જે ઘોખો આપે તે અમારા માંથી નથી. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.
૨. વ્યાજ : તેમાંથી એક વ્યાજ પણ છે, કોઈ વ્યક્તિને દેવા પેટે એક હજાર રૂપિયા એ શરત પર આપવા કે તે તેને પરત કરતી વખતે બે હજાર રૂપિયા પાછા આપશે.
જે વધારે રૂપિયા લેવામાં આવી રહ્યા છે, તે સૂદ ગણાશે, અને તે હરામ છે.
અલ્લાહ તઆલા કહે છે. અલ્લાહ તઆલા વેપારને હલાલ કરે છે અને વ્યાજને હરામ કરે છે. સૂરે બકરહ : ૨૮૫
અજ્ઞાનતા અને છુપો વેપાર : બકરીના થનમાં દૂધનો વેપાર એવી જ રીતે તળાવમાં માછલીઓનો વેપાર, જે હજુ સુધી તેની અંદાજો થયો ન હોય.
હદીષમાં છે :
આપ ﷺ એ અજ્ઞાન વેપાર કરવાથી રોક્યા છે. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.

સ: ૫ આપણા પર અલ્લાહએ કરેલ નેઅમતો વર્ણન કરો ?

જ. ૧. ઇસ્લામની નેઅમત : તમે કાફિરો માંથી નથી એ જ સોથી મોટી નેઅમત છે.
૨. સુન્નતની નેઅમત : તમે બિદઅતી લોકો માંથી નથી, એ પણ સોથી નેઅમત છે.
૩. તંદુરસ્તી અને આફીયતની નેઅમત : સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ અને ચાલવાની શક્તિ આપી, એવી જ રીતે અન્ય અંગોને તંદુરસ્તી આપી.
૪. ખાવા, પીવા અને પહેરવા માટે કપડા આપ્યા.
અલ્લાહની ઘણી નેઅમતો છે, જેને આપણે ગણી નથી શકતા.
અલ્લાહ તઆલએ કહ્યું :
જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા ઈચ્છો તો ગણી નથી શકતા, ખરેખર અલ્લાહ માફ કરવાવાળો અને રહેમ કરવાવાળો છે. સૂરે નહલ : ૧૮

સ : ૬ નેઅમતો પર આપણે શું કરવું જોઈએ? અને તેનો શુકર કઈ રીતે કરવો જોઈએ?

જ : નેઅમતો પર તેનો શુકર કરવો જરૂરી છે, અને એવી રીતે કે જબાન વડે તેના વખાણ અને પ્રશંસા કરવી જોઈએ, અને એ કે વખાણને લાયક ફક્ત તે જ છે, અને તે નેઅમતોને એવી રીતે ઉપયોગમાં લેવી જોઈએ, જેના કારણે અલ્લાહ ખુશ થઇ જાય ન કે તેની નાફરમાની ન કરવી જોઈએ.

સ : ૭ મુસલમાનોની ઈદ કઈ છે?

જ : ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા.
જેવું કે અનસ રઝી.ની રિવાયતમાં છે કે તેઓ કહે છે કે આપ ﷺ મદીના શહેર આવ્યા, ત્યાં બે દિવસ એવા જોયા જેમાં લોકો રમત ગમત કરતા હતા, આપ ﷺ એ કહ્યું કે આ બે દિવસ ક્યા છે? તે લોકોએ કહ્યું કે અમે અજ્ઞાનતાનાં સમયથી આ બે દિવસમાં રમત ગમતનો ઉત્સવ મનાવીએ છીએ, તો આપ ﷺ એ કહ્યું, અલ્લાહ તઆલાએ તમારા માટે તે બે દિવસેને તેના કરતા વધારે શ્રેષ્ઠ દિવસો દ્વારા બદલી નાખ્યા છે, ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા. આ હદીષ ઈમામ અબૂ દાવુદે રિવાયત કરી છે.
આ બન્ને ઈબાદત સિવાય જેટલી પણ ઇબાદતો છે બધી જ બિદઅત છે.

સ : ૮ સૌથી શ્રેષ્ઠ મહિનો કયો છે?

જ : રમઝાનનો શ્રેષ્ઠ મહિનો

સ : સૌથી શ્રેષ્ઠ દિવસ ક્યા છે?

જ. શુક્રવારનો દિવસ

સ : ૧૦ વર્ષમાં સૌથી ઉત્તમ દિવસ કયો છે?

જ : અરફાનો દિવસ

સ : ૧૧ વર્ષમાં સૌથી ઉત્તમ રાત કઈ છે?

જ. લય્ય્લતુલ કદર

સ : ૧૨ જ્યારે અજાણ સ્ત્રીને જુવો તો શું કરવું જોઈએ?

જ : નજર નીચી કરી લેવી જરૂરી છે. અલ્લાહ તઆલા કહે છે : હે પયગંબર! તમે મોમિનો કહો કે તે પોતાની નજર નીચી રાખે. સૂરે નૂર : ૩૦

સ : ૧૩ માનવીનો દુશ્મન કોણ છે?

૧. નફસે અમ્મારહ : નફસ જેની ઈચ્છા કરે અને દિલમાં ઉત્પન્ન મનેચ્છાઓનું અનુસરણ કરી અલ્લાહની નાફરમાની કરવી, અલ્લાહ તઆલા કહે છે: હું પોતાના મનની પવિત્રતાનું વર્ણન નથી કરતો, નિ:શંક મનતો બુરાઇ તરફ જ પ્રોત્સાહીત કરે છે, પરંતુ જેના પર મારા પાલનહારની કૃપા હોય. ખરેખર મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે. સૂરે યૂસુફ : ૫૩ ૨. શેતાન : ઇબ્ને આદમનો દુશ્મન છે, અને તેનો હેતુ ઇન્સનાને ગુમરાહ કરી અને તેની દિલમાં ખરાબ વસ્વસા નાખી તેને જહન્નમમાં દાખલ કરાવી દે, અલ્લાહ તઆલા કહે છે: અને શૈતાનના માર્ગ પર ન ચાલો, તે તમારો ખુલ્લો દુશ્મન છે. સૂરે બકરહ : ૧૬૮ ૩. ખરાબ લોકો : જે લોકો બુરાઈ કરવા પર ઉભારે છે, અને ભલાઈથી રોકે છે, અલ્લાહ તઆલા કહે છે: તે દિવસે પરહેજ્ગાર સિવાય દરેક મિત્રો એકબીજાના દુશ્મન બની જશે. સૂરે ઝુખરૂફ : ૬૭

સ : તૌબા વિશે જણાવો ?

જ : અત્ત તૌબતુ : અલ્લાહ તઆલાને નાફરમાનીથી બચીને તેની ઇતાઅત તરફ ફરવું, અલ્લાહ તઆલા કહે છે : હાં ! જે વ્યક્તિ તૌબા કરી લે અને ઈમાન લાવે અને સારા અમલ કરે, અને સત્ય માર્ગ પર જ રહેશે, તો ખરેખર હું તેને માફ કરવાવાળો છું. સૂરે તાહા: ૮૨

સ : ૧૫ સાચી તૌબાની શરતો જણાવો?

જ : ૧ ગુનાહ કરવાથી સંપૂર્ણ બચવામાં આવે.
૨. જે થઇ ગઈ તેના પર અફસોસ
૩. ફરી ગુનાહ ન કરવાનો કરાર, (વચન)
૪. જેનો હક માર્યો હોય, તેનો હક આપી દેવો અથવા જેના પર અત્યાચાર કર્યો હોય તેની પાસે માફી માંગી લેવી.
અલ્લાહ તઆલા કહે છે :
જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા.૧૩૫ સૂરે આલિ ઇમરાન : ૧૩૫

સ: ૧૬ આપ ﷺ પર દરૂદ પઢવાનો અર્થ જણાવો ?

જ: તેનો અર્થ થાય છે કે તમે જ્યારે અલ્લાહ પાસે દુઆ માંગો ત્યારે નબી પર દરૂદ મોકલો જે સમગ્ર માનવ જાતમાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે

સ : ૧૭ સુબ્હાનલ્લાહ નો અર્થ જણાવો?

જ. : તસ્બીહ : અલ્લાહ દરેક ખામી, એબથી અને બુરાઈથી પાક છે.

સ : ૧૮ અલ્ હમ્દુ લિલ્લાહનો અર્થ જણાવો?

જ. અલ્લાહ તઆલાના વખાણ કરવા અને દરેક સંપૂર્ણ ગુણોવાળો છે.

સ : ૧૯ અલ્લાહુ અકબરનો અર્થ જણાવો?

જ. અર્થાત : અલ્લાહ દરેક વસ્તુથી મોટો, મહાન, પ્રભુત્વ શાળી અને ઇઝઝત વાળો છે.

સ : ૨૦ લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ નો અર્થ જણાવો?

જ. તેનો અર્થ : બંદો એક હાલતથી બીજી હાલત તરફ જઈ નથી શકતો અને ન તો તેનામાં શક્તિ છે પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે તો તે જઈ શકે છે.

સ : ૨૧ અસ્તગ્ફિરુલ્લાહનો અર્થ જણાવો ?

જ. અર્થાત : બંદો અલ્લાહ પાસે તેના ગુનાહો દૂર કરવા અને તેના પર પરદો નાખવાની વિનંતી કરી રહ્યો છે.